યુવા બાબતો અને રમત મંત્રાલય
અભિનેતા ગુલ પનાગ, બોક્સર સાવી બૂરાએ માર્ગ સલામતી માટે અપીલ કરી; રાષ્ટ્રવ્યાપી 'ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ'નું નેતૃત્વ કર્યુ
Posted On:
19 JAN 2025 3:30PM by PIB Ahmedabad
જાણીતી અભિનેત્રી ગુલ પનાગ અને અર્જુન પુરસ્કાર વિજેતા બોક્સર સવિતી બુરાએ ગુરુગ્રામના લેઝર વેલી પાર્કમાં 500 થી વધુ સાયકલ સવારોનું નેતૃત્વ કરીને 'ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ' અભિયાનને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે "દેશમાં રમતગમત અને ફિટનેસ સંસ્કૃતિ બનાવવાનો આ એકમાત્ર રસ્તો છે".
ગયા મહિને કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા શરૂ કરાયેલા આ અઠવાડિયાના રાષ્ટ્રવ્યાપી સાયકલિંગ કાર્યક્રમ માટે માર્ગ સલામતી થીમ હતી.
"હું ઘણા વર્ષો પહેલા ફિટ ઇન્ડિયા અભિયાન શરૂ થયું ત્યારથી તેની સાથે સંકળાયેલી છું. તે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એક શાનદાર પહેલ છે. મને લાગે છે કે ફિટ ઇન્ડિયા ચળવળ એ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા આપણે રમતગમત અને ફિટનેસ સંસ્કૃતિ બનાવી શકીએ છીએ જે ભારતને સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં વધુ મેડલ જીતવા તરફ દોરી જશે. પરંતુ આપણે ફિટનેસ સંસ્કૃતિથી શરૂઆત કરવી પડશે. ત્યાં જ ફિટ ઇન્ડિયા અવિશ્વસનીય યોગદાન આપે છે અને સન્ડે ઓન સાયકલ એક શાનદાર પહેલ છે. જો અન્ય દિવસોમાં નહીં તો આપણે રવિવારે સરળ સવારી માટે સમય કાઢી શકીએ છીએ," ગુલ પનાગે ઉમેર્યું હતુ.
"રસ્તા સલામતી ખાસ કરીને સાયકલ સવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દર વર્ષે ઘણા સાયકલ સવારો ગંભીર રીતે ઘાયલ થાય છે અને કેટલાક જીવલેણ બને છે કારણ કે ઓટોમોબાઈલ ડ્રાઇવરો રસ્તા પર સાયકલ સવારો વિશે જાગૃત નથી. સાયકલ સવારોએ હેલ્મેટ અને ઘૂંટણ અને કોણીનાં રક્ષકો જેવા રક્ષણાત્મક સાધનો પહેરવા જોઈએ. હું બધા વાહનચાલકોને વિનંતી કરીશ કે તેઓ શેરીઓમાં સાયકલ સવારો પ્રત્યે જાગૃત રહે અને તેમના પર ધ્યાન આપે. કૃપા કરીને સલામત સવારી કરો," તેણીએ માર્ગ સલામતી વિશે યાદ અપાવ્યું.
લાઇટ હેવીવેઇટ કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બોક્સર, સવિતી બુરા, જેમણે ગોલ્ફ કોર્સ રોડ, એઆઈટી ચોક, આર્ય સમાજ રોડ અને મિલેનિયમ સિટી સેન્ટરથી લીઝર વેલી પાર્ક સુધી 20 કિમીની રાઈડ પૂર્ણ કરી, તેમણે સૂત્ર આપ્યું: “પોલ્યુશન કો પંચ ઔર ડ્રગ્સ કો રાઇટ હૂક ક્યૂકી સન્ડેઝ હૈ સાયકલિંગ કે લિયે” (પોલ્યુશનને બહાર કાઢો અને ડ્રગ્સને રાઇટ હૂક પહોંચાડો કારણ કે રવિવાર સાયકલિંગ માટે છે).
તેણીએ વધુમાં ઉમેર્યું, “ફિટ ઈન્ડિયા દ્વારા આ એક મોટી પહેલ છે. હું લાંબા સમય પછી સાયકલ ચલાવવાનો ખૂબ આનંદ અનુભવું છું. સાયકલિંગના ઘણા ફાયદા છે જેમાં ઘૂંટણને સારી સ્થિતિમાં રાખવું, સ્નાયુઓની શક્તિ અને સહનશક્તિમાં પણ સુધારો થાય છે, જે વધુ સારી ગતિશીલતામાં મદદ કરે છે. તે તમારા હૃદય અને ફેફસાંના સ્વાસ્થ્યને પણ સુધારે છે. તમે યુવાન હો કે વૃદ્ધ, સાયકલિંગ એકંદર ફિટનેસ અને સ્વસ્થ રહેવા માટે ફાયદાકારક છે.”
નેતાજી સુભાષ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ (NSNIS), પટિયાલા ખાતે, 80 થી વધુ રાઇડર્સે ઠંડી અને ભારે ધુમ્મસનો સામનો કરીને સાયકલિંગ ઇવેન્ટ માટે 11 કિમીનું અંતર પૂર્ણ કર્યું. સહભાગીઓમાં વહીવટી અધિકારીઓ, રમતગમત વૈજ્ઞાનિકો, સહાયક સ્ટાફ, કોચ, ડિપ્લોમા તાલીમાર્થીઓ અને રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રો (NCOE) નાં ખેલાડીઓનો સમાવેશ થતો હતો.
પ્રાદેશિક કેન્દ્ર ગાંધીનગર ખાતે, ઇન્ડિયા પોસ્ટનાં 50 રાઇડર્સે સાયકલ રેલીમાં ભાગ લીધો હતો, જ્યારે બિહાર રેજિમેન્ટની 15મી બટાલિયનનાં 50 રાઇડર્સે આરસી કોલકાતામાં સાયકલ ચલાવી હતી.
NCOE સોનેપતે ખેલો ઇન્ડિયા સેન્ટર્સ (KICs) અને ખેલો ઇન્ડિયા એક્રેડિટેડ એકેડેમી (KIAAs) સહિત 10 સ્થળોએ મહિલા યોદ્ધાઓની થીમ પર આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. યુવા હોકી ખેલાડીઓ સાથે સબ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ ખેલાડીઓ તમન્ના અને રવિનાએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આસામ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને મેઘાલય રાજ્યોમાં પણ 'ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અગાઉ, સાયકલિંગ ઇવેન્ટમાં ભારતીય સેનાના જવાનો, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) અને લોવલીના બોરગોહેન, સંગ્રામ સિંહ, શંકી સિંહ, નીતુ ઘંઘાસ અને સિમરન શર્મા (પેરા વર્લ્ડ ચેમ્પિયન) જેવા અગ્રણી રમતગમત સ્ટાર્સે ભાગ લીધો હતો. આ ચળવળ દેશભરમાં વાયુ પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે પર્યાવરણ-મૈત્રીપૂર્ણ પ્રથાઓને પણ પ્રોત્સાહન આપે છે.
'ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ'નું આયોજન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (MYAS) દ્વારા સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (CFI) અને MY Bharat નાં સહયોગથી કરવામાં આવે છે. ઇવેન્ટ્સ એક સાથે દેશભરમાં SAI પ્રાદેશિક કેન્દ્રો, રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રો (NCOEs) અને ખેલો ઇન્ડિયા કેન્દ્રો (KICs) ખાતે યોજવામાં આવે છે.
AP/IJ/GP/JD
(Release ID: 2094384)
Visitor Counter : 41