કાપડ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત-EU મુક્ત વ્યાપાર કરાર: ભારતના કાપડ અને વસ્ત્ર ક્ષેત્ર માટે પરિવર્તનકારી વ્યાપાર સોદો


USD 263.5 બિલિયનના કાપડ અને વસ્ત્ર આયાત બજારમાં ઝીરો-ડ્યુટી એક્સેસ

प्रविष्टि तिथि: 27 JAN 2026 6:25PM by PIB Ahmedabad

ભારત અને યુરોપિયન યુનિયન (EU) એ મુક્ત વ્યાપાર કરાર (FTA) માટે વાટાઘાટો પૂર્ણ કરવાની જાહેરાત કરી છે, જે ભારતની સૌથી વ્યૂહાત્મક આર્થિક ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આધુનિક, નિયમો-આધારિત વ્યાપાર ભાગીદારી તરીકે રચાયેલ, FTA સમકાલીન વૈશ્વિક પડકારોનો જવાબ આપે છે જ્યારે વિશ્વના ચોથા અને બીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્રો વચ્ચે ઊંડા બજાર એકીકરણને સક્ષમ કરે છે.

યુએસએ (USA) પછી, કાપડ અને વસ્ત્રો માટે યુરોપિયન યુનિયન એ ભારતનું બીજું સૌથી મોટું નિકાસ સ્થળ છે. 2024 માં કાપડ અને વસ્ત્રોની EU ની કુલ વૈશ્વિક આયાત USD 263.5 બિલિયન રહી હતી, જે ભારતીય કાપડ નિકાસકારો માટે EU બજારના સ્કેલ અને લાંબા ગાળાની સંભાવનાઓને પ્રકાશિત કરે છે. છેલ્લા 5 વર્ષમાં EU માં ભારતની કાપડ નિકાસમાં પણ સકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે. EU માં ભારતની કાપડ નિકાસ બહુવિધ મૂલ્ય-વર્ધિત અને શ્રમ-સઘન વિભાગોમાં વૈવિધ્યસભર છે. રેડી-મેડ ગારમેન્ટ્સ (RMG) નિકાસનો સૌથી મોટો હિસ્સો (~ 60%) ધરાવે છે, ત્યારબાદ સુતરાઉ કાપડ (17%), માનવસર્જિત ફાઇબર અને MMF કાપડ (12%) આવે છે. હસ્તકલા (4%), ગાલીચા (4%), શણના ઉત્પાદનો (1.5%), ઉન (0.6%), હેન્ડલૂમ (0.6%) અને રેશમી ઉત્પાદનો (0.2%), EU માં ભારતની કાપડ નિકાસનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવે છે, જે યુરોપિયન બજાર સાથે ભારતના કાપડ વેપારના શ્રમ-સઘન ક્ષેત્રો, એપેરલ અને હસ્તકલા, કારીગરો અને MSME-સંચાલિત લાક્ષણિકતાને રેખાંકિત કરે છે.

કાપડ અને કપડાંમાં ઝીરો (શૂન્ય) ડ્યુટી એક્સેસ મેળવવાથી, તમામ ટેરિફ લાઇનને આવરી લેતા અને ટેરિફમાં 12% સુધીનો ઘટાડો કરવાથી, EU નું INR 22.9 લાખ કરોડ (USD 263.5 બિલિયન) નું આયાત બજાર ખુલશે. વૈશ્વિક કાપડ અને વસ્ત્ર નિકાસમાં ભારતના વર્તમાન INR 3.19 લાખ કરોડ (USD 36.7 બિલિયન) પર નિર્માણ કરતા, જેમાં EU માં INR 62.7 હજાર કરોડ (USD 7.2 બિલિયન) નો સમાવેશ થાય છે, આ પ્રકારની પહોંચ તકોને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરશે, ખાસ કરીને યાર્ન, કોટન યાર્ન, માનવસર્જિત ફાઇબર એપેરલ, રેડી-મેડ ગારમેન્ટ્સ, પુરુષો અને મહિલાઓના કપડાં અને હોમ ટેક્સટાઇલ્સમાં. MSMEs ને સ્કેલ કરવા, રોજગાર પેદા કરવા અને વિશ્વસનીય, ટકાઉ અને ઉચ્ચ-મૂલ્ય ધરાવતા સોર્સિંગ પાર્ટનર તરીકે ભારતના સ્થાનને મજબૂત કરવા સક્ષમ બનાવશે.

FTA બાંગ્લાદેશ, પાકિસ્તાન અને તુર્કી જેવા સ્પર્ધકોની સરખામણીમાં લાંબા સમયથી ચાલતા ટેરિફ ગેરફાયદાને સુધારે છે. આ કરાર શ્રમ-સઘન વગેરે ક્ષેત્રોને નિર્ણાયક પ્રોત્સાહન આપે છે, જે કિંમતની સ્પર્ધાત્મકતામાં વધારો કરે છે અને વિશ્વના સૌથી આધુનિક ગ્રાહક બજારોમાંના એકમાં બજારની પહોંચને વિસ્તૃત કરે છે.

ભારતમાં કાપડ ક્ષેત્ર સીધી રીતે અંદાજે 4.5 કરોડ (45 મિલિયન) લોકોને રોજગારી આપે છે. EU બજારમાં સુધારેલી પહોંચથી શ્રમ-સઘન MSME ક્લસ્ટરોમાં ઉત્પાદન, ક્ષમતાનો ઉપયોગ અને રોજગારમાં વધારો થવાની અપેક્ષા છે. FTA રોકાણ, ટેકનોલોજી ટ્રાન્સફર અને ટકાઉપણું-લક્ષી અપગ્રેડેશનને પણ પ્રોત્સાહિત કરશે, ખાસ કરીને MMF, ટેકનિકલ ટેક્સટાઇલ્સ અને EU ધોરણો સાથે સંરેખિત ગ્રીન મેન્યુફેક્ચરિંગમાં, જે વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં ઊંડા એકીકરણની સુવિધા આપશે.

