સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
DEPwDએ વિશ્વ થેલેસેમિયા દિવસ 2025 પર દેશભરમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યું
प्रविष्टि तिथि:
09 MAY 2025 3:33PM by PIB Ahmedabad
કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ (DEPwD) દ્વારા 8 મે 2025ના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે દેશભરમાં તેની ગૌણ રાષ્ટ્રીય સંસ્થાઓ અને વ્યાપક પ્રાદેશિક કેન્દ્રો (CRC) દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની થીમ ' ટુગેધર ફોર થેલેસેમિયાઃ યુનાઈટિંગ કમ્યુનિટીઝ, પ્રાયોરાઈટિઝિંગ પેશન્ટ્સ' હતી. આ દિવસ થેલેસેમિયા જેવા ગંભીર આનુવંશિક રક્ત વિકારો વિશે જાગૃતિ ફેલાવવા અને તેનાથી પ્રભાવિત લોકોને ટેકો આપવા માટે સમર્પિત છે.
થેલેસેમિયા એ એક આનુવંશિક ઓટોસોમલ રિસેસિવ ડિસઓર્ડર છે, જે માતાપિતામાંથી એક અથવા બંને પાસેથી વારસામાં મળે છે. તે આનુવંશિક પરિવર્તનને કારણે લાલ રક્તકણોને અસર કરે છે, જેના કારણે હિમોગ્લોબિનની આલ્ફા અથવા બીટા ગ્લોબિન સાંકળોમાં ઘટાડો થાય છે. આના પરિણામે લાલ રક્તકણોનું ઉત્પાદન ઓછું થાય છે અને શરીરના ભાગોમાં ઓક્સિજનયુક્ત રક્તનો પુરવઠો ઓછો (એનિમિયા) થાય છે.
વિશ્વ થેલેસેમિયા દિવસ 2025 નિમિત્તે, દેશભરમાં સ્થિત DEPwD હેઠળની વિવિધ સંસ્થાઓએ વિવિધ જાગૃતિ કાર્યક્રમો, વ્યાખ્યાનો અને વેબિનારનું આયોજન કર્યું હતું. જે નીચે મુજબ છે:
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર લોકોમોટર ડિસેબિલિટીઝ (દિવ્યાંગજન), કોલકાતા દ્વારા દર્દીઓ અને સંભાળ રાખનારાઓ માટે થેલેસેમિયાના કારણો, લક્ષણો, નિદાન, વ્યવસ્થાપન અને નિવારણ પર જનજાગૃતિ કાર્યક્રમ અને વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દિવ્યાંગજન/દર્દીઓ અને તેમના સંભાળ રાખનારાઓને થેલેસેમિયા, તેના કારણો, લક્ષણો, વ્યવસ્થાપન અને નિવારણ વિશે શિક્ષિત કરવાનો હતો.
સ્વામી વિવેકાનંદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિહેબિલિટેશન ટ્રેનિંગ એન્ડ રિસર્ચ (SVNIRTAR), કટકના ફિઝિકલ મેડિસિન એન્ડ રિહેબિલિટેશન વિભાગ (PMR ) એ પણ તે જ દિવસે એક ખાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં નિષ્ણાતો દ્વારા આ રોગની ગંભીરતા, સમયસર નિદાન, નિવારણ અને વ્યવસ્થાપન પર ભાર મૂકતા શૈક્ષણિક વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા.
કમ્પોઝિટ રિજનલ સેન્ટર (CRC) જયપુર દ્વારા વિવેકાનંદ ગ્લોબલ યુનિવર્સિટી, જયપુરના સહયોગથી એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિષ્ણાતોએ થેલેસેમિયા અને દિવ્યાંગજનો માટે કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ યોજનાઓ અને સુવિધાઓ સંબંધિત માહિતી પ્રદાન કરી હતી.
સીઆરસી દાવણગેરેએ એક ખાસ વૈજ્ઞાનિક જાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું. જેમાં નિષ્ણાત ડોકટરોએ થેલેસેમિયાના ક્લિનિકલ પાસાઓ, આનુવંશિક પરામર્શ અને બહુ-શાખાકીય સંભાળની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમમાં દિવ્યાંગજન, સંભાળ રાખનારાઓ અને વિદ્યાર્થીઓ સહિત 73 સહભાગીઓએ હાજરી આપી હતી. સીઆરસી નાગપુરે આ પ્રસંગે એક વેબિનારનું આયોજન કર્યું હતું. જેમાં વિવિધ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત, સીઆરસી રાજનાંદગાંવ ખાતે રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આરોગ્ય તપાસ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિભાગની અન્ય રાષ્ટ્રીય સંસ્થાઓ અને સંયુક્ત પ્રાદેશિક કેન્દ્રો (CRC) દ્વારા પણ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાં યોજાયેલા આ જાગૃતિ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય સમાજમાં થેલેસેમિયા વિશે જાગૃતિ ફેલાવવાનો, વહેલા નિદાનને પ્રોત્સાહન આપવાનો અને અસરગ્રસ્ત વ્યક્તિઓ અને તેમના પરિવારોને સહાય પૂરી પાડવાનો હતો.


AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2127970)
आगंतुक पटल : 35