સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

INS તમાલે ગ્રીસના સઉદા ખાડી પોર્ટની મુલાકાત પૂર્ણ કરી

Posted On: 23 AUG 2025 1:24PM by PIB Ahmedabad

ભારતીય નૌકાદળનું નવીનતમ સ્ટીલ્થ ફ્રિગેટ, INS તમાલ ભારતમાં તેના હોમ બેઝ તરફ જતી વખતે 19-22 ઓગસ્ટ 2025 દરમિયાન ગ્રીસના સઉદા ખાડી ખાતે રોકાણ કર્યું હતું. આ બંદર મુલાકાત દરમિયાન, જહાજના ક્રૂએ હેલેનિક નેવી અને નાટો અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં 19 ઓગસ્ટ 2025ના રોજ કમાન્ડિંગ ઓફિસર દ્વારા સઉદા ખાડી નેવલ બેઝના બેઝ કમાન્ડર કોમોડોર ડાયોનિસિયોસ મન્ટાડાકિસ, નાટો મેરીટાઇમ ઇન્ટરડિક્શન ઓપરેશનલ ટ્રેનિંગ સેન્ટર (NMIOTC)ના ચીફ કેપ્ટન કુપલાકિસ ઇલિયાસ અને યુએસ નેવીના નેવલ સપોર્ટ એક્ટિવિટીના કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન સ્ટીફન સ્ટેસી સાથે મુલાકાત કરી હતી. બેઠકો દરમિયાન ચર્ચાઓ ઓપરેશનલ બાબતો અને દરિયાઈ સહયોગ પર કેન્દ્રિત હતી. INS તમાલના ક્રૂ માટે સઉદા ખાડી ખાતે ઇટાલિયન નૌકાદળના લેન્ડિંગ હેલિકોપ્ટર ડોક, મલ્ટી-રોલ એમ્ફિબિયસ એસોલ્ટ યુનિટ ITS ટ્રાયસ્ટે પર ક્રોસ ડેક મુલાકાત લેવામાં આવી હતી.

ગ્રીસમાં ભારતના રાજદૂત શ્રી રુદ્રેન્દ્ર ટંડને 20 ઓગસ્ટ 2025ના રોજ જહાજની મુલાકાત લીધી હતી અને ક્રૂ સભ્યો સાથે વાતચીત કરી હતી. જહાજના બંદર રોકાણ દરમિયાન, ક્રૂએ સઉદા નેવલ બેઝ અને આર્મમેન્ટ ફેસિલિટી, NMIOTC અને સ્થાનિક દરિયાઈ સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. જહાજના ક્રૂએ ક્રેટમાં બીજા વિશ્વયુદ્ધના સેમિટરિમાં પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

INS તમાલે 22 ઓગસ્ટ 2025ના રોજ સઉદા ખાડીથી પ્રસ્થાન કર્યું અને નૌકાદળો વચ્ચે આંતર-કાર્યક્ષમતાને માન્ય કરવાના હેતુથી હેલેનિક નૌકાદળની રૂસેન ક્લાસ પેટ્રોલ બોટ HS રિટોસ સાથે દરિયાઈ યોગ્યતા કવાયતમાં ભાગ લીધો હતો.

INS તમાલનું બંદર આગમન ભારત ગ્રીસ સાથેના તેના સંબંધો અને બંને દેશો વચ્ચે વધતા સંરક્ષણ સહયોગને મજબૂત કરવાના પ્રયાસોને કેટલું મહત્વ આપે છે તે દર્શાવે છે. તેનાથી બંને નૌકાદળોને શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવાની અને સંયુક્ત સહયોગ માટે વધુ તકો શોધવાની તક પણ મળી હતી.

ભારતમાં તેના હોમ બેઝ તરફ આવતા માર્ગમાં, જહાજ એશિયામાં મૈત્રીપૂર્ણ બંદરોની મુલાકાત લેશે. જેનાથી દરિયાઈ રાજદ્વારીને પ્રોત્સાહન મળશે અને તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો મજબૂત થશે.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2160102)
Read this release in: English , Urdu , Hindi , Tamil