લોકસભા સચિવાલય
azadi ka amrit mahotsav

સામાજિક-આર્થિક પરિવર્તન માટે ખાસ કરીને ગ્રામીણ અને આદિવાસી સમુદાયની મહિલાઓનો સમાવેશ અને સશક્તીકરણ મહત્ત્વપૂર્ણ છેઃ લોકસભા અધ્યક્ષ


નારી શક્તિ વંદન અધિનિયમ મહિલા નેતૃત્વ માટે ભારતના પ્રગતિશીલ વિઝનના પ્રમાણપત્ર તરીકે: લોકસભા સ્પીકર

ભગવાન બિરસા મુંડાનો સંઘર્ષ જંગલો અને જમીનના સંરક્ષણ, આદિવાસી સમુદાયોની પ્રતિષ્ઠા અને સ્વ-સન્માનની રક્ષા કરતા આગળ વધ્યો: લોકસભા સ્પીકર

લોકસભાના સ્પીકરે મહિલા પ્રતિનિધિઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ અને ઇનોવેશન અપનાવવા વિનંતી કરી જેથી તેઓ તેમના બંધારણને વધુ લોકો લક્ષી બનાવે

લોકસભાના સ્પીકરે ભારતની સાંસ્કૃતિક વારસાની જાળવણી કરતી વખતે આર્થિક વિકાસમાં ફાળો આપીને વૈશ્વિક બજારો સુધી પહોંચવા માટે મહિલાઓની આગેવાની હેઠળના સાહસોને વધુ સમર્થન આપવાનું આહ્વાન કર્યું

સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં "પંચાયત સે સંસદ 2.0" કાર્યક્રમમાં લોકસભા સ્પીકરે 22 રાજ્યોમાંથી આવેલા 500 થી વધુ મહિલા પ્રાથમિક પ્રતિનિધિઓને સંબોધિત કરી હતી

Posted On: 06 JAN 2025 6:17PM by PIB Ahmedabad

લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે કહ્યું હતું કે, સામાજિક-આર્થિક પરિવર્તન માટે ખાસ કરીને ગ્રામીણ અને આદિવાસી સમુદાયની મહિલાઓનો સમાવેશ અને સશક્તીકરણ મહત્ત્વપૂર્ણ છે. પીવાનું સ્વચ્છ પાણી, સાફસફાઈ અને શિક્ષણ જેવા ગ્રામીણ મુદ્દાઓનું સમાધાન કરવા માટે મહિલા નેતૃત્વનો ઉપયોગ કરવાના મહત્વ પર ભાર મૂકીને શ્રી બિરલાએ આદિવાસી મહિલાઓની ઉદ્યોગસાહસિકતાની ભાવનાની પ્રશંસા કરી હતી, જેઓ પરંપરાગત કળાઓ, ઓનલાઈન વ્યવસાયો અને સ્થાનિક ઉત્પાદનમાં પહેલો મારફતે આત્મનિર્ભર ગામડાંઓનું સર્જન કરી રહી છે. તેમણે મહિલાઓની આગેવાની હેઠળના આ ઉદ્યોગસાહસિકો વૈશ્વિક બજારો સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા વધુ સાથસહકાર આપવા અપીલ કરી હતી, જે ભારતનો સાંસ્કૃતિક વારસો જાળવવા સાથે આર્થિક વૃદ્ધિમાં પ્રદાન કરશે.

લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડતા શ્રી બિરલાએ નારી શક્તિ વંદન કાયદો મહિલા નેતૃત્વ માટે ભારતના પ્રગતિશીલ દ્રષ્ટિકોણનો પુરાવો હોવાનું ટાંક્યું હતું.

શ્રી બિરલા રાષ્ટ્રીય મહિલા આયોગ અને આદિજાતિ બાબતોનાં મંત્રાલયનાં સહયોગથી લોકસભા સચિવાલયનાં સંસદીય સંશોધન અને તાલીમ સંસ્થાન (પ્રાઇડ) દ્વારા આયોજિત 'સંવિધાન સદન'નાં ઐતિહાસિક સેન્ટ્રલ હોલમાં 'પંચાયત સે સંસદ 2.0' કાર્યક્રમમાં બોલી રહ્યાં  હતાં.

કેન્દ્રીય આદિજાતિ બાબતોનાં મંત્રી શ્રી જુઆલ ઓરમ; કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી, મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુર; સંસદના સભ્યો; આ પ્રસંગે લોકસભાનાં મહાસચિવ શ્રી ઉત્પલ કુમાર સિંહ અને રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષ શ્રીમતી વિજયા રાહતકર ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમમાં 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ)ની 500થી વધારે આદિવાસી મહિલા પ્રતિનિધિઓ સહભાગી થયા હતા, જેણે મહિલા સંચાલિત વિકાસ અને પાયાના સશક્તીકરણ માટે ભારતની પ્રતિબદ્ધતાને પુનઃવ્યક્ત કરવા માટે એક મંચ તરીકે કામ કર્યું હતું. ભારતની લોકતાંત્રિક અને વિકાસલક્ષી સફરમાં મહિલાઓના અમૂલ્ય પ્રદાનનો સ્વીકાર કરીને શ્રી બિરલાએ બંધારણ સભાની 15 મહિલા સભ્યોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમનું યોગદાન ભારતમાં મહિલા સશક્તીકરણની ચળવળને સતત પ્રેરિત કરતું રહ્યું છે.

