કૃષિ મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે દિલ્હીમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી
કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહે બજેટ પૂર્વે કૃષિ અને ગ્રામીણ વિકાસ સાથે જોડાયેલા વિવિધ પક્ષો સાથે વિસ્તૃત સંવાદ કર્યો, પ્રાપ્ત સૂચનોનો રિપોર્ટ નાણામંત્રીને સોંપ્યો
प्रविष्टि तिथि:
12 JAN 2026 8:19PM by PIB Ahmedabad
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહે આજે દિલ્હીમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી. શ્રી ચૌહાણે તાજેતરના અઠવાડિયામાં દેશના વિવિધ રાજ્યોનો પ્રવાસ કર્યો અને રાજ્યો ઉપરાંત દિલ્હીમાં પણ પ્રગતિશીલ ખેડૂતો, કૃષિ નિષ્ણાતો, સ્વ-સહાય જૂથો, સહકારી સંસ્થાઓ તેમજ ગ્રામીણ ઉદ્યોગો અને બંને મંત્રાલયો સાથે સંબંધિત રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે વ્યાપક સંવાદ સ્થાપિત કર્યો. આ ચર્ચાઓમાંથી પ્રાપ્ત વિચારો અને સૂચનોને એક સર્વગ્રાહી કૃષિ અને ગ્રામીણ વિકાસના સૂચન તરીકે તૈયાર કરીને તેમણે નાણામંત્રીને સોંપ્યા.

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ગ્રામીણ ભારતને આત્મનિર્ભર અને સમૃદ્ધ બનાવવા માટે નિરંતર કાર્યરત છે. શ્રી ચૌહાણે કહ્યું કે પ્રધાનમંત્રીજીના કુશળ અને દૂરદર્શી નેતૃત્વમાં આગામી સામાન્ય બજેટ ખેડૂતો અને ગ્રામીણ સમાજ માટે પ્રેરણાદાયી હશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નાણાકીય વર્ષ 2026-27 નું બજેટ પ્રધાનમંત્રીજીના “સમૃદ્ધ ખેડૂત, સશક્ત ગામ”ના સંકલ્પને સાકાર કરવામાં માઇલસ્ટોન (સીમાચિહ્ન) સાબિત થશે.

SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2213949)
आगंतुक पटल : 12