ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી સાંપ્રદાયિક હિંસાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે વીડિયો કોન્ફરન્સ કરી

Posted On: 12 APR 2025 9:10PM by PIB Ahmedabad

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં નોંધાયેલી સાંપ્રદાયિક હિંસાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવે આજે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. પશ્ચિમ બંગાળના ડીજીપીએ માહિતી આપી હતી કે પરિસ્થિતિ તંગ છે પરંતુ નિયંત્રણમાં છે અને તેના પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. ડીજીપીએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ સ્થાનિક રીતે તૈનાત બીએસએફની મદદ લઈ રહ્યા છે, અને 150 થી વધુ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ સચિવે જણાવ્યું હતું કે મુર્શિદાબાદમાં બીએસએફના લગભગ 300 જવાનો સ્થાનિક રીતે ઉપલબ્ધ છે, આ ઉપરાંત રાજ્ય સરકારની વિનંતી પર વધારાની 5 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્ય વહીવટીતંત્રને અન્ય સંવેદનશીલ જિલ્લાઓ પર પણ ચાંપતી નજર રાખવાની અને વહેલી તકે સામાન્ય સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે પર્યાપ્ત પગલાં લેવાની સલાહ આપી હતી. કેન્દ્રીય ગૃહ સચિવે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પણ સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે અને જરૂર પડ્યે વધારાના બળની તૈનાતી સહિત તમામ શક્ય સહાયની ખાતરી આપી હતી.

AP/JY/GP/JD


(Release ID: 2121331) Visitor Counter : 34