શ્રમ અને રોજગાર મંત્રાલય
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ શ્રમ કલ્યાણ માટે ઐતિહાસિક બજેટ ફાળવણીની પ્રશંસા કરી; ગિગ વર્કર્સ માટે સામાજિક સુરક્ષાને પરિવર્તનકારી પગલું ગણાવ્યું
Posted On:
02 FEB 2025 2:44PM by PIB Ahmedabad
કેન્દ્રીય બજેટ 2025 ભારતના શ્રમ કલ્યાણ પરિદ્રશ્યમાં એક સીમાચિહ્નરૂપ પહેલ છે, જેમાં ગિગ કામદારોને ઔપચારિક માન્યતા અને સામાજિક સુરક્ષાના લાભો આપવા માટે એક વ્યાપક માળખાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આ નિર્ણયની પ્રશંસા કરતાં દેશભરમાં 1 કરોડથી વધારે ગિગ કામદારોની સુખાકારી સુનિશ્ચિત કરવાની સરકારની કટિબદ્ધતાની પ્રશંસા કરી હતી.
ગિગ વર્કર્સને સામાજિક સુરક્ષા લાભ મળશે
આ જાહેરાત બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણનો આભાર વ્યક્ત કરતાં ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, "ગિગ વર્કફોર્સ ભારતના નવા-યુગના અર્થતંત્રનો મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ છે, જે ડિજિટલ પ્લેટફોર્મ પર નવીનતા અને કાર્યદક્ષતાને આગળ ધપાવે છે. તેમના યોગદાનને માન્યતા આપીને, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ તેમને ઓળખકાર્ડ, ઇ-શ્રમ નોંધણી અને હેલ્થકેર સુરક્ષા પ્રદાન કરવાનો સરકારનો નિર્ણય તેમની સામાજિક સુરક્ષા અને સુખાકારીની દિશામાં એક પરિવર્તનકારી પગલું છે. આ પહેલ લગભગ ૧ કરોડ ગિગ કામદારોને સશક્ત બનાવશે. આ ઉપરાંત, સરકાર અન્ય અસંગઠિત ક્ષેત્રોમાં પણ કામદારોને સામાજિક સુરક્ષાના લાભો આપવા, દેશના દરેક કાર્યકર માટે ગૌરવ, સુરક્ષા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે, એમ ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.
ડિજિટલ પ્લેટફોર્મના ઉદયથી રોજગારમાં ક્રાંતિ આવી છે, અને લવચીક કાર્ય વ્યવસ્થાઓ માટે નવી તકો ઉભી થઈ છે. ભારતની ગિગ અને પ્લેટફોર્મ ઇકોનોમીમાં ઝડપથી વિસ્તરણ જોવા મળ્યું છે, નીતિ આયોગના અહેવાલ 'ઇન્ડિયાઝ બૂમિંગ ગિગ એન્ડ પ્લેટફોર્મ ઇકોનોમી' એ અંદાજ મૂક્યો છે કે આ ક્ષેત્રમાં કાર્યબળ 2024-25 માં 1 કરોડને પાર કરશે અને 2029-30 સુધીમાં વધીને 2.35 કરોડ થઈ જશે.
આ પરિવર્તનને માન્યતા આપીને, કોડ ઓન સોશિયલ સિક્યોરિટી, 2020 (CoSS, 2020) એ પ્રથમ વખત 'એગ્રીગેટર', 'ગિગ વર્કર' અને 'પ્લેટફોર્મ વર્કર'ની વ્યાખ્યા આપી હતી અને પ્રથમ વખત ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ માટે કાનૂની જોગવાઈઓ રજૂ કરી હતી, જે સામાજિક સુરક્ષા પગલાંમાં તેમનો સમાવેશ સુનિશ્ચિત કરે છે. આ માળખાએ આ ગતિશીલ કાર્યબળની જરૂરિયાતોને અનુરૂપ માળખાગત કલ્યાણ પહેલ માટેનો પાયો નાખ્યો હતો.
કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 આ સફરમાં એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે, જેમાં પ્લેટફોર્મ-આધારિત ગિગ કામદારોને ઔપચારિક માન્યતા અને સામાજિક સુરક્ષા લાભો વિસ્તૃત કરવા માટે એક વ્યાપક પહેલ કરવામાં આવી છે. નાણાં મંત્રીએ વિશિષ્ટ ઓળખપત્રો મારફતે તેમની ઓળખને સરળ બનાવવા, ઇ-શ્રમ પોર્ટલ પર તેમની નોંધણીને સુવ્યવસ્થિત કરવા અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આરોગ્ય સેવાઓની સુલભતા સુનિશ્ચિત કરવા વિવિધ પગલાંની જાહેરાત કરી છે. આ પગલાંથી ક્ષેત્રોમાં 1 કરોડથી વધુ ગિગ કામદારોની સલામતી વધુ મજબૂત થશે.
શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ઇ-શ્રમ પોર્ટલ પર પ્લેટફોર્મ વર્કર્સ અને એગ્રીગેટર્સની નોંધણી કરવા માટે એક પાયલોટ પહેલ હાથ ધરવામાં આવી છે. એગ્રીગેટર મોડ્યુલનું સંચાલન પણ કરવામાં આવ્યું છે, જે અસંગઠિત કામદારો માટે ભારતના રાષ્ટ્રીય ડેટાબેઝ પર પોતાને અને તેમના કાર્યબળને ઓનબોર્ડ કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મને સક્ષમ કરે છે. આ પહેલના ભાગરૂપે, ચાર અગ્રણી એગ્રિગેટર્સ - અર્બન કંપની, ઝોમેટો, બ્લિન્કિટ અને અંકલ ડિલિવરી - પહેલેથી જ નોંધણી કરાવી ચૂક્યા છે.
બજેટ 2025ની ઘોષણા આ પહેલના નોંધપાત્ર વિસ્તરણને ચિહ્નિત કરે છે, જે મોટા પાયે સ્કેલ-અપને સક્ષમ બનાવે છે અને આ પ્રયત્નોને સંસ્થાકીય સ્વરૂપ આપે છે. સંવર્ધિત સંસાધનો સાથે, આ પહેલ એ સુનિશ્ચિત કરશે કે દરેક ગિગ અને પ્લેટફોર્મ કાર્યકરને ઇ-શ્રમ પોર્ટલ મારફતે આવશ્યક સામાજિક સુરક્ષા લાભો પ્રાપ્ત થાય, જે આ કાર્યબળના હિતોનું રક્ષણ કરવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરશે.
મંત્રાલયે આ પહેલોના અવિરત અમલીકરણ, કોઈપણ ઓપરેશનલ પડકારોને પહોંચી વળવા અને ડિજિટલ પ્લેટફોર્મ સાથે સહયોગને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મોટા પાયા પરની નીતિગત સહાય સાથે પ્રારંભિક પાયાના કાર્યને જોડીને, સરકારનું લક્ષ્ય ગિગ કામદારો માટે મજબૂત સલામતી જાળનું સર્જન કરવાનું છે, જે ભારતમાં વિકસતા રોજગાર પરિદ્રશ્યમાં તેમની સુરક્ષા અને સુખાકારીને સુનિશ્ચિત કરે છે.
શ્રમ કલ્યાણ અને રોજગાર નિર્માણ માટે બજેટની ફાળવણીનો રેકોર્ડ
શ્રમ કલ્યાણ અને રોજગારી સર્જન પર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખતાં, કેન્દ્રીય અંદાજપત્રમાં નાણાકીય વર્ષ 25-26માં શ્રમ અને રોજગાર મંત્રાલય માટે વિક્રમી ₹ 32646 કરોડની ફાળવણી કરવામાં આવી છે - જે ગયા વર્ષના સુધારેલા અંદાજ કરતાં અત્યાર સુધીની સૌથી ઊંચી અને લગભગ 80 ટકા વધારે છે. ડો. માંડવિયાએ આ ઐતિહાસિક ફાળવણીના મહત્ત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કેઃ
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "હું આ ઐતિહાસિક બજેટ માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો આભાર માનું છું, જે ગયા વર્ષના સંશોધિત અંદાજ કરતાં અત્યાર સુધીનું સૌથી વધુ અને લગભગ 80 ટકા વધારે છે. અમારું ધ્યાન નિશ્ચિતપણે નવી જાહેર થયેલી એમ્પ્લોયમેન્ટ જનરેશન સ્કીમ (ELI) પર કેન્દ્રિત છે, જેના માટે અંદાજપત્રીય ફાળવણી ₹10,000 કરોડથી બમણી કરીને ₹20,000 કરોડ કરવામાં આવી છે. કર્મચારી પેન્શન યોજના હેઠળ ફાળવણીમાં ગયા વર્ષની સરખામણીએ ₹300 કરોડ અને પીએમ શ્રમ યોગી માનધન યોજના હેઠળ 37 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
AP/IJ/GP/JD
(Release ID: 2098928)
Visitor Counter : 62