પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

કોમનવેલ્થના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની 28મી કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

प्रविष्टि तिथि: 15 JAN 2026 1:22PM by PIB Ahmedabad

લોકસભાના અધ્યક્ષ શ્રીમાન ઓમ બિરલાજી, રાજ્યસભાના ઉપ-સભાપતિ હરિવંશજી, ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયનના અધ્યક્ષ તુલિયા એક્સનજી, કોમનવેલ્થ પાર્લામેન્ટ એસોસિએશનના અધ્યક્ષ ક્રિસ્ટોફર કલીલાજી, કોમનવેલ્થ દેશોમાંથી આવેલા સ્પીકર્સ, પ્રિસાઇડિંગ ઓફિસર્સ, અન્ય પ્રતિનિધિઓ, દેવીઓ અને સજ્જનો!

મિત્રો,

સંસદીય લોકશાહીમાં તમારી ભૂમિકા સ્પીકર (અધ્યક્ષ) તરીકેની છે. રસપ્રદ વાત છે કે, સ્પીકરને વધારે બોલવા મળતું નથી. તેમનું કામ અન્યને બોલતા સાંભળવાનું અને દરેકને તક મળે તેની ખાતરી કરવાનું છે. સ્પીકર્સ વિશે એક સામાન્ય બાબત તેમની ધીરજ છે. તેઓ અવાજ કરતા અને વધુ પડતા ઉત્સાહી સભ્યોને પણ સ્મિત સાથે સંભાળે છે.

મિત્રો,

વિશેષ પ્રસંગે, હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમે અમારી સાથે છો તે બદલ અમે સન્માનિત છીએ.

મિત્રો,

જે સ્થાન પર તમે બધા બેઠા છો, તે ભારતની લોકશાહી યાત્રાનું ખૂબ મહત્વપૂર્ણ સ્થાન છે. ગુલામીના અંતિમ વર્ષોમાં જ્યારે ભારતની આઝાદી નક્કી થઈ ચૂકી હતી, તે સમયે સેન્ટ્રલ હોલમાં ભારતના બંધારણની રચના માટે બંધારણ સભાની બેઠકો થઈ હતી. ભારતની આઝાદી પછી 75 વર્ષ સુધી ઇમારત ભારતની સંસદ રહી અને હોલમાં ભારતના ભવિષ્ય સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો, અનેક ચર્ચાઓ થઈ. હવે લોકશાહીને સમર્પિત સ્થાનને ભારતેસંવિધાન સદનનામ આપ્યું છે. થોડા સમય પહેલા ભારતના બંધારણને લાગુ થયાના 75 વર્ષ થયા છે. સંવિધાન સદનમાં આપ સૌ અતિથિઓનું આવવું ભારતના લોકશાહી માટે ખૂબ વિશેષ છે.

સાથીઓ,

ચોથો અવસર છે, જ્યારે કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સ ભારતમાં થઈ રહી છે. વખતે કોન્ફરન્સનો મુખ્ય વિષયસંસદીય લોકશાહીની અસરકારક ડિલિવરી’ (Effective Delivery of Parliamentary Democracy) છે. તમે સૌ જાણો છો કે જ્યારે ભારત આઝાદ થયું, ત્યારે તે સમયગાળામાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આટલી વિવિધતામાં, ભારતમાં લોકશાહી ટકી શકશે નહીં. પરંતુ ભારતે વિવિધતાને લોકશાહીની શક્તિ બનાવી દીધી. એક સૌથી મોટી આશંકા પણ હતી કે જો ભારતમાં લોકશાહી જેવી રીતે, જેમ-તેમ ટકી પણ ગઈ, તો ભારત કોઈ પણ સંજોગોમાં વિકાસ કરી શકશે નહીં. પરંતુ ભારતે સાબિત કર્યું કે લોકશાહી સંસ્થાઓ અને લોકશાહી પ્રક્રિયાઓ, લોકશાહીની સ્થિરતા, ગતિ અને સ્કેલ (માપદંડ), ત્રણેય આપે છે.

ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે. આજે ભારતમાં UPI વિશ્વની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે. આજે ભારત વિશ્વનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ છે. આજે ભારત વિશ્વનો નંબર-2 સ્ટીલ ઉત્પાદક છે. આજે ભારતમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું એવિએશન માર્કેટ (ઉડ્ડયન બજાર) છે. આજે ભારતમાં દુનિયાનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. આજે ભારતમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું મેટ્રો રેલવે નેટવર્ક છે. આજે ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. આજે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ છે.

મિત્રો,

ભારતમાં લોકશાહીનો અર્થલાસ્ટ માઈલ ડિલિવરી’ (છેવાડાના માણસ સુધી પહોંચવું) છે. અમે એક લોક કલ્યાણની ભાવનાથી દરેક વ્યક્તિ માટે કોઈ પણ ભેદભાવ વિના કામ કરી રહ્યા છીએ. અને લોક કલ્યાણની ભાવનાને કારણે વિતેલા કેટલાક વર્ષોમાં ભારતમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ભારતમાં, લોકશાહી પરિણામ આપે છે

સાથીઓ,

ભારતમાં લોકશાહી એટલે પરિણામ આપે છે, કારણ કે અમારા દેશમાં અને ભારતમાં દેશની જનતા અમારા માટે સર્વોપરી છે. અમે તેમની આકાંક્ષાઓને, જનતા-જનાર્દનના સપનાઓને પ્રાથમિકતા બનાવી છે. તેના રસ્તામાં કોઈ અવરોધ આવે, તે માટે પ્રક્રિયા (Process) થી લઈને ટેકનોલોજી સુધી, દરેક વસ્તુનું લોકશાહીકરણ (Democratize) કર્યું છે, અને લોકશાહી ભાવના (Democratic Spirit) આપણી રગોમાં, આપણા મનમાં છે, આપણા સંસ્કારમાં છે. હું તમને એક ઉદાહરણ આપું છું, થોડા વર્ષો પહેલા, આખું વિશ્વ કોરોનાની આપત્તિ સામે ઝઝૂમી રહ્યું હતું, ભારતમાં પણ સંકટ ઓછું નહોતું, પરંતુ તે પડકારો વચ્ચે પણ ભારતે દોઢસોથી વધુ દેશોને દવાઓ અને રસી પહોંચાડી. લોકોનું હિત, લોકોની ભલાઈ અને તેમનું કલ્યાણ, આપણા સંસ્કાર છે, અને સંસ્કાર અમને અમારી લોકશાહીએ આપ્યા છે.

મિત્રો,

તમારામાંથી ઘણા ભારતને વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે જાણે છે. સાચે , આપણી લોકશાહીનો વ્યાપ અસાધારણ છે. 2024માં યોજાયેલી ભારતની સામાન્ય ચૂંટણીઓનો વિચાર કરો. તે માનવ ઇતિહાસમાં સૌથી મોટી લોકશાહી કવાયત હતી. લગભગ નવસો એંસી મિલિયન (98 કરોડ) નાગરિકો મતદાર તરીકે નોંધાયેલા હતા. સંખ્યા કેટલાક ખંડોની વસ્તી કરતા પણ મોટી છે. આઠ હજારથી વધુ ઉમેદવારો અને સાતસોથી વધુ રાજકીય પક્ષો હતા. ચૂંટણીમાં મહિલા મતદારોની પણ વિક્રમી ભાગીદારી જોવા મળી હતી.

આજે, ભારતીય મહિલાઓ માત્ર ભાગ નથી લઈ રહી, પરંતુ નેતૃત્વ પણ કરી રહી છે. ભારતના રાષ્ટ્રપતિ, આપણા પ્રથમ નાગરિક, એક મહિલા છે. દિલ્હીના મુખ્યમંત્રી, જે શહેરમાં આપણે અત્યારે છીએ, તે એક મહિલા છે. ગ્રામીણ અને સ્થાનિક સરકારી સંસ્થાઓમાં, ભારતમાં આશરે 1.5 મિલિયન (15 લાખ) ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓ છે. તેઓ પાયાના સ્તરે લગભગ 50 ટકા નેતાઓનું પ્રતિનિધિત્વ કરે છે, જે વૈશ્વિક સ્તરે અપ્રતિમ છે. ભારતીય લોકશાહી વિવિધતામાં પણ સમૃદ્ધ છે. સેંકડો ભાષાઓ બોલાય છે. વિવિધ ભાષાઓમાં નવસોથી વધુ ટેલિવિઝન ચેનલો છે. હજારો અખબારો અને સામયિકો પ્રકાશિત થાય છે. બહુ ઓછા સમાજો સ્તરે વિવિધતાનું સંચાલન કરે છે. ભારત આવી વિવિધતાની ઉજવણી કરે છે કારણ કે આપણી લોકશાહીનો પાયો મજબૂત છે. આપણી લોકશાહી ઊંડા મૂળ દ્વારા ટેકો પામેલા એક વિશાળ વૃક્ષ જેવી છે. અમારી પાસે ચર્ચા, સંવાદ અને સામૂહિક નિર્ણય લેવાની લાંબી પરંપરા છે. ભારતને લોકશાહીની જનેતા (Mother of Democracy) કહેવામાં આવે છે. આપણા પવિત્ર ગ્રંથો, વેદો, પાંચ હજાર વર્ષથી વધુ જૂના છે. તેઓ એવી સભાઓનો ઉલ્લેખ કરે છે જ્યાં લોકો પ્રશ્નોની ચર્ચા કરવા માટે મળતા હતા. ચર્ચા અને સહમતિ પછી નિર્ણયો લેવામાં આવતા હતા. આપણે ભગવાન બુદ્ધની ભૂમિ છીએ. બૌદ્ધ સંઘમાં મુક્ત અને માળખાગત ચર્ચાઓ થતી હતી. સર્વસંમતિ અથવા મતદાન દ્વારા નિર્ણયો લેવામાં આવતા હતા.

વધુમાં, ભારતીય રાજ્ય તમિલનાડુમાં 10મી સદીનો એક શિલાલેખ છે. તે એક ગ્રામસભાનું વર્ણન કરે છે જે લોકશાહી મૂલ્યો સાથે કામ કરતી હતી. જવાબદારી અને નિર્ણય લેવા માટે સ્પષ્ટ નિયમો હતા. આપણા લોકશાહી મૂલ્યોની સમય દ્વારા કસોટી કરવામાં આવી છે, વિવિધતા દ્વારા ટેકો મળ્યો છે અને પેઢી દર પેઢી મજબૂત થયા છે.

મિત્રો,

કોમનવેલ્થની કુલ વસ્તીનો લગભગ 50 ટકા હિસ્સો ભારતમાં વસે છે. અમારો પ્રયાસ રહ્યો છે કે ભારત તમામ દેશોના વિકાસમાં વધુમાં વધુ યોગદાન આપે. કોમનવેલ્થના ટકાઉ વિકાસ લક્ષ્યો (Sustainable Development Goals) માં, આરોગ્ય, આબોહવા પરિવર્તન, આર્થિક વૃદ્ધિ અને નવીનતા (Innovation) ના ક્ષેત્રમાં, અમે પૂરી જવાબદારી સાથે અમારા વચનો (Commitments) પૂરા કરી રહ્યા છીએ. ભારત આપ સૌ સાથીઓ પાસેથી શીખવાનો નિરંતર પ્રયાસ કરે છે. અને અમારો એવો પણ પ્રયાસ હોય છે કે ભારતના અનુભવો અન્ય કોમનવેલ્થ ભાગીદારોના કામ આવે.

મિત્રો,

આજે જ્યારે દુનિયા અભૂતપૂર્વ પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહી છે, ત્યારે ગ્લોબલ સાઉથ માટે પણ નવા રસ્તા બનાવવાનો સમય છે. ભારત દરેક વૈશ્વિક મંચ પર ગ્લોબલ સાઉથના હિતોને પૂરી મજબૂતીથી ઉઠાવી રહ્યું છે. પોતાની G20 અધ્યક્ષતા દરમિયાન પણ ભારતે ગ્લોબલ સાઉથની ચિંતાઓને વૈશ્વિક એજન્ડાના કેન્દ્રમાં રાખી છે. ભારતનો સતત પ્રયાસ છે કે આપણે જે પણ નવીનતા કરીએ, તેનાથી સમગ્ર ગ્લોબલ સાઉથને લાભ થાય, કોમનવેલ્થ દેશોને ફાયદો થાય. અમે ઓપન સોર્સ ટેક પ્લેટફોર્મ પણ બનાવી રહ્યા છીએ, જેથી ગ્લોબલ સાઉથના આપણા સાથી દેશો પણ પોતાના ત્યાં ભારત જેવી વ્યવસ્થાઓ વિકસિત કરી શકે.

મિત્રો,

વખતની કોન્ફરન્સનું એક મુખ્ય લક્ષ્ય પણ છે કે કેવી રીતે આપણે અલગ-અલગ રીતે સંસદીય લોકશાહીના જ્ઞાન અને સમજને (Knowledge and Understanding) પ્રોત્સાહન આપીએ. આમાં સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ બંનેની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે. કામ લોકોને દેશની લોકશાહી પ્રક્રિયામાં મોટી ભૂમિકા સાથે જોડવાનું કામ છે. ભારતની સંસદ પહેલેથી આવા કામો કરી રહી છે. સ્ટડી ટુર્સ, કસ્ટમાઇઝ્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને ઇન્ટર્નશિપના માધ્યમથી જનતાને સંસદને વધુ નજીકથી જાણવાની તક મળી છે. અમે અમારી સંસદમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ની મદદથી ચર્ચાઓ અને ગૃહની કાર્યવાહીને રિયલ ટાઈમમાં પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ કરવાનું કામ શરૂ કર્યું છે. સંસદ સાથે જોડાયેલા સંસાધનોને પણ AI ની મદદથી યુઝર ફ્રેન્ડલી (User Friendly) બનાવવાનું કામ થઈ રહ્યું છે. અને તેનાથી આપણી યુવા પેઢીને પણ સંસદને સમજવાની વધુ સારી તક મળી રહી છે.

મિત્રો,

અત્યાર સુધી મને તમારી સંસ્થા સાથે જોડાયેલા 20થી વધુ સભ્ય દેશોમાં જવાની તક મળી છે. ઘણી સંસદોને સંબોધિત કરવાનું સૌભાગ્ય પણ મળ્યું છે. જ્યાં-જ્યાં હું ગયો, મને ઘણું શીખવા મળ્યું. હું દરેક શ્રેષ્ઠ પદ્ધતિને (Best Practice) લોકસભાના અમારા અધ્યક્ષ અને રાજ્યસભાના ચેરમેન તથા ડેપ્યુટી ચેરમેન મહોદય સાથે આવીને તરત મારા અનુભવો શેર કરતો રહ્યો છું. મને વિશ્વાસ છે કે કોન્ફરન્સ શીખવા અને શીખવવાના ક્રમને વધુ સમૃદ્ધ કરશે. કામના સાથે આપ સૌને મારી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

ધન્યવાદ!

 


(रिलीज़ आईडी: 2214914) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi