સંરક્ષણ મંત્રાલય
એર કોમોડોર