હોમ ડેકોર, વુડન ક્રાફ્ટ અને ફર્નિચર માટે નોંધપાત્ર માર્કેટ એક્સેસ 10.5% સુધીની ઓછી ડ્યુટી ઉન્નત પહોંચ પૂરી પાડે છે, જે ભારતીય લાકડાના, વાંસના અને હસ્તકલા ફર્નિચરની સ્પર્ધાત્મકતામાં વધારો કરે છે. FTA ઉચ્ચ-મૂલ્ય ધરાવતા, ડિઝાઇન-લક્ષી વિભાગોમાં વૃદ્ધિને સમર્થન આપે છે અને વૈશ્વિક ફર્નિચર સપ્લાય ચેઇન્સમાં ભારતની ભૂમિકાને મજબૂત બનાવે છે.

જિલ્લા-સ્તર અને ક્લસ્ટર પ્રભાવ- વ્યાપક ભાગીદારી અને પ્રાદેશિક સર્વસમાવેશકતાને પ્રતિબિંબિત કરે છે. EU માં ભારતની કાપડ નિકાસ એક વિશાળ અને ભૌગોલિક રીતે ફેલાયેલા મેન્યુફેક્ચરિંગ બેઝ પરથી ઉદભવે છે, જેમાં દેશભરના 342 જિલ્લાઓ કાપડ અને વસ્ત્ર ઉત્પાદનોની નિકાસ કરે છે, જે વ્યાપક ભાગીદારી અને પ્રાદેશિક સર્વસમાવેશકતાને પ્રતિબિંબિત કરે છે. ભારત-EU FTA બજારની પહોંચ વધારીને, સ્પર્ધાત્મકતામાં સુધારો કરીને અને મુખ્ય ક્લસ્ટરોમાં રોજગારને ટેકો આપીને કાપડ ક્ષેત્રની ઇકોસિસ્ટમને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે.

EU માં ભારતની કાપડ નિકાસ ક્લસ્ટર-આધારિત ઇકોસિસ્ટમમાં મજબૂત છે. રેડી-મેડ ગારમેન્ટ્સ તિરુપુર, બેંગલુરુ અને ગુરુગ્રામ-ફરીદાબાદ દ્વારા સંચાલિત છે, જે ખાસ કરીને મહિલાઓ માટે મોટા પાયે રોજગારને ટેકો આપે છે. સુતરાઉ કાપડ અને હોમ ફર્નિશિંગ કરુર, પાણીપત અને અમદાવાદમાં કેન્દ્રિત છે, જ્યારે MMF અને સિન્થેટિક કાપડ સુરત, દાદરા અને નગર હવેલી અને મુંબઈ દ્વારા સંચાલિત છે, જે બ્લેન્ડેડ અને માનવસર્જિત ફાઇબર ઉત્પાદનોમાં ભારતની હાજરીને મજબૂત બનાવે છે. પરંપરાગત અને મૂલ્ય-વર્ધિત વિભાગોને મુરાદાબાદ, જયપુર અને જોધપુરની હસ્તકલા, કાંચીપુરમ, કરુર અને કોલકાતાના હેન્ડલૂમ, ભદોહી, મિર્ઝાપુર અને વારાણસીના ગાલીચા, હાવડા, ઉત્તર 24 પરગણા અને દક્ષિણ 24 પરગણાના શણના ઉત્પાદનો, અને બેંગલુરુ, મૈસુર અને ભાગલપુરના રેશમી અને ઉની કાપડ દ્વારા સમર્થન મળે છે.

ટેરિફ ઉદારીકરણથી આગળ ટેરિફ ઘટાડા ઉપરાંત, ભારત-EU FTA મજબૂત નિયમનકારી સહકાર, કસ્ટમ્સ સુવિધા, પારદર્શિતા અને અનુમાનિત વ્યાપાર નિયમો દ્વારા બિન-ટેરિફ અવરોધોને દૂર કરવા માટે વ્યાપક પગલાં પૂરા પાડે છે.

યુકે (UK) અને EFTA સાથેના ભારતના FTAs ની સાથે ભારત-EU FTA અસરકારક રીતે ભારતીય વ્યવસાયો, નિકાસકારો અને સાહસિકો માટે યુરોપિયન બજાર ખોલે છે. EU સાથેના FTA થી કાપડ મંત્રાલયના નિકાસ વૈવિધ્યકરણના પ્રયાસો વધુ મજબૂત અને ઝડપી બનવાની અપેક્ષા છે.

વિકસિત ભારત 2047” ના ભારતના વિઝન સાથે સુસંગત, ભારત-EU FTA વહેંચાયેલા મૂલ્યોને મજબૂત બનાવે છે, નવીનતાને પ્રોત્સાહન આપે છે અને ભારતને સ્પર્ધાત્મક, વિશ્વસનીય અને ભવિષ્યલક્ષી વૈશ્વિક કાપડ અને વસ્ત્ર હબ તરીકે સ્થાપિત કરે છે, જે ભારત અને યુરોપિયન બંને માટે સર્વસમાવેશક, સ્થિતિસ્થાપક અને ભવિષ્ય માટે તૈયાર વૃદ્ધિનો પાયો નાખે છે.

SM/NP/GP/JD


(रिलीज़ आईडी: 2219276) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Malayalam