રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

23,000 કિલોમીટરથી વધુ ટ્રેકને 130 કિમી પ્રતિ કલાકની ઝડપ માટે અપગ્રેડ કરવામાં આવ્યા


ભારતીય રેલવેએ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી

Posted On: 27 JAN 2025 6:37PM by PIB Ahmedabad

ભારતીય રેલવેએ ભારતીય રેલવે નેટવર્કના 23,000થી વધુ ટ્રેક કિલોમીટર (TKM)ને અપગ્રેડ કરીને એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે, જેથી ટ્રેનની ઝડપ પ્રતિ કલાક 130 કિલોમીટર (kmph) સુધીની છે. આ નોંધપાત્ર પ્રગતિ રેલવેની માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા, કનેક્ટિવિટીમાં સુધારો કરવા અને રાષ્ટ્રવ્યાપી લાખો મુસાફરો માટે મુસાફરીના સમયમાં ઘટાડો કરવાની સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. ભારતના રેલવે નેટવર્કનો લગભગ પાંચમો ભાગ હવે ઊંચી ગતિ માટે સજ્જ હોવાને કારણે આ પ્રગતિઓ આધુનિક સિગ્નલિંગ સિસ્ટમ્સ અને સ્ટ્રેટેજિક ફેન્સિંગ જેવાં મજબૂત સલામતીનાં પગલાં દ્વારા શક્ય બની છે, જે ટ્રેનની મુસાફરીમાં કાર્યદક્ષતા અને વિશ્વસનીયતાના નવા યુગની નિશાની છે.

ટ્રેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણમાં વ્યાપક અપગ્રેડનો સમાવેશ થાય છે, જેમાં હાઇ-સ્પીડ કામગીરી માટે સ્થિરતા અને સ્થાયીત્વ સુનિશ્ચિત કરવા માટે ટ્રેક્સને મજબૂત બનાવવા,  ચોક્કસ સંદેશાવ્યવહાર અને સલામત ટ્રેન કામગીરી માટે અદ્યતન સિગ્નલિંગ સિસ્ટમનો અમલ અને સંવેદનશીલ સ્થળોએ ફેન્સિંગ જેવા સલામતીના પગલાંની સ્થાપનાનો સમાવેશ થાય છે જેથી સુરક્ષા વધારી શકાય અને જોખમો ઘટાડી શકાય. આ પ્રયાસો ભારતીય રેલવેનાં સલામત અને વધારે કાર્યક્ષમ રેલવે નેટવર્કને પ્રોત્સાહન આપવાનાં લક્ષ્યાંક સાથે સુસંગત છે, જે પેસેન્જર અને નૂર એમ બંનેની જરૂરિયાતો પૂર્ણ કરે છે.

આ અપગ્રેડ્સમાં મુખ્યત્વે ગોલ્ડન ક્વૉડ્રિલેટરલ અને ગોલ્ડન વિકર્ણ નેટવર્કના વિભાગો છે, જે દેશના મુખ્ય શહેરોને જોડતા મહત્વપૂર્ણ કોરિડોર છે. આ માર્ગો, જે ભારતના પેસેન્જર અને નૂર ટ્રાફિકના નોંધપાત્ર હિસ્સાનું સંચાલન કરે છે, હવે વધુ ઝડપને સમાવવા માટે વધુ સારી રીતે સજ્જ છે, જે ઝડપી પરિવહન અને સુધારેલ લોજિસ્ટિક્સને સુનિશ્ચિત કરે છે.

આ ઉપરાંત 54,337 ટીકેએમ ટ્રેકને અપગ્રેડ કરવામાં આવ્યા છે, જેથી 110 કિમી પ્રતિ કલાકની ઝડપને સપોર્ટ કરી શકાય. આ વ્યવસ્થિત વૃદ્ધિ વિવિધ પ્રદેશોમાં સીમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે અને ભારતીય રેલવેની એકંદર ઓપરેશનલ કાર્યક્ષમતાને વેગ આપે છે.

