યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

ડૉ. મનસુખ માંડવિયાએ માય ભારત મુખ્યાલય ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી


પૂરગ્રસ્ત પંજાબ અને હિમાચલ પ્રદેશમાં રાહત કામગીરી માટે 1,000 થી વધુ 'માય ભારત આપદા મિત્ર' એકત્ર કરવામાં આવશે

માય ભારત રાષ્ટ્ર નિર્માણ માટે યુવાનોને વ્યાપક સ્તરે એકત્ર કરવા સક્ષમ બનાવે છે: ડૉ. માંડવિયા

Posted On: 05 SEP 2025 5:45PM by PIB Ahmedabad

યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ આજે ​​નવી દિલ્હીમાં માય ભારત મુખ્યાલય ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન, એવો નિર્ણય લેવામાં આવ્યો કે 1,000થી વધુ NDMA પ્રશિક્ષિત 'માય ભારત આપદા મિત્ર' ને પૂરગ્રસ્ત રાજ્યો પંજાબ અને હિમાચલ પ્રદેશમાં રાહત અને બચાવ કામગીરીમાં સક્રિય રીતે મદદ કરવા માટે એકત્ર કરવામાં આવશે.

આ યુવા સ્વયંસેવકો કુદરતી આફતને કારણે લગભગ દુર્ગમ બની ગયેલા દૂરના ગામડાઓ સુધી પુરવઠો અને આવશ્યક સેવાઓ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સાથે આવશે, ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું. આ યુવાનો દ્વારા આપવામાં આવતી સહાય એ વાતનો પુરાવો છે કે માય ભારતે રાષ્ટ્ર નિર્માણ માટે યુવાનોને વ્યાપક સ્તરે એકત્ર કરવામાં કેવી રીતે સક્ષમ બનાવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં નિર્દેશ આપ્યો કે માય ભારત સ્વયંસેવકો, જિલ્લા યુવા અધિકારીઓ સાથે, અસરગ્રસ્ત સમુદાયોને સમયસર અને અસરકારક રાહત પૂરી પાડવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે ગાઢ સંકલનમાં કામ કરે.

માય ભારત વિશે:

2023માં શરૂ થયેલ, મેરા યુવા ભારત (MY BHARAT) એક અગ્રણી રાષ્ટ્રવ્યાપી ફિજિટલ (Phygital) પ્લેટફોર્મ છે. જે સ્વયંસેવકતા, અનુભવાત્મક શિક્ષણ અને નેતૃત્વની તકો દ્વારા યુવાનોને જોડવા, એકત્ર કરવા અને સશક્ત બનાવવા માટે રચાયેલ છે. 1.7 કરોડથી વધુ યુવાનો પહેલાથી જ પ્લેટફોર્મ પર નોંધણી કરાવી ચૂક્યા છે. જે માર્ગ સલામતી, મતદાતા જાગૃતિ, પર્યાવરણીય ટકાઉપણું અને રાષ્ટ્ર નિર્માણના અન્ય મુખ્ય ક્ષેત્રો પર રાષ્ટ્રીય ઝુંબેશમાં સક્રિયપણે યોગદાન આપી રહ્યા છે.

SM/IJ/GP/JD


(Release ID: 2164269) Visitor Counter : 2