યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને દેશભરમાં ફિટ ઈન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ ઇવેન્ટનું નેતૃત્વ કર્યુ


ક્રિકેટર દીપ્તિ શર્મા તેમજ બોક્સર સોનિયા લાઠેર અને પ્રાચી ધનખર નવી દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં જોડાયા

Posted On: 30 MAR 2025 3:52PM by PIB Ahmedabad

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આજે ફરી એક વખત ગુજરાતના જૂનાગઢમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાઇકલનું નેતૃત્વ કર્યું હતું. તેની સાથે જ કેરળના માનનીય મુખ્યમંત્રી પિનારાઈ વિજયન દ્વારા ત્રિવેન્દ્રમના ક્લિફ હાઉસથી સાયકલિંગ રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001DGNG.jpg

જૂનાગઢમાં, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) રિજનલ સેન્ટર, ગાંધીનગર દ્વારા આયોજિત સાયકલ રેલીમાં 500થી વધુ સાયકલ સવારોએ પ્રતિષ્ઠિત ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ મંદિર સુધીના રૂટ પર સવારી કરી હતી. જ્યારે ત્રિવેન્દ્રમમાં, રેલી ક્લિફ હાઉસથી સેન્ટ્રલ સ્ટેડિયમ સુધીના 7 કિ.મી.ના આઇકોનિક માર્ગને અનુસરીને આવી હતી. જેનું આયોજન SAI લક્ષ્મીબાઈ નેશનલ કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન (એસએઆઈ એલએનસીપીઈ) દ્વારા કરવામાં આવ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002NKTM.jpg

આ અઠવાડિયાના સન્ડે ઓન સાયકલમાં દેશભરના શાળાના વિદ્યાર્થીઓને જોડવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો, જેઓ તેમના માતાપિતા અને શિક્ષકો સાથે સાયકલ ચલાવતા હતા. "તમે સાયકલ ચલાવવા સાથે જીવનભરની મિત્રતા બનાવી શકો છો, તેથી આ કસરતને તમારી શ્રેષ્ઠ મિત્ર બનાવો," ડૉ. માંડવિયાએ જૂનાગઢમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેનારાઓને પ્રોત્સાહિત કર્યા હતા. "ફિટ ઇન્ડિયા ઝુંબેશ એક રાષ્ટ્રવ્યાપી ઉત્સવ તરીકે વિકસી રહી છે, અને આજે, સન્ડે ઓન સાયકલમાં શાળાના બાળકોની મોટી ભાગીદારી આને સ્પષ્ટપણે દર્શાવે છે. દેશની પ્રગતિ માટે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે."

 

બિલાસપુરમાં શિવતરાઈ અને છત્તીસગઢમાં જાંજગીર ચંપા, બિહારમાં દરભંગા અને ઉત્તર પ્રદેશમાં ઓરાઈ જેવા જિલ્લાઓમાં ખેલો ઇન્ડિયા સેન્ટર્સ (KICs) માં સક્રિય સાયકલ રેલી કરવામાં આવી હતી.

ત્રિવેન્દ્રમમાં ભારતીય સેના, સીઆરપીએફ, બીએસએફ, એનસીસી, કેરળ પોલીસ (એસએપી), કેરળ પોલીસ (ટ્રાફિક), ક્રાઇમ બ્રાન્ચ, કલેક્ટર કચેરી, એફસીઆઇ, આરબીઆઇ, રમતગમત વિભાગ, ડિરેક્ટોરેટ ઓફ સ્પોર્ટ્સ એન્ડ યુથ અફેર્સ, કેઆરસીસી, કેઆરએસએસસી, એનએસએસ, ત્રિવેન્દ્રમ ગોલ્ફ ક્લબ, કેરળ ઓલિમ્પિક એસોસિએશન, કેરાલા સાઇકલિંગ એસોસિએશન સહિત સમગ્ર કેરળમાંથી 500થી વધુ ફિટનેસ ઉત્સાહીઓ, સાઇકલિંગ જૂથો અને સંગઠનોએ ભાગ લીધો હતો.

રાષ્ટ્રીય રાજધાનીમાં, ફિટ ઇન્ડિયા સન્ડેસ ઓન સાયકલ ઇવેન્ટમાં અગ્રણી રમતગમતની હસ્તીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી. અર્જુન એવોર્ડથી સન્માનિત બોક્સર સોનિયા લાઠેર અને એશિયન અંડર-22 ચેમ્પિયનશિપ 2024ના ગોલ્ડ મેડાલીસ્ટ અને ખેલો ઈન્ડિયા સ્કીમની એથ્લીટ પ્રાચી ધનખડ આ મેળાવડામાં જોડાયા હતા. 'પુશ-અપ મેન ઓફ ઈન્ડિયા' રોહતાશ ચૌધરી આ ઇવેન્ટ માટે પરત ફર્યા હતા, જ્યારે ભારતીય ક્રિકેટર દીપ્તિ શર્માએ આ ઇવેન્ટમાં વર્ચ્યુઅલી યોગદાન આપ્યું હતું, જેના કારણે ફિટનેસ સંદેશની પહોંચ વધી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003NLCW.jpg

એશિયન ગેમ્સ 2022માં ગોલ્ડ મેળવનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મહત્વની સભ્ય દીપ્તિ શર્માએ કહ્યું કે, "એક ક્રિકેટર તરીકે, હું શારીરિક પ્રવૃત્તિના ખાસ મહત્વને સમજું છું." "સાયકલિંગ એ માત્ર ફિટ રહેવાનો જ એક અદભૂત માર્ગ નથી, પરંતુ એક આનંદપ્રદ પ્રવૃત્તિ પણ છે જે આપણા સમુદાયોમાં જોડાણોને મજબૂત બનાવે છે અને પર્યાવરણીય ચેતનાને પ્રોત્સાહન આપે છે. તે ખરેખર આશ્ચર્યજનક છે કે ડિસેમ્બર 2024 માં તેની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં તમામ વય જૂથોના 2 લાખથી વધુ રાઇડર્સે સન્ડે ઓન સાયકલ પહેલમાં ભાગ લીધો છે, જે દેશભરમાં 4500 થી વધુ સ્થળોએ વિસ્તરિત છે. "

21 વર્ષીય બોક્સર પ્રાચી ધનખરે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની વ્યાપક અસર માટે પ્રશંસા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ એક અદભૂત પહેલ છે, જેની શરૂઆત વર્ષ 2019માં આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં વિઝનરી નેતૃત્વમાં થઈ હતી. જેનો ઉદ્દેશ સ્વસ્થ અને વધારે સક્રિય રાષ્ટ્રનું નિર્માણ કરવાનો છે. આ ચળવળ દ્વારા ચાલવા, જોગિંગ અને હવે સાકલ ચલાવવા જેવી અનેક વિવિધ ઘટનાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તે જોઈને ખરેખર આનંદ થાય છે, "તેણીએ જણાવ્યું હતું.

વર્ષ 2016ની વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપની સિલ્વર મેડાલીસ્ટ સોનિયા લાઠેરે આ ઈવેન્ટના સમાવેશી સ્વભાવ માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. લાઠેરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ઉંમરને ધ્યાનમાં લીધા વિના, તંદુરસ્તી એ દરેક માટે સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઈએ." "6 કે 7 વર્ષથી નાના બાળકો, તેમજ 70 વર્ષથી ઓછી ઉંમરના લોકો સાથે સવારી કરવાનો ખરેખર સમૃદ્ધ અનુભવ હતો."

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004GIST.jpg

30 માર્ચના રોજ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોમાં વિવિધ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં ટાગોર ઇન્ટરનેશનલ સ્કૂલ ઇઓકે, દિલ્હી પબ્લિક સ્કૂલ ગુરુગ્રામ સેક્શન 45, મોડર્ન સ્કૂલ બારાખંબા રોડ, મોડર્ન પબ્લિક સ્કૂલ શાલીમાર બાગ, સેન્ટ માર્ક્સ સ્કૂલ મીરા બાગ, બાલ ભારતી પબ્લિક સ્કૂલ નોઇડા, ડીએવી પબ્લિક સ્કૂલ સીએમસી, આર્મી પબ્લિક સ્કૂલ સંકર વિહારબાલ ભવન પબ્લિક સ્કૂલ મયુર વિહાર, ડીએલએફ સ્કૂલ સાહિબાબાદ અને કે.વી.સંગઠન હતી.

સન્ડે ઓન સાયકલ ઇનિશિયેટિવમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એસએઆઈ) રિજનલ સેન્ટર્સ, નેશનલ સેન્ટર્સ ઓફ એક્સલન્સ (એનસીઓઇ) અને ખેલો ઇન્ડિયા સેન્ટર્સ (કેઆઇસી)માં દેશભરમાં એક સાથે કાર્યક્રમો યોજાય છે. આ કાર્યક્રમોમાં સાઇક્લિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (સીએફઆઇ), ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (પીઇએફઆઇ), ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઇએમએ)ના ડોક્ટર્સ અને સાઇકલિંગનાં વિવિધ જૂથો સામેલ છે.

AP/IJ/GP/JD


(Release ID: 2116829) Visitor Counter : 60