કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ આવતીકાલે પંજાબના પૂરગ્રસ્ત ખેડૂતોને મળશે


પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ, તેઓ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરશે

કેન્દ્રીય કૃષિ મંત્રીએ આજે પંજાબના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે ફોન પર પૂરની પરિસ્થિતિ અંગે વાત કરી

કેન્દ્ર સરકાર આ સંકટની ઘડીમાં પંજાબની સાથે રહેશે, શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવશે - શ્રી ચૌહાણ

Posted On: 03 SEP 2025 4:09PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ આવતીકાલે પંજાબની મુલાકાત લેશે. જેથી પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરમાં ડૂબી ગયેલા જિલ્લાઓની પરિસ્થિતિ જાણી શકાય. આ સંદર્ભમાં, આજે તેમણે ફોન પર પંજાબના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે પણ વિગતવાર ચર્ચા કરી હતી.

કેન્દ્રીય મંત્રી આવતીકાલે સવારે અમૃતસર પહોંચશે અને ત્યાંથી સીધા પૂરગ્રસ્ત ખેડૂત ભાઈ-બહેનોને મળવા જશે. ખેડૂતોને મળ્યા બાદ, શ્રી શિવરાજ સિંહ ચૌહાણ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરશે. જેમાં વર્તમાન પરિસ્થિતિ અને ખેડૂતોને મદદ કરવાના પગલાં અંગે વિગતવાર ચર્ચા થશે.

નોંધનીય છે કે ગત સોમવારે પણ કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી ચૌહાણે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને પંજાબના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ અને પાકના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વ્યક્તિગત રીતે પંજાબની મુલાકાત લેશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે પંજાબના ખેડૂત ભાઈ-બહેનોએ ચિંતા ન કરવી જોઈએ, આ મુશ્કેલ સમયમાં કેન્દ્ર સરકાર તેમની સાથે ઉભી છે.

SM/IJ/GP/JD


(Release ID: 2163340) Visitor Counter : 2
Read this release in: English , Urdu , Hindi , Punjabi