રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય રેલવે દેશભરના 6,117 સ્ટેશનો પર મફત વાઇ-ફાઇ પ્રદાન કરે છે


સુરક્ષિત અને સલામત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે 1,731 સ્ટેશનો અને 11,953 કોચમાં CCTV સર્વેલન્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું

નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉન્નત સુરક્ષા માટે 250 CCTV કેમેરાથી સજ્જ

प्रविष्टि तिथि: 17 DEC 2025 3:52PM by PIB Ahmedabad

ભારતીય રેલવેના 6117 રેલવે સ્ટેશનો પર મફત વાઇ-ફાઇ સેવાઓ પૂરી પાડવામાં આવી છે. રેલવે સ્ટેશનો પરની આ વાઇ-ફાઇ સેવાઓ પર રેલવે મંત્રાલય દ્વારા કોઈ અલગ ભંડોળ મંજૂર કરવામાં આવ્યું નથી.

OTP માટે ઉપયોગમાં લેવાતા મોબાઈલ નંબર સિવાય રેલવે સ્ટેશનો પર પૂરી પાડવામાં આવતી વાઇ-ફાઇ સેવાનો ઉપયોગ કરવા માટે કોઈ વ્યક્તિગત માહિતી પૂછવામાં આવતી નથી. જ્યારે પણ સ્ટેશનો પર વાઇ-ફાઇ સુવિધાના કામકાજ અંગે કોઈ સમસ્યા હોય ત્યારે રેલવે પ્રશાસન દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે છે.

સ્ટેશનો અને કોચમાં CCTV કેમેરા લગાવવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. અત્યાર સુધીમાં, રેલવે મુસાફરોની સુરક્ષિત અને સલામત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે 1731 સ્ટેશનો અને 11,953 કોચમાં CCTV સર્વેલન્સ સિસ્ટમ પૂરી પાડવામાં આવી છે. CCTV સર્વેલન્સ સિસ્ટમ મૂડી ખર્ચ (Capital Expenditure) હેઠળ પૂરી પાડવામાં આવે છે અને ખર્ચવામાં આવે છે.

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પ્રવેશ/નિકાસ પોઈન્ટ, ફૂટ ઓવર બ્રિજ, પ્લેટફોર્મ વગેરે જેવા બહારના વિસ્તારો અને વેઈટિંગ હોલ, ટિકિટ કાઉન્ટર વગેરે જેવા અંદરના વિસ્તારોને આવરી લેવા માટે CCTV પહેલેથી જ લગાવવામાં આવ્યા હતા. જોકે, 15 ફેબ્રુઆરી, 2025 પછી નવી દિલ્હી સ્ટેશન પરિસરમાં કેટલાક નવા વિસ્તારો વિકસાવવામાં આવ્યા હતા અને તે મુજબ આ વિસ્તારોને આવરી લેવા માટે વધારાના CCTV પૂરા પાડવામાં આવ્યા છે. હાલમાં, નવી દિલ્હી રેલવે સ્ટેશન પર 250 નંગ CCTV પૂરા પાડવામાં આવ્યા છે.

આ માહિતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આજે લોકસભામાં પ્રશ્નોના લેખિત જવાબમાં આપવામાં આવી હતી.

SM/BS/GP/JD


(रिलीज़ आईडी: 2205621) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Kannada