રેલવે મંત્રાલય
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય અને એમેઝોન વચ્ચે જ્ઞાન વહેંચણી, સંયુક્ત અભ્યાસક્રમ વિકાસ અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર
વેરહાઉસિંગ સેક્ટરમાં ડેટા આધારિત સંશોધનને પ્રોત્સાહન આપવા માટે MoU હેઠળ GSV ખાતે એમેઝોન ચેર પ્રોફેસરશિપની સ્થાપના કરાશે
प्रविष्टि तिथि:
10 DEC 2025 5:49PM by PIB Ahmedabad
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV), જે ભારતમાં પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટેની અગ્રણી યુનિવર્સિટી છે, અને વિશ્વની અગ્રણી ઈ-કોમર્સ કંપની એમેઝોન વચ્ચે એક સમજૂતી કરાર (Memorandum of Understanding - MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્ya છે. આ MoU જ્ઞાનની વહેંચણી, શૈક્ષણિક અભ્યાસક્રમનો સંયુક્ત વિકાસ અને સંયુક્ત સંશોધન પ્રવૃત્તિઓને સક્ષમ બનાવશે. MoUના સૌથી મહત્વપૂર્ણ પાસાઓમાંથી એક છે GSV ખાતે એમેઝોન ચેર પ્રોફેસરશિપની સ્થાપના કરવી અને ડેટા આધારિત નિર્ણય લેવાની ફ્રેમવર્કનો લાભ લઈને વેરહાઉસિંગ સેક્ટરમાં સંશોધન કરવું.

પ્રો. મનોજ ચૌધરી, કુલપતિ, ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયે, જણાવ્યું હતું કે યુનિવર્સિટી આ ક્ષેત્રને સમર્પિત દેશની એકમાત્ર યુનિવર્સિટી હોવાને કારણે, સઘન સંશોધન અને વિશેષ પ્રતિભા વિકાસ દ્વારા ભારતના લોજિસ્ટિક્સ ક્ષેત્રના ભવિષ્યને આકાર આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે લોજિસ્ટિક્સ અગ્રણી એમેઝોન ઇન્ડિયા સાથેનો સહયોગ મૂલ્યવાન ઉદ્યોગ આંતરદૃષ્ટિ લાવશે, જે સહ-કાર્યકારી પ્રોજેક્ટ્સ દ્વારા લોજિસ્ટિક્સ અને પરિવહન ક્ષેત્રે માહિતગાર આયોજન, ડિઝાઇન અને નવીનતાને સમર્થન આપશે.
GSV ની સ્થાપના 2022 માં સંસદના અધિનિયમ દ્વારા કેન્દ્રીય યુનિવર્સિટી તરીકે કરવામાં આવી હતી. રેલવે મંત્રાલય (ભારત સરકાર) હેઠળ કાર્યરત આ યુનિવર્સિટી રેલવે, હાઇવે, પોર્ટ્સ, ઉડ્ડયન, મેરીટાઇમ, શિપિંગ, આંતરદેશીય જળમાર્ગો, શહેરી પરિવહન અને સંપૂર્ણ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન નેટવર્ક્સ સહિત સમગ્ર પરિવહન ક્ષેત્રને આવરી લે છે. આ યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે શ્રી અશ્વિની વૈષ્ણવ (કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી) છે.
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2201953)
आगंतुक पटल : 14