શ્રમ અને રોજગાર મંત્રાલય
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 26 ડિસેમ્બરના રોજ ગુજરાતના વટવા ખાતે ઈપીએફઓ (EPFO) પ્રાદેશિક કચેરી, 'ભવિષ્ય નિધિ ભવન'નું ઉદ્ઘાટન કરશે
प्रविष्टि तिथि:
24 DEC 2025 4:33PM by PIB Ahmedabad
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, 26 ડિસેમ્બર 2025ના રોજ જનપ્રતિનિધિઓ અને વરિષ્ઠ અધિકારીઓની ગરિમામય ઉપસ્થિતિમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO), પ્રાદેશિક કચેરી, વટવા, અમદાવાદ, ગુજરાતના નવનિર્મિત 'ભવિષ્ય નિધિ ભવન' નું ઉદ્ઘાટન કરશે.
વર્તમાન સમયમાં EPFO પ્રાદેશિક કચેરી, વટવા, અમદાવાદ, ગુજરાતના છ જિલ્લાઓ એટલે કે અમદાવાદ (આંશિક), આણંદ, ખેડા, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં 'કર્મચારી ભવિષ્ય નિધિ અને પ્રકીર્ણ જોગવાઈ અધિનિયમ, 1952' હેઠળ આવરી લેવામાં આવેલી સંસ્થાઓ અને કર્મચારીઓની જરૂરિયાતો પૂરી કરે છે. ડિસેમ્બર 2025 સુધીમાં, આ કચેરીના કાર્યક્ષેત્રમાં 7,013 ફાળો આપતી સંસ્થાઓ, 3,97,676 ફાળો આપનારા સભ્યો અને લગભગ 21,000 પેન્શનરો છે.
નવનિર્મિત ભવિષ્ય નિધિ ભવન આશરે ₹10.12 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે, જેનું કુલ બિલ્ટ-અપ ક્ષેત્રફળ 1,723.46 ચોરસ મીટર છે. આ બિલ્ડિંગમાં સભ્યો, પેન્શનરો, દિવ્યાંગ વ્યક્તિઓ અને સંસ્થાના કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અદ્યતન અને પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ જેવી કે સોલાર પાવર પ્લાન્ટ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સેન્ટ્રલાઈઝ્ડ એર-કંડિશનિંગ, પાવર બેક-અપ જનરેટર અને અંડરગ્રાઉન્ડ પાર્કિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નેશનલ હાઈવે-48 (NH-48), રબારી કોલોની મેટ્રો સ્ટેશન અને BRTS સીટીએમ (CTM) બસ સ્ટોપની નજીક વ્યૂહાત્મક રીતે સ્થિત આ નવી સુવિધાથી તમામ હિતધારકો માટે વધુ સારી સુલભતા, સીમલેસ કનેક્ટિવિટી અને વધુ કાર્યક્ષમ, નાગરિક-કેન્દ્રીય સેવા વિતરણ વાતાવરણ પૂરું પાડવાની અપેક્ષા છે.
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2208164)
आगंतुक पटल : 17