કાપડ મંત્રાલય
azadi ka amrit mahotsav

NIFT એ વિવિધ શ્રેણીઓમાં 2026-27 બેચ માટે પ્રવેશ પરીક્ષા માટે અરજી ફી ઘટાડી

प्रविष्टि तिथि: 19 DEC 2025 10:01AM by PIB Ahmedabad

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) એ ફેશન ડિઝાઇન, મેનેજમેન્ટ અને ટેકનોલોજીના વિવિધ UG અને PG અભ્યાસક્રમોમાં 2026-27 બેચ માટે પ્રવેશ પરીક્ષા માટે તેની પ્રક્રિયા શરૂ કરી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 જાન્યુઆરી 2026 છે (7 થી 10 જાન્યુઆરી 2026 સુધી લેટ ફી સાથે) અને પરીક્ષા તારીખ 8 ફેબ્રુઆરી 2026 છે. CBT અને પેન-પેપર આધારિત ઓલ ઈન્ડિયા પ્રવેશ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા દેશભરના 100 થી વધુ શહેરોમાં લેવામાં આવશે.

2026-27 બેચ માટે, ઓપન, ઓબીસી (એનસીએલ) અને ઓપન-ઇડબ્લ્યુએસ શ્રેણીના ઉમેદવારો માટે ફી રૂ. 3,000 /- થી ઘટાડીને રૂ. 2,000/- અને એસસી, એસટી અને દિવ્યાંગ ઉમેદવારો માટે રૂ. 1,500/- થી ઘટાડીને રૂ. 500/- કરવામાં આવી છે.

SM/GP/BS

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2206366) आगंतुक पटल : 26
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , English