માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત સરકારે આંશિક રીતે કાર્યરત રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે ફી નિયમોમાં સુધારો કર્યો

પોસ્ટેડ ઓન: 12 FEB 2026 5:51PM by PIB Ahmedabad
  • ભારત સરકારે નેશનલ હાઈવે ફી (દરોનું નિર્ધારણ અને સંગ્રહ) નિયમો, 2008 માં સુધારાની સૂચના આપી
  • આ હેઠળ, જ્યારે નેશનલ એક્સપ્રેસવે એક છેડાથી બીજા છેડા સુધી (end to end) ખોલવામાં ન આવ્યો હોય, ત્યારે પૂર્ણ થયેલ લંબાઈ માટે નેશનલ હાઈવેને લાગુ પડતા નીચા દરે ટોલ ફી વસૂલવામાં આવશે
  • સુધારેલા નિયમો 15 ફેબ્રુઆરી 2026 થી અમલમાં આવશે

નેશનલ એક્સપ્રેસવે (કે જેઓ માત્ર અંશતઃ કાર્યરત છે) ના વપરાશકર્તાઓ માટે ભારત સરકારે નેશનલ હાઈવે ફી (દરોનું નિર્ધારણ અને સંગ્રહ) નિયમો, 2008 માં સુધારાની સૂચના આપી છે. હાલમાં, નેશનલ એક્સપ્રેસવે પર વપરાશકર્તા ફી સામાન્ય નેશનલ હાઈવે વપરાશકર્તા ફી કરતા પૂર્ણ થયેલ લંબાઈ માટે 25% વધુ વસૂલવામાં આવે છે કારણ કે તેઓ એક્સેસ-કંટ્રોલ, ઝડપી અને સીમલેસ મુસાફરીનો અનુભવ પ્રદાન કરે છે જે મુસાફરોને આરામદાયક મુસાફરી પૂરી પાડે છે. આ ફી પૂર્ણ થયેલ વિભાગ માટે વસૂલવામાં આવે છે ભલે એક્સપ્રેસવે તેની સમગ્ર લંબાઈમાં એકથી બીજા છેડા સુધી સંપૂર્ણ રીતે ખુલ્લો ન હોય.

નવી જોગવાઈ હેઠળ, જ્યારે નેશનલ એક્સપ્રેસવે સંપૂર્ણ ખોલવામાં ન આવ્યો હોય, ત્યારે નેશનલ હાઈવે ફી (દરોનું નિર્ધારણ અને સંગ્રહ) નિયમો, 2008 હેઠળ નેશનલ હાઈવે સેક્શન માટે લાગુ પડતા નીચા દરે પૂર્ણ થયેલ લંબાઈ માટે ટોલ ફી વસૂલવામાં આવશે. આ સુધારાનો ઉદ્દેશ્ય વપરાશકર્તાઓને ખુલ્લા રસ્તા (stretches) દ્વારા મુસાફરી કરવા પ્રોત્સાહિત કરી નેશનલ એક્સપ્રેસવેના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે, જે એક્સપ્રેસવેની સમાંતર અસ્તિત્વ ધરાવતા નેશનલ હાઈવે રૂટ પરની ભીડ ઘટાડવામાં મદદ કરશે, લોજિસ્ટિક્સ અને મુસાફરોની ઝડપી અવરજવરને સક્ષમ બનાવશે તેમજ જૂના નેશનલ હાઈવે પર ટ્રાફિક જામને કારણે થતાં પ્રદૂષણમાં ઘટાડો કરશે.

સુધારેલા નિયમો, જેનું શીર્ષક નેશનલ હાઈવે ફી (દરોનું નિર્ધારણ અને સંગ્રહ) (સુધારો) નિયમો, 2026 છે, તે 15 ફેબ્રુઆરી 2026 થી અમલમાં આવશે. આ નિયમ સુધારો અમલમાં આવ્યાની તારીખથી એક વર્ષ સુધી અથવા એક્સપ્રેસવે સંપૂર્ણ રીતે કાર્યરત ન થાય ત્યાં સુધી, જે વહેલું હોય તે સમય સુધી માન્ય રહેશે.

આ સુધારો નેશનલ હાઈવે અને એક્સપ્રેસવેના વપરાશકર્તાઓ માટે મુસાફરીને વધુ સીમલેસ અને કરકસરભરી બનાવવા માટે ભારત સરકારની બીજી એક પહેલ છે.

SM/NP/GP/JD


(રીલીઝ આઈડી: 2227307) મુલાકાતી સંખ્યા : 11
આ રીલીઝ વાંચો: English , Urdu , Malayalam