પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એક લેખ શેર કર્યો જે દર્શાવે છે કે ભારત તેની મજબૂત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોમનવેલ્થ સમુદાય સાથે શેર કરવા માટે તૈયાર છે

प्रविष्टि तिथि: 15 JAN 2026 1:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક લેખ શેર કર્યો છે જે દર્શાવે છે કે ભારત તેની મજબૂત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Digital Public Infrastructure) કોમનવેલ્થ સમુદાય સાથે શેર કરવા માટે તૈયાર છે.

ભારત જ્યારે કોમનવેલ્થના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની 28મી કોન્ફરન્સ (CSPOC) ની યજમાની કરી રહ્યું છે, ત્યારે લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ 'વસુધૈવ કુટુંબકમ' - "વિશ્વ એક પરિવાર છે" ના રાષ્ટ્રના શાશ્વત આદર્શ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

લોકસભા સચિવાલયના X હેન્ડલ દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટના જવાબમાં, PMO ઇન્ડિયા હેન્ડલે જણાવ્યું હતું કે:

ભારત જ્યારે 28મી CSPOC ની યજમાની કરી રહ્યું છે, ત્યારે માનનીય @loksabhaspeaker શ્રી @ombirlakota એ વાત પર ભાર મૂકે છે કે, વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે, દેશ તેની ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોમનવેલ્થ સાથે શેર કરવા માટે તૈયાર છે.

તેઓ લખે છે કે ભારત ટેકનોલોજીને માલિકીની મિલકત તરીકે નથી જોતું, પરંતુ એક સાર્વજનિક સંપત્તિ તરીકે જુએ છે જે સમગ્ર વિશ્વમાં લોકશાહી સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવે છે.

SM/BS/GP/JD


(रिलीज़ आईडी: 2214907) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Tamil , Telugu , Kannada