સંરક્ષણ મંત્રાલય
સશસ્ત્ર દળોની ક્ષમતા વધારવા માટે DACએ 79,000 કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી આપી
प्रविष्टि तिथि:
29 DEC 2025 3:11PM by PIB Ahmedabad
રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહના અધ્યક્ષપદ હેઠળ સંરક્ષણ સંપાદન પરિષદ (DAC)એ ત્રણેય સેવાઓના વિવિધ પ્રસ્તાવો માટે કુલ આશરે રૂ. 79,000 કરોડની આવશ્યકતાની સ્વીકૃતિ (AoN) આપી છે. 29 ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલી બેઠક દરમિયાન, આર્ટિલરી રેજિમેન્ટ માટે લોઇટર મ્યુનિશન સિસ્ટમ, લો લેવલ લાઇટ વેઇટ રડાર, પિનાકા મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમ (MRLS) માટે લોન્ગ રેન્જ ગાઇડેડ રોકેટ એમ્યુનિશન અને ભારતીય સેના માટે ઇન્ટિગ્રેટેડ ડ્રોન ડિટેક્શન એન્ડ ઇન્ટરડિક્શન સિસ્ટમ Mk-II ની ખરીદી માટે AoN મંજૂર કરવામાં આવી હતી.
લોઇટર મ્યુનિશનનો ઉપયોગ વ્યૂહાત્મક લક્ષ્યો પર સચોટ પ્રહાર કરવા માટે કરવામાં આવશે, જ્યારે લો લેવલ લાઇટ વેઇટ રડાર નાના કદના, નીચી ઉડાન ભરતા માનવરહિત એરિયલ સિસ્ટમ્સને શોધી કાઢશે અને તેને ટ્રેક કરશે. લોન્ગ રેન્જ ગાઇડેડ રોકેટ્સ ઉચ્ચ મૂલ્ય ધરાવતા લક્ષ્યોને અસરકારક રીતે ભેદવા માટે પિનાકા MRLS ની રેન્જ અને ચોકસાઈમાં વધારો કરશે. ઉન્નત રેન્જ ધરાવતી ઇન્ટિગ્રેટેડ ડ્રોન ડિટેક્શન એન્ડ ઇન્ટરડિક્શન સિસ્ટમ Mk-II વ્યૂહાત્મક યુદ્ધ ક્ષેત્ર અને હિંટરલેન્ડમાં ભારતીય સેનાની મહત્વની સંપત્તિઓનું રક્ષણ કરશે.
ભારતીય નૌકાદળ માટે, બોલાર્ડ પુલ (BP) ટગ્સ, હાઈ ફ્રીક્વન્સી સોફ્ટવેર ડિફાઈન્ડ રેડિયો (HF SDR) મેનપેકની ખરીદી અને હાઈ એલ્ટિટ્યુડ લોન્ગ રેન્જ (HALE) રિમોટલી પાઈલોટેડ એરક્રાફ્ટ સિસ્ટમ (RPAS) લીઝ પર લેવા માટે AoN આપવામાં આવી હતી. BP ટગ્સનો સમાવેશ નૌકાદળના જહાજો અને સબમરીનને બર્થિંગ, અનબર્થિંગ અને સાંકડા પાણી/બંદરોમાં દાવપેચ કરવામાં મદદ કરશે. HF SDR બોર્ડિંગ અને લેન્ડિંગ કામગીરી દરમિયાન લાંબા અંતરના સુરક્ષિત સંચારમાં વધારો કરશે, જ્યારે HALE RPAS સતત ગુપ્ત માહિતી, દેખરેખ અને જાસૂસી (ISR) અને હિંદ મહાસાગર ક્ષેત્ર પર વિશ્વસનીય દરિયાઈ ક્ષેત્રની જાગૃતિ (Maritime Domain Awareness) સુનિશ્ચિત કરશે.
ભારતીય વાયુસેના માટે, ઓટોમેટિક ટેક-ઓફ લેન્ડિંગ રેકોર્ડિંગ સિસ્ટમ, એસ્ટ્રા Mk-II મિસાઈલ, ફૂલ મિશન સિમ્યુલેટર અને SPICE-1000 લોન્ગ રેન્જ ગાઈડન્સ કિટ્સ વગેરેની ખરીદી માટે AoN મંજૂર કરવામાં આવી હતી. ઓટોમેટિક ટેક-ઓફ લેન્ડિંગ રેકોર્ડિંગ સિસ્ટમનો સમાવેશ લેન્ડિંગ અને ટેક-ઓફનું હાઈ ડેફિનેશન ઓલ-વેધર ઓટોમેટિક રેકોર્ડિંગ પ્રદાન કરીને એરોસ્પેસ સુરક્ષા વાતાવરણમાં રહેલી ખામીઓને દૂર કરશે. ઉન્નત રેન્જ ધરાવતી એસ્ટ્રા Mk-II મિસાઈલો લડાયક વિમાનોની વિરોધી વિમાનોને લાંબા અંતરથી જ નષ્ટ કરવાની ક્ષમતામાં વધારો કરશે. હળવા લડાયક વિમાન (LCA) તેજસ માટે ફૂલ મિશન સિમ્યુલેટર પાઇલટની તાલીમને ખર્ચ-અસરકારક અને સુરક્ષિત રીતે સક્ષમ બનાવશે, જ્યારે SPICE-1000 ભારતીય વાયુસેનાની લાંબા અંતરની સચોટ પ્રહાર ક્ષમતામાં વધારો કરશે.
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2209486)
आगंतुक पटल : 32