ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે છત્તીસગઢના રાયપુરમાં ત્રણ દિવસીય 60મી DGP/IGP કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં DGsP/IGsP કોન્ફરન્સ સમસ્યાઓના સમાધાન, પડકારો અને વ્યૂહરચનાઓથી લઈને નીતિ નિર્ધારણ સુધી, દેશની આંતરિક સુરક્ષાના સમાધાનનું ફોરમ બનીને ઉભરી છે

આગામી DGsP/IGsP કોન્ફરન્સ પહેલા દેશ નક્સલવાદની સમસ્યાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે

અમે છેલ્લા 7 વર્ષોમાં 586 ફોર્ટિફાઇડ પોલીસ સ્ટેશનો બનાવીને સુરક્ષા ઘેરાને મજબૂત બનાવ્યો છે, આ જ પરિણામ છે કે 2014માં નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા જે 126 હતી, તે ઘટીને 11 રહી ગઈ છે

છેલ્લા 40 વર્ષથી દેશ માટે નાસૂર બનેલા 3 હોટસ્પોટ – નક્સલવાદ, નોર્થ-ઈસ્ટ અને જમ્મુ-કાશ્મીર – ની સમસ્યાના નિરાકરણ માટે મોદી સરકારે સ્થાયી સમાધાન આપ્યું છે, જલદી જ આ દેશના બાકીના હિસ્સાઓ જેવા બની જશે

અમે NIA, UAPA કાયદાઓને સુદૃઢ બનાવવા, ત્રણ નવા ફોજદારી કાયદા, નાર્કોટિક્સ અને ભાગેડુઓ માટે મજબૂત કાયદા બનાવ્યા છે

ત્રણેય નવા ફોજદારી કાયદાઓ સંપૂર્ણપણે લાગુ થયા પછી ભારતની પોલીસિંગ વિશ્વમાં સૌથી આધુનિક હશે

અમે PFI પર પ્રતિબંધ લગાવીને દેશભરમાં તેમના ઠેકાણાઓ પર દરોડા પાડીને ધરપકડો કરી, જે કેન્દ્ર-રાજ્યના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ બની

ઇન્ટેલિજન્સની એક્યુરેસી (Accuracy), ઓબ્જેક્ટિવની ક્લેરિટી (Clarity) અને એક્શનની સિનર્જી (Synergy) – આ ત્રણ મુદ્દાઓ પર કામ કરીને અમે કટ્ટરતા, ઉગ્રવાદ અને નાર્કોટિક્સ પર કડક પ્રહાર કરી રહ્યા છીએ

આપણે નાર્કોટિક્સ અને સંગઠિત અપરાધ (organised crime) પર 360 ડિગ્રી પ્રહાર કરીને એવી વ્યવસ્થા બનાવવાની છે કે આ દેશમાં નાર્કો વેપારીઓ અને અપરાધીઓને એક ઇંચ પણ જમીન ન મળી શકે

હવે સમય આવી ગયો છે કે રાજ્યોની પોલીસ NCB સાથે મળીને નાર્કોટિક્સના રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરના ગુંડાઓ પર કડક પ્રહાર કરીને તેમના આકાઓને જેલમાં નાખે

प्रविष्टि तिथि: 28 NOV 2025 9:27PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે છત્તીસગઢના રાયપુરમાં ત્રણ દિવસીય 60મી DGsP/IGsP કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું.

પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં DGP/IGP કોન્ફરન્સ સમસ્યાઓના સમાધાન, પડકારો અને વ્યૂહરચનાઓથી લઈને નીતિ નિર્ધારણ સુધી, દેશની આંતરિક સુરક્ષાના સમાધાનનું ફોરમ બનીને ઉભરી છે.

ગૃહ મંત્રીએ નક્સલવાદના સંપૂર્ણ વિનાશ સામે ઉઠાવેલા મોદી સરકારના કાર્યવાહીના મુદ્દાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે કેન્દ્ર સરકારે છેલ્લા 7 વર્ષોમાં 586 ફોર્ટિફાઇડ પોલીસ સ્ટેશનો બનાવીને સુરક્ષા ઘેરાને મજબૂત બનાવ્યો છે અને પરિણામ છે કે 2014માં નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 126 હતી જે આજે ઘટીને માત્ર 11 રહી ગઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી DGsP/IGsP કોન્ફરન્સ પહેલા દેશ નક્સલવાદની સમસ્યાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે.

શ્રી અમિત શાહે કહ્યું કે છેલ્લા 40 વર્ષથી દેશ નક્સલવાદની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. તેમણે કહ્યું કે દેશ માટે નાસૂર બનેલા 3 હોટસ્પોટ - નક્સલવાદ, નોર્થ-ઈસ્ટ અને જમ્મુ-કાશ્મીર - ની સમસ્યાના નિરાકરણ માટે મોદી સરકારે સ્થાયી સમાધાન આપ્યું છે અને જલદી દેશના બાકીના હિસ્સાઓ જેવા બની જશે. ગૃહ મંત્રીએ મોદી સરકારની ઉપલબ્ધિઓને રેખાંકિત કરતા કહ્યું કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) કાયદાઓને સુદૃઢ બનાવવામાં આવ્યા, ત્રણ નવા ફોજદારી કાયદાઓની સાથે નાર્કોટિક્સ અને ભાગેડુઓ માટે મજબૂત કાયદા બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ત્રણેય નવા ફોજદારી કાયદાઓ સંપૂર્ણપણે લાગુ થયા પછી ભારતની પોલીસિંગ વિશ્વમાં સૌથી આધુનિક બની જશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ આતંકવાદ અને ઉગ્રવાદ પર મોદી સરકારની કાર્યવાહીનો ઉલ્લેખ કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) પર પ્રતિબંધ લગાવ્યા પછી દેશભરમાં તેના ઠેકાણાઓ પર દરોડા પાડીને ધરપકડો કરવામાં આવી, જે કેન્દ્ર-રાજ્યના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે સુરક્ષા દળો અને પોલીસ દ્વારા ઇન્ટેલિજન્સની એક્યુરેસી, ઓબ્જેક્ટિવની ક્લેરિટી અને એક્શનની સિનર્જીના ત્રણ મુદ્દાઓ પર કામ કરીને કટ્ટરતા, ઉગ્રવાદ અને નાર્કોટિક્સ પર સખત પ્રહાર કરવામાં આવી રહ્યો છે.

ગૃહ મંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે આપણે નાર્કોટિક્સ અને સંગઠિત અપરાધ પર 360 ડિગ્રી પ્રહાર કરીને એવી વ્યવસ્થા બનાવવાની છે જેનાથી દેશમાં નાર્કો વેપારીઓ અને અપરાધીઓને એક ઇંચ જમીન પણ મળી શકે. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે રાજ્યોની પોલીસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સાથે મળીને નાર્કોટિક્સના રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરના ગુનેગારો પર આકરા પ્રહાર કરીને તેમના આકાઓને જેલમાં નાખે.

SM/DK/GP/JD


(रिलीज़ आईडी: 2196156) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi , हिन्दी