ભારતીય રેલવેની ફ્લેગશિપ સેમી-હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ આ માળખાગત સુધારાઓની સફળતાનું ઉદાહરણ પૂરું પાડે છે. 160 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરવા માટે સક્ષમ વંદે ભારત એક્સપ્રેસ ભારતીય ટ્રેન મુસાફરીમાં એક નવા યુગનું પ્રતીક છે, જે મુસાફરોને ઝડપી, વધુ આરામદાયક અને પ્રીમિયમ મુસાફરીનો અનુભવ પ્રદાન કરે છે. આ પ્રકારની ઝડપને સુરક્ષિત રીતે સમાવવા માટે ભારતીય રેલવેએ હાઈ-સ્પીડ ટ્રેક સેક્શનમાં સેફ્ટી ફેન્સિંગને પ્રાથમિકતા આપી છે. આ પગલાં માત્ર ટ્રેનોના સરળ સંચાલનની ખાતરી જ નહીં પરંતુ અકસ્માતોનું જોખમ પણ ઘટાડે છે. ગયા વર્ષની સરખામણીએ, ટોચની માંગના સમયગાળા દરમિયાન વિશિષ્ટ ટ્રેન સેવાઓમાં 54 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે, જે 57,169 સેવાઓ સુધી પહોંચી છે.

પાસું

વિગતો

વધેલી આવક

ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના એપ્રિલથી ડિસેમ્બરની વચ્ચે ભાડાની કામગીરીથી ₹1.26 લાખ કરોડની આવક સાથે આવકમાં 4%નો વધારો  થયો છે. પેસેન્જર સેગમેન્ટની કમાણીમાં 6 ટકાનો વધારો થયો છે, જે 55,988 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

ઊંચો મૂડી ખર્ચ

વર્ષ 2024-25માં 2 ટકા વધુ મૂડી ખર્ચ થશે, જ્યાં ચાલુ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન મૂડી રોકાણ વધીને ₹1.92 લાખ કરોડ થયું હતું, જે માળખાગત વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ઉન્નત નૂર કાર્યક્ષમતા

જાન્યુઆરી-24થી નવેમ્બર-24ના સમયગાળા દરમિયાન ભારતીય રેલવે પર નૂર લોડિંગની આવક 1473.05 મેટ્રિક ટન રહી છે, જે  ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 3.86 ટકાની વૃદ્ધિ દર્શાવે  છે.

ભારતીય રેલવેનું ચાલી રહેલું આધુનિકીકરણ અભિયાન ટ્રેક અપગ્રેડથી ઘણું આગળ વિસ્તૃત છે. અત્યાધુનિક ટેકનોલોજીઓ અપનાવવા, માળખાગત સુવિધાઓને મજબૂત કરવા અને મુસાફરોની સુવિધાઓ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ભારતીય રેલવેએ પ્રવાસના અનુભવમાં પરિવર્તન લાવવાનો તખ્તો તૈયાર કર્યો છે. આ પહેલોનો ઉદ્દેશ ટ્રેન સેવાઓની વિશ્વસનીયતા અને કાર્યદક્ષતામાં સુધારો કરવાનો, ચીજવસ્તુઓ અને મુસાફરોની ઝડપી અવરજવરને સક્ષમ બનાવીને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો તથા વસતિની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરતી સર્વસમાવેશક અને સુલભ રેલવે વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે.

આ અપગ્રેડેશનને સફળતાપૂર્વક પૂર્ણ કરવાની સાથે જ ભારતીય રેલવે સ્પીડ, સેફ્ટી અને સર્વિસમાં નવા માપદંડો સ્થાપિત કરી રહી છે. આ પ્રયાસોથી લાખો મુસાફરોની મુસાફરીનો અનુભવ તો વધે જ છે, પણ સાથે સાથે રાષ્ટ્રની જીવાદોરી સમાન ભારતીય રેલવેની ભૂમિકાની પણ પુષ્ટિ થાય છે.

જેમ જેમ આધુનિકીકરણની યાત્રા આગળ વધતી જાય છે તેમ તેમ ભારતીય રેલવે પ્રગતિ અને નવીનતાનું પ્રતીક બની રહી છે, જે ભારતને ઉજ્જવળ અને એકબીજા સાથે જોડાયેલા ભવિષ્ય તરફ દોરી જાય છે. પ્રગતિઓ રેલવે નેટવર્ક બનાવવાની સંસ્થાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે જે રાષ્ટ્રના વિકાસને સમર્થન આપે છે અને તેના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરે છે.

સંદર્ભો

પીડીએફ જોવા માટે અહીં ક્લિક કરો.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2096927) Visitor Counter : 31


Read this release in: Hindi , English , Urdu