ભારતની આઝાદીના 75 વર્ષની સફરને પ્રતિબિંબિત કરતા સ્પીકરે પીઆરઆઈના પ્રતિનિધિઓને ઝાંસીની રાણી લક્ષ્મી બાઈ અને આદિવાસી નેતા ભગવાન બિરસા મુંડા જેવા મહાનુભાવોના બલિદાનમાંથી પ્રેરણા લેવા હાકલ કરી હતી, જે સ્થિતિસ્થાપકતા અને સમાનતાનું પ્રતીક છે. તેમણે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાનો સંઘર્ષ જંગલો અને જમીનની જાળવણીથી આગળ વધીને આદિવાસી સમુદાયોની ગરિમા અને સ્વાભિમાનનું રક્ષણ કરવાનો છે. તેમણે સહભાગીઓને ભગવાન બિરસા મુંડાના જીવન અને વારસામાંથી પ્રેરણા લેવા વિનંતી કરી હતી.

લોકશાહીની માતા તરીકે ભારત શાસનમાં મહિલાઓની ભાગીદારીનો વારસો ધરાવે છે, જે વિશ્વને સતત પ્રેરણા આપે છે એમ જણાવતાં શ્રી બિરલાએ નોંધ્યું હતું કે, પંચાયતોમાં પાયાનાં સ્તરથી લઈને સંસદમાં રાષ્ટ્રીય ક્ષેત્ર સુધી મહિલાઓનું નેતૃત્વ પરિવર્તનને વેગ આપવા, જવાબદારી સુનિશ્ચિત કરવામાં અને સર્વસમાવેશક વિકાસ મોડલ તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલાઓની વધતી જતી હાજરીની પ્રશંસા કરી હતી, જેમાં કેટલાંક રાજ્યોએ મહિલાઓ માટે ફરજિયાત 33 ટકા અનામતને વટાવી દીધી છે, જે કેટલાંક કિસ્સાઓમાં 50 ટકાથી વધારે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પગલાં પ્રતીકાત્મક નથી, પરંતુ સાતત્યપૂર્ણ અને સર્વસમાવેશક શાસનની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલાં છે.

શ્રી બિરલાએ વર્ષ 2025ને મહિલા સશક્તીકરણ માટે સીમાચિહ્નરૂપ વર્ષ બનાવવા અપીલ કરી હતી અને મહિલાઓને માત્ર ભાગ લેવાને બદલે નેતૃત્વ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે આ વર્ષને નવા સંકલ્પોનું વર્ષ બનાવવાની અપીલ કરી હતી, જેમાં મહિલાઓ આત્મનિર્ભર બને અને સામાજિક રીતે સમાન, આર્થિક રીતે મજબૂત રાષ્ટ્રનું નેતૃત્વ કરે અને તેમના સ્વપ્નોને દેશની નિયતિમાં પરિવર્તિત કરે. શ્રીબિરલાએ મહિલા પ્રતિનિધિઓને મહિલાઓ-સંચાલિત વિકાસ અને ગ્રામીણ સ્વનિર્ભરતા સુનિશ્ચિત કરવા પરસ્પર સ્પર્ધા કરવા અપીલ કરી હતી. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ), મશીન લર્નિંગ અને નવીનતાને અપનાવવા પણ અપીલ કરી હતી, જેથી તેમના કામને વધારે લોકોલક્ષી બનાવી શકાય. આ પ્રસંગે શ્રી બિરલાએ તેમની સાથે 'સંસદ ભાષિની' મારફતે વાર્તાલાપ કર્યો હતોજે ગુજરાતી, મરાઠી, ઓડિયા, તમિલ, તેલુગુ અને મલયાલમ એમ છ ભારતીય ભાષાઓમાં ભાષણોનું ભાષાંતર કરવા માટે વપરાતું એઆઈ સાધન છે.

શ્રી બિરલાએ પંચાયત સ્તરે પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થાઓનું નેતૃત્વ કરતી મહિલાઓની સકારાત્મક અસર પર પ્રકાશ પાડ્યો હતો અને સમુદાયની ચિંતાઓનું અસરકારક રીતે સમાધાન કરતા બહેતર અને વધારે સંવેદનશીલ નેતૃત્વનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સામાજિક મુશ્કેલીઓ સાથે મહિલાઓનાં વ્યક્તિગત અનુભવો તેમને સ્થાનિક પડકારોનાં વધારે મજબૂત સમાધાનો વિકસાવવા સક્ષમ બનાવે છે. તેમણે આ માટે તેમની જન્મજાત સમસ્યા-નિવારણ કુશળતાને આભારી છે, જે મુદ્દાઓની ઊંડી સમજણ અને વ્યૂહાત્મક અભિગમો ઘડવાની સુવિધા આપે છે. શ્રી બિરલાએ લોકશાહી વ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમની વધેલી ભાગીદારીથી લોકોનાં જીવનમાં વધારે સામાજિક-આર્થિક પરિવર્તન આવશે.

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી લોકસભાના મહાસચિવ શ્રી ઉત્પલ કુમાર સિંહ; તથા રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષ શ્રીમતી વિજયા રાહતકરે પણ પ્રતિનિધિઓને સંબોધન કર્યું હતું. લોકસભા સચિવાલયના સંયુક્ત સચિવ શ્રી ગૌરવ ગોયલે આભાર વ્યક્ત કર્યો હતો.

દિવસ દરમિયાન, સહભાગીઓ માટે ઇન્ટરેક્ટિવ વર્કશોપ અને સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમનું સંચાલન નિષ્ણાતો અને સંસદના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં નીચેની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતુંઃ (1) પીઇએસએ કાયદાનાં 73મા સુધારા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો (ii) આદિજાતિની સમસ્યાઓનું સમાધાન કરવા માટે કેન્દ્ર સરકારની યોજનાઓ અને કાર્યક્રમો.

AP/IJ/GP/JD


(Release ID: 2090757) Visitor Counter : 35


Read this release in: English , Urdu , Hindi , Tamil