શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

ડૉ. માંડવિયાએ EPFO માટેના મહત્વપૂર્ણ સુધારાઓની જાહેરાત કરી


આધુનિક, ટેક્નોલોજી આધારિત EPFO કાર્યાલયો દેશના કોઈપણ પ્રાદેશિક કચેરીમાં નાગરિકોને EPF સંબંધિત કોઈપણ સમસ્યાનું નિરાકરણ લાવવાની તક આપશે

અધિકૃત EPF સુવિધા પ્રદાતાઓ સહાયકો તરીકે કાર્ય કરશે અને સભ્યોને લાભો મેળવવામાં તેમજ સમસ્યાઓ ઉકેલવામાં માર્ગદર્શન આપશે

સુલભતાની સમસ્યાઓને કારણે નિષ્ક્રિય ખાતાઓમાં અટવાયેલા કામદારોના નાણાં પરત મેળવવા માટે મિશન-મોડ KYC ડ્રાઇવ શરૂ કરવામાં આવશે

ભારતના FTA કરારોમાં સામાજિક સુરક્ષાની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવશે, જેથી વિદેશમાં કામ કરતા ભારતીય કામદારો દેશમાં પાછા ફર્યા પછી પણ લાભો મેળવી શકે

માર્ચ 2026 સુધીમાં 100 કરોડ નાગરિકોને સામાજિક સુરક્ષાના નેટ હેઠળ લાવવામાં આવશે: ડૉ. માંડવિયા

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગુજરાતના વટવામાં EPFOનું નવનિર્મિત ભવિષ્ય નિધિ ભવનનું ઉદ્ઘાટન કર્યું

प्रविष्टि तिथि: 26 DEC 2025 7:28PM by PIB Ahmedabad

ભારત સરકારે 100 કરોડ નાગરિકો માટે સામાજિક સુરક્ષા સુધારાના ભાગરૂપે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. સુધારામાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની કામગીરી વધુ સુવ્યવસ્થિત કરવા અને નાગરિકોને સરળતાથી સેવાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સુધારાના પરિણામે જમા થયેલી રકમ પર વાર્ષિક 8.25% વ્યાજદર યથાવત રાખવામાં આવ્યો છે, જે કર્મચારીઓના હિતોનું રક્ષણ કરે છે. ઉપરાંતશ્રમ શક્તિઅનેશ્રમિક કા મંદિરજેવા અભિગમોને પ્રોત્સાહન આપવા સાથે KYC (Know Your Customer) પ્રક્રિયાનું પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. FTAs (Free Trade Agreements) અને EPF સુવિધા પ્રદાતાઓ દ્વારા પણ સામાજિક સુરક્ષાના લાભોને વધુ વ્યાપક બનાવવામાં મદદ મળી રહી છે. સુધારાઓનો ઉદ્દેશ દેશના તમામ કર્મચારીઓ માટે સુરક્ષિત અને સુવ્યવસ્થિત ભવિષ્યની ખાતરી કરવાનો છે.

કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રી તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના વટવામાં આવેલી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની પ્રાદેશિક કચેરીનું નવનિર્મિત ભવિષ્ય નિધિ ભવન ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમમાં અમદાવાદ (પશ્ચિમ)ના સંસદ સભ્ય શ્રી દિનેશ મકવાણા, અમીરાવાડી, અમદાવાદના ધારાસભ્ય ડૉ. હસમુખભાઈ પટેલ અને મણિનગર, અમદાવાદના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ, તેમજ વરિષ્ઠ અધિકારીઓ અને જાહેર પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ તેમના સંબોધનમાં ભાર મૂક્યો હતો કે નવી ઇમારત માત્ર એક ભૌતિક માળખું નથી, પરંતુ તેઆસ્થાનું કેન્દ્રછે, વિશ્વાસનું પ્રતીક છે. રાષ્ટ્ર નિર્માણમાં EPFOની ભૂમિકા પર પ્રકાશ પાડતા તેમણે કરોડો કામદારોની મહેનતથી કમાયેલી બચતના રક્ષણમાં સંસ્થાના યોગદાનની નોંધ લીધી. તેમણે જણાવ્યું હતું કે, “EPFO આજે ₹28 લાખ કરોડના ભંડોળનો ભંડાર ધરાવે છે અને 8.25% વાર્ષિક વ્યાજ આપે છે. જો કામદારોના પૈસા EPFO સાથે હોય, તો તે ભારત સરકારની ખાતરી સાથે આવે છે.” નવી ઓફિસનેશ્રમિકનું મંદિરગણાવીને તેમણે કહ્યું હતું કે, “ફક્ત આપણે અખંડિતતા અને મૂલ્યોને વળગી રહીને કામ કરીશું, ત્યારે આપણે ખરેખર આપણા રાષ્ટ્રની શ્રમશક્તિને સન્માનિત કરી શકીશું.”

કાર્યક્રમ દરમિયાન, કેન્દ્રીય મંત્રીએ દેશભરમાં EPFO સેવાઓને મજબૂત કરવા માટેના એક શ્રેણીના મહત્વપૂર્ણ સુધારાઓની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે આગામી તેમજ અમુક વર્તમાન EPFO કાર્યાલયોને આધુનિક, ટેક્નોલોજી-સંચાલિત, પાસપોર્ટ સેવા કેન્દ્ર જેવા સિંગલ વિન્ડો સેવા કેન્દ્રોમાં પુનઃવિકસાવવામાં આવી રહ્યા છે, જેનાથી નાગરિકો દેશના કોઈપણ પ્રાદેશિક કાર્યાલયમાં EPF સંબંધિત કોઈપણ મુદ્દાનું નિરાકરણ લાવી શકશે. ડૉ. માંડવિયાએ ઉમેર્યું કે દિલ્હીમાં પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને ભવિષ્યમાં લાભાર્થીઓ કોઈપણ પ્રાદેશિક કાર્યાલયમાં પોતાની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકશે, અને અગાઉ જે કાર્યાલય સાથે સંકળાયેલા હતા ત્યાં જવાની જરૂર રહેશે નહીં.

ડૉ. માંડવિયાએ વધુમાં જણાવ્યું કે કામદારો માટે, ખાસ કરીને પહેલીવાર સિસ્ટમનો ઉપયોગ કરનારાઓ અને ડિજિટલ સિસ્ટમથી અપરિચિત લોકો માટે સુવિધા વધારવા સરકાર ટૂંક સમયમાં EPF સુવિધા પ્રદાતાઓની વ્યવસ્થા શરૂ કરશે. સુવિધા પ્રદાતાઓ સભ્યોને લાભો મેળવવામાં અને તેમની સમસ્યાઓનું સમાધાન કરવામાં અધિકૃત હશે, અને રીતે તેઓ નાગરિકો અને EPFO વચ્ચે પુલનું કાર્ય કરશે.

નોંધ લેવામાં આવી કે મોટી સંખ્યામાં કામદારોના નાણાં નિષ્ક્રિય ખાતાઓમાં અટવાયેલાં છે, ત્યારે ડૉ. માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું કે EPFO હવે આવા ખાતાઓ માટે મિશન મોડમાં KYCની ચકાસણી કરશે, અને સાથે એક સમર્પિત ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરશે જેનાથી દાવા સરળતાથી નોંધાવી શકાય અને કાયદેસર હકદારને મુશ્કેલી વગર સમાધાન મળી શકે. વધુમાં તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં ભારતની મુક્ત વેપાર સંધિઓમાં (FTAs) સામાજિક સુરક્ષાની જોગવાઈઓ ઉમેરવામાં આવશે, જેથી વિદેશમાં કામ કરતા ભારતીય શ્રમિકો તેમની PFની રકમ જાળવી શકે અને ભારત પાછા ફર્યા પછી પણ લાભ મેળવી શકે, જે ભારત-યુકે FTAના કિસ્સામાં જોવા મળ્યું છે.

ડૉ. માંડવિયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે સામાજિક સુરક્ષામાં ક્રાંતિકારી વિસ્તરણ જોયું છે. તેમણે કહ્યું, “વર્ષ 2014 પહેલાં આઇ.એલ..ના જણાવ્યા અનુસાર ભારતમાં માત્ર 19% લોકો પાસે સામાજિક સુરક્ષા કવરેજ હતું. આજે આંકડો વધીને 64% થયો છે, અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા (આઇ.એલ..) તેમજ આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન (આઇ.એસ.એસ..) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભારતની પ્રગતિની પ્રશંસા કરી છે. આજે 94 કરોડ લોકો સામાજિક સુરક્ષા હેઠળ સુરક્ષિત છે, જે ભારતને ચીન પછી વિશ્વમાં બીજા ક્રમાંક પર લાવે છે. તેમણે પણ જણાવ્યું કે માર્ચ 2026 સુધીમાં ભારત 100 કરોડ નાગરિકો માટે સામાજિક સુરક્ષા કવરેજ સુનિશ્ચિત કરશે.” તેમણે ઉમેર્યું કે વિસ્તરણ દરેક કામદારને સુરક્ષિત અને સન્માનજનક જીવન આપવાની સરકારની મક્કમ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ડૉ. માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોવિડ પછી વૈશ્વિક અર્થતંત્ર હજુ પણ પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારત 8.25%ના પોસ્ટ-પેન્ડેમિક આર્થિક વિકાસ દર સાથે સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. તેમણે કહ્યું કે, “જ્યારે અર્થતંત્ર વધે છે, ત્યારે આવક, વપરાશ અને ઉત્પાદનમાં વધારો થાય છે, જેના પરિણામે રોજગારીની તકોનું સર્જન થાય છે. ભારતમાં આજે બેરોજગારી દર માત્ર 3.2% છે, જે ઘણા દેશો કરતાં ઘણો ઓછો છે.” સુધારાઓ વિશે વાત કરતાં તેમણે ઉમેર્યું કે EPFO સતત સરળ અને ટેક્નોલોજી આધારિત પ્રક્રિયાઓ સાથે આગળ વધી રહ્યું છે: 5 લાખ રૂપિયા સુધીની ચૂકવણી હવે આપોઆપ થઈ જાય છે, EPF બેલેન્સના 75% સુધીની ઉપાડ સરળતાથી થઈ શકે છે, ખાતા ટ્રાન્સફરની પ્રક્રિયા સુવ્યવસ્થિત કરવામાં આવી છે અને EPF સંબંધિત સમસ્યાઓ હવે દેશમાં કોઈપણ EPFO પ્રાદેશિક કચેરીમાં સભ્યના ઘરના સ્થાનને ધ્યાનમાં લીધા વિના ઉકેલી શકાય છે.

કાર્યક્રમ દરમિયાન, કેન્દ્રીય મંત્રીએ પ્રધાન મંત્રી વિકાસ ભારત રોજગાર યોજના (પીએમવીબીઆરવાય) હેઠળ રોજગાર સર્જનમાં નોંધપાત્ર યોગદાન આપતી કેટલીક સંસ્થાઓને સન્માનિત કર્યા હતા. પહેલ, જેની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષના સ્વતંત્રતા દિવસના પ્રવચનમાં કરી હતી, તે આગામી બે વર્ષમાં દેશમાં . કરોડ નોકરીઓનું સર્જન કરવા પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ ધરાવે છે.
 

વટવા સ્થિત કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પ્રાદેશિક કાર્યાલય, 1952ના કર્મચારી ભવિષ્ય નિધિ અને અન્ય જોગવાઈઓ અધિનિયમ હેઠળ આવરી લેવામાં આવતા ગુજરાત રાજ્યના અમદાવાદ (ભાગાત્મક), આણંદ, ખેડા, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાઓ સહિતના સ્થાપનો અને કર્મચારીઓને સેવાઓ પૂરી પાડે છે. ડિસેમ્બર 2025 સુધીમાં કાર્યાલયમાં 7,013 યોગદાન આપતા સ્થાપનો, 3,97,676 યોગદાન આપતા સભ્યો અને લગભગ 21,000 પેન્શનરોનો સમાવેશ થાય છે.

નવનિર્મિત ભાવિષ્ય નિધિ ભવન આશરે ₹10.12 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યું છે, જેનું કુલ બાંધકામ ક્ષેત્રફળ 1,723.46 ચોરસ મીટર છે. સબસ્ક્રાઇબર્સ, પેન્શનર્સ, દિવ્યાંગો અને સંસ્થાના કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઇમારતમાં સૌર ઊર્જા પ્લાન્ટ, વરસાદી પાણી સંગ્રહ સિસ્ટમ, કેન્દ્રીય એર કન્ડીશનીંગ, પાવર બેક-અપ જનરેટર અને ભૂગર્ભ પાર્કિંગ જેવી આધુનિક અને ઇકો-ફ્રેન્ડલી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 (NH-48), રબારી કોલોની મેટ્રો સ્ટેશન અને બીઆરટીએસ સીટીએમ બસ સ્ટોપની નજીક વ્યૂહાત્મક રીતે સ્થિત નવી સુવિધા તમામ હિતધારકો માટે સુલભતામાં વધારો, સરળ જોડાણ અને વધુ કાર્યક્ષમ, નાગરિક-કેન્દ્રિત સેવાઓ પૂરી પાડતું વાતાવરણ બનાવશે એવી અપેક્ષા રાખવામાં આવે છે.

SM/DK/GP/JD


(रिलीज़ आईडी: 2208994) आगंतुक पटल : 28
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी