સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

એનસીએસસીએ નવી દિલ્હીમાં ડૉ. બી. આર. આંબેડકર જયંતી 2025ની ઉજવણી કરી, જેનું શીર્ષક ' અ જર્ની ઓફ 75 યર્સ ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઈન્ડિયા’ છે


યુવાનોએ બાબાસાહેબના આદર્શોને આત્મસાત કરવા જોઈએ અને સમાવેશી અને પ્રગતિશીલ ભારતના નિર્માણમાં યોગદાન આપવું જોઈએ: ડૉ. વિરેન્દ્રકુમાર

સાચું રાષ્ટ્રનિર્માણ ત્યારે જ શક્ય છે જ્યારે દરેક નાગરિક સમાન અધિકારો, તકો અને ગરિમાનો લાભ મેળવે: શ્રી અર્જુન રામ મેઘવાલ

Posted On: 14 APR 2025 8:47PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC)એ આજે ​​નવી દિલ્હીમાં ભારત રત્ન ડૉ. બી. આર. આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ઉજવણીમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ કાર્યક્રમની મુખ્ય થીમ  હતી ' અ જર્ની ઓફ 75 યર્સ ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઈન્ડિયા '.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001SE5E.jpg

 

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. વિરેન્દ્ર કુમાર આ સમારંભની અધ્યક્ષતામાં મુખ્ય અતિથિ સ્વરૂપે ઉપસ્થિત રહ્યા હતા અને સંસદીય બાબતો અને કાયદા તથા ન્યાય રાજ્યમંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં એન.સી.એસ.સી.ના ચેરમેન શ્રી કિશોર મકવાણા, કમિશનના સભ્યો, શ્રી લવકુશ કુમાર અને શ્રી વડદપલ્લી રામચંદરનો સમાવેશ થાય છે.

ડૉ. વિરેન્દ્રકુમારે પોતાના મુખ્ય પ્રવચનમાં બાબાસાહેબ આંબેડકરના સમુદાયના કલ્યાણને સંબોધતા ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયા તરીકેના અનેક પ્રદાનનું વર્ણન કર્યું હતું. વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે સામાજિક સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના મંત્રોનું વિગતવાર પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. તેમણે ડૉ. આંબેડકર દ્વારા સહન કરવામાં આવેલી અપાર વ્યક્તિગત પીડાઓ અને સામાજિક અપમાનનું પ્રતિબિંબ પાડ્યું હતું, જેણે ન્યાય, ગૌરવ અને તમામ માટે સમાનતા માટે લડવાના તેમના સંકલ્પને મજબૂત કર્યો હતો. મંત્રીશ્રીએ યુવાનોને બાબાસાહેબના આદર્શોને આત્મસાત કરવા અને સમાવેશી અને પ્રગતિશીલ ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. એનસીએસસી દ્વારા આ પ્રકારની પ્રથમ ઉજવણી ભારતના બંધારણના 75 વર્ષની સફરને કારણે કરવામાં આવી હતી, જેને મંત્રીએ બિરદાવી હતી અને પ્રશંસા કરી હતી.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002QP4U.jpg

 

શ્રી અર્જુન રામ મેઘવાલે ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે ડૉ. આંબેડકરની ભૂમિકાની પ્રશંસા કરી હતી અને જીવનનાં તમામ ક્ષેત્રોમાં કાયદાકીય સશક્તિકરણ અને અનુસૂચિત જાતિઓ માટે પ્રતિનિધિત્વનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. ડૉ. બી. આર. આંબેડકરના જીવનના ઇતિહાસમાંથી પ્રાપ્ત થયેલી પીડાઓ અને શિક્ષણનું વર્ણન દેશના યુવાનોને પ્રકાશિત કરવા બદલ મંત્રીશ્રીએ કર્યું હતું. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડૉ. આંબેડકરનાં વિઝનનો પાયો સમાનતા છે અને સાચુ રાષ્ટ્રનિર્માણ ત્યારે જ શક્ય છે, જ્યારે દરેક નાગરિક સમાન અધિકારો, તકો અને સન્માન ભોગવે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0035RLY.jpg

 

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા અધ્યક્ષ (એનસીએસસી)એ ડૉ. આંબેડકરના હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોમાં શિક્ષણ, સ્વાભિમાન અને ચારિત્ર્ય નિર્માણમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે અનુસૂચિત જાતિઓના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા અને નીતિગત હિમાયત, જાગૃતિ અને સક્રિય દેખરેખ મારફતે તેમના સંપૂર્ણ વિકાસને સુનિશ્ચિત કરવા માટે એનસીએસસીના સંકલ્પની પુષ્ટિ કરી હતી. સભ્ય (એનસીએસસી) શ્રી લવકુશ કુમારે ન્યાયપૂર્ણ અને સમાન સમાજનો પાયો નાંખવામાં ડૉ. આંબેડકરે ભજવેલી પરિવર્તનકારી ભૂમિકા પર ભાર મૂક્યો હતો. સભ્ય શ્રી વડદપલ્લી રામચંદરે જ્ઞાતિ આધારિત ભેદભાવ સામે ડૉ. આંબેડકરની અવિરત લડત અને બંધારણમાં સામાજિક ન્યાય સ્થાપિત કરવાના તેમના પ્રયાસો વિશે જણાવ્યું હતું.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0049V28.jpg

 

અગાઉ તેમના સ્વાગત પ્રવચનમાં સચિવ (એનસીએસસી) શ્રી જી. શ્રીનિવાસે ફરિયાદના સંચાલન, પારદર્શકતા અને અરજદારોને સતત પ્રતિસાદ/અપડેટમાં સુધારો કરવા માટે વર્તમાન કમિશનના પ્રયાસો પર ટૂંકમાં પ્રકાશ પાડ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, એનસીએસસી એસસી સમુદાયો સુધી પહોંચવાના તેના પ્રયાસોમાં ભારતીય બંધારણની કલમ 338 હેઠળ સોંપવામાં આવેલી તેની મુખ્ય જવાબદારીઓના ભાગરૂપે વિવિધ પગલાં લઈ રહી છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005FAE4.jpg

 

આ કાર્યક્રમ દરમિયાન નવી એનસીએસસી વેબસાઇટનું ઉદ્ઘાટન ડૉ. વિરેન્દ્ર કુમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડો.આંબેડકરના જીવન પરની ક્લિપ્સનું સ્ક્રિનિંગ અને મહાનુભાવોના સન્માનની પણ રજૂઆત કરવામાં આવી હતી. બાબાસાહેબ આંબેડકર પરના અગ્રણી પુસ્તકોના ડિજિટલ પ્રદર્શન સાથે ભારતના બંધારણની સાચી નકલ પ્રદર્શિત કરવામાં આવી હતી.

આ ઉજવણીમાં સાંસદો/ભૂતપૂર્વ સાંસદો, અન્ય તમામ કમિશનના સભ્યો, વિવિધ એસોસિએશનોના પ્રમુખો/જનરલ સેક્રેટરીઓ, પીએસબી/પીએસયુ, શૈક્ષણિક સંસ્થાઓ/યુનિવર્સિટીઓ અને દેશભરના અન્ય મહાનુભાવો, વિદ્વાનો, સામાજિક ન્યાયના હિમાયતીઓ દ્વારા વિસ્તૃત ભાગીદારી કરવામાં આવી હતી.

AP/IJ/GP/JD

 


(Release ID: 2121660) Visitor Counter : 39


Read this release in: English , Urdu , Hindi , Punjabi