રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
ગુજરાતના થરાદ જિલ્લામાં અપહરણ બાદ એક દિવ્યાંગ RTI કાર્યકર્તાનો મૃતદેહ મળી આવ્યાના અહેવાલ પર NHRC, ભારતે સ્વતઃ નોંધ લીધી
રાજ્યના DGPને નોટિસ જારી કરીને બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગ્યો
प्रविष्टि तिथि:
22 OCT 2025 6:33PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)એ એક મીડિયા અહેવાલ પર સ્વતઃ નોંધ લીધી છે કે 12 ઓક્ટોબર, 2025ના રોજ ગુજરાતના થરાદ જિલ્લામાં એક દિવ્યાંગ RTI કાર્યકર્તાનો તેમના નિવાસસ્થાન નજીકના વિસ્તારમાંથી અજાણ્યા વ્યક્તિઓ દ્વારા અપહરણ બાદ નહેરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. અહેવાલ મુજબ, 14 ઓક્ટોબર, 2025ના રોજ પીડિતનો મૃતદેહ નહેરમાં મળી આવ્યો હતો.
આયોગે અવલોકન કર્યું છે કે સમાચાર અહેવાલની સામગ્રી, જો સાચી હોય, તો પીડિતના માનવ અધિકારોના ઉલ્લંઘનનો ગંભીર મુદ્દો ઉઠાવે છે. તેથી, તેણે ગુજરાતના પોલીસ મહાનિર્દેશકને નોટિસ ફટકારી છે, જેમાં બે અઠવાડિયામાં આ બાબતનો વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે.
15 ઓક્ટોબર, 2025ના રોજ પ્રસારિત થયેલા મીડિયા અહેવાલ મુજબ, પીડિતએ જાહેર-ખાનગી ભાગીદારી યોજના હેઠળ ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પ્રોજેક્ટમાં સ્થાનિક બિલ્ડરો દ્વારા કથિત બનાવટી લાભાર્થી દસ્તાવેજો અને અન્ય અનિયમિતતાઓ અંગે અધિકારીઓ સમક્ષ ફરિયાદો નોંધાવી હતી.
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2181637)
आगंतुक पटल : 63