શ્રમ અને રોજગાર મંત્રાલય
ડૉ. મનસુખ માંડવિયા 24-25 ફેબ્રુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં સામાજિક ન્યાય માટે વૈશ્વિક ગઠબંધન પર પ્રથમ પ્રાદેશિક સંવાદનું ઉદઘાટન કરશે
CII-EFIના સહયોગથી શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આયોજિત
ગઠબંધનનો વિષય સમાવિષ્ટ અને ટકાઉ સમાજો માટે જવાબદાર વ્યવસાયો છે
આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO)ના ડિરેક્ટર જનરલ શ્રી ગિલ્બર્ટ એફ. હુંગબો મુખ્ય ભાષણ આપશે
એશિયા પેસિફિક ક્ષેત્ર અને તેનાથી આગળના 80+ ગઠબંધન ભાગીદારો, જેમાં સરકારો, નોકરીદાતાઓ અને કામદારોના સંગઠનો, આંતરરાષ્ટ્રીય એજન્સીઓ, સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય NGO અને સાહસોના પ્રતિનિધિઓ સામેલ
ભાગ લેનારા મંત્રાલયોમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, કોર્પોરેટ બાબતોના મંત્રાલય, વિદેશ મંત્રાલય, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયનો સમાવેશ
Posted On:
12 FEB 2025 5:41PM by PIB Ahmedabad
ભારત સરકારનાં શ્રમ અને રોજગાર મંત્રાલય, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)-એમ્પ્લોયર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ઇએફઆઇ) સાથે જોડાણમાં નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 24-25 ફેબ્રુઆરી, 2025નાં રોજ સામાજિક ન્યાય પર સૌપ્રથમ પ્રાદેશિક સંવાદનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ સીમાચિહ્નરૂપ ઘટના સામાજિક ન્યાય માટે વૈશ્વિક ગઠબંધનમાં નોંધપાત્ર યોગદાન છે.
આઈએલઓ દ્વારા વર્ષ 2023માં શરૂ કરવામાં આવેલ આ કોએલિશન સરકાર, નોકરીદાતાઓ અને કામદારોની સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ અને વિકાસ બેંકો, સાહસો, આંતરરાષ્ટ્રીય બિન-સરકારી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે એક મંચ છે. જે સામાજિક ન્યાયને આગળ વધારવા અને સહિયારા ઉદ્દેશો હાંસલ કરવા સહિયારા ઉદ્દેશો હાંસલ કરવા સહિયારા પ્રયાસોમાં જોડાવા માટે પ્રતિબદ્ધ છે. આ ગઠબંધન દરેક સહભાગીની વિશિષ્ટ શક્તિઓને વિસ્તૃત કરવા, સામાજિક ન્યાયના પડકારોને વ્યાપકપણે અને સુસંગત રીતે હાથ ધરવા ભાગીદારો વચ્ચે જોડાણનો લાભ આપે છે.

એશિયા પેસિફિક કોઓર્ડિનેટિંગ ગ્રુપના સભ્ય તરીકે, ભારત ગ્લોબલ કોએલિશન ફોર સોશિયલ જસ્ટિસ હેઠળ પ્રથમ 'પ્રાદેશિક સંવાદ'નું નેતૃત્વ કરી રહ્યું છે અને "ઉત્પાદક અને મુક્તપણે પસંદ કરાયેલ રોજગાર અને ટકાઉ સાહસો માટે ઍક્સેસ અને ક્ષમતાઓનો વિસ્તાર" ના ગઠબંધનના વિષયવસ્તુ ક્ષેત્ર હેઠળ "સમાવિષ્ટ અને ટકાઉ સમાજો માટે જવાબદાર વ્યવસાયો" ના મુખ્ય હસ્તક્ષેપને સમર્થન આપી રહ્યું છે.
પ્રાદેશિક સંવાદ એશિયા પેસિફિક પ્રદેશમાંથી અને અન્ય દેશોમાંથી 80થી વધારે ગઠબંધનનાં ભાગીદારોને એકમંચ પર લાવશે. જેમાં નવીન અભિગમો ચકાસવા, શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન કરવામાં આવશે અને ક્ષેત્રમાં સામાજિક ન્યાયને આગળ વધારવા જોડાણને મજબૂત કરવામાં આવશે.
આદરણીય કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજે અને સચિવ (શ્રમ અને રોજગાર) સુશ્રી સુમિતા દાવરા આ પ્રાદેશિક સંવાદના ઉદ્ઘાટન સત્રની શોભા વધારશે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે આઈએલઓના મહાનિદેશક શ્રી ગિલ્બર્ટ એફ. હુંગબો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ઇએસઆઇસી)ના 74માં સ્થાપના દિવસને પણ ઉજવશે, જે ભારતના કાર્યબળ માટે પ્રતિષ્ઠિત હેલ્થકેર અને આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવાની તેની અડગ કટિબદ્ધતાની ઉજવણી કરશે. ઇએસઆઇસી ફાઉન્ડેશન ડે ઔપચારિક ક્ષેત્રમાં કામદારો અને તેમના પરિવારો માટે વિસ્તૃત સામાજિક સુરક્ષા લાભના વિસ્તરણ મારફતે સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવામાં સંસ્થાના મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપવાનો એક પ્રસંગ છે.
ચર્ચાઓ સામાજિક ન્યાયના નિર્ણાયક પરિમાણો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં જવાબદાર વ્યવસાયિક આચરણ અને સામાજિક સુરક્ષા સામેલ છે, જે ગઠબંધનની વિષયોની પ્રાથમિકતાઓ સાથે સુસંગત છે.
આ કાર્યક્રમમાં ટેકનિકલ ચર્ચાઓ અને ગઠબંધનના ભાગીદારના અનુભવો મારફતે જ્ઞાન અને અનુભવની વહેંચણીનું આદાન-પ્રદાન દર્શાવવામાં આવશે. આ વિચાર-વિમર્શ ક્ષેત્રમાં સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવાના ક્ષેત્રમાં ભાગીદારો વચ્ચે સંયુક્ત સહયોગને મજબૂત બનાવશે.
મુખ્ય વિષયમાં સામેલ છેઃ
- કૌશલ્ય, રોજગારી અને સામાજિક ન્યાયઃ સર્વસમાવેશક અને સ્થાયી વૃદ્ધિ માટે યુવાનો અને ઉદ્યોગસાહસોનું સશક્તીકરણ
- સામાજિક ન્યાય માટે સામાજિક સુરક્ષાઃ કોઈ પણ વ્યક્તિ પાછળ ન રહી જાય તેની ખાતરી કરવી
- જવાબદાર વ્યવસાયોઃ વાજબી કાર્યની સ્થિતિ, સુરક્ષા અને આરોગ્યને જાળવવાની ઉત્પાદકતા અને ટકાઉપણા માટે જાળવણી
- એક મોટી શક્યતા ઊભી કરવીઃ કાર્યની દુનિયામાં સર્વસમાવેશકતા અને મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવું
- યોગ્ય કાર્યને આગળ વધારવુંઃ કોર્પોરેટ ગવર્નન્સ અને સાતત્યપૂર્ણ વૈશ્વિક મૂલ્ય શૃંખલાને મજબૂત કરવી
- સામાજિક ન્યાય માટે ડિજિટલાઇઝેશન – યોગ્ય કાર્ય અને ઇક્વિટી માટે એઆઇનો ઉપયોગ કરવો
મુખ્ય હિતધારકો: વિષયગત સંવાદ ગઠબંધન ભાગીદારો અને અન્ય મુખ્ય હિતધારકોને એકસાથે લાવશે, જેમાં સરકાર, નોકરીદાતાઓ અને કામદારોની સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય અને/અથવા પ્રાદેશિક સંગઠનો, સંશોધન સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય એનજીઓ અને સાહસોના પ્રતિનિધિઓ સામેલ છે.
ઘટનાની હાઇલાઇટ્સ
દિવસ 1 | 24 ફેબ્રુઆરી 2025
સામાજિક ન્યાય પર પ્રાદેશિક સંવાદનો પ્રથમ દિવસ ઉદઘાટન સત્રથી શરૂ થશે. મુખ્ય વિશેષતાઓમાં ભારતીય નોકરીદાતાઓની સંસ્થા અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ ચેમ્બર્સ દ્વારા જવાબદાર બિઝનેસ કન્ડક્ટનું પ્રદર્શન, જવાબદાર વ્યવસાયિક પદ્ધતિઓ પર કામદારો અને નોકરીદાતાઓની સંસ્થાઓનું સંયુક્ત નિવેદન અને સામાજિક ન્યાય અને સામાજિક સુરક્ષા પર પ્રકાશનોની શરૂઆતનો સમાવેશ થાય છે. તકનીકી સત્રો યુવાનો માટે કૌશલ્ય અને રોજગાર, અનૌપચારિક કામદારો માટે સામાજિક સુરક્ષા અને કાર્યબળમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં વૈશ્વિક ભાગીદારો અને હિસ્સેદારોની આંતરદૃષ્ટિ દર્શાવવામાં આવશે.
દિવસ 2 | 25 ફેબ્રુઆરી 2025
બીજો દિવસ જવાબદાર વ્યવસાયિક પદ્ધતિઓ પર ધ્યાન આપશે, જેમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને વિદેશી વ્યવસાયિક ચેમ્બર્સના યોગદાન સાથે વાજબી કાર્યકારી પરિસ્થિતિઓ, વ્યવસાયિક સલામતી અને આરોગ્ય પર ભાર મૂકવામાં આવશે. ટકાઉ વૈશ્વિક મૂલ્ય સાંકળો પરની ચર્ચાઓ યોગ્ય કાર્ય અને નૈતિક મજૂર પદ્ધતિઓને આગળ વધારવામાં બહુરાષ્ટ્રીય ઉદ્યોગોની ભૂમિકાને પ્રકાશિત કરશે. અંતિમ સત્રમાં ડિજિટલાઇઝેશન અને એઆઇને સામાજિક ન્યાયના સાધન તરીકે ચકાસવામાં આવશે, જેમાં સમાન સુલભતા, કામદારોના અધિકારો અને એઆઇને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) સાથે જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
AP/IJ/GP/JD
(Release ID: 2102527)
Visitor Counter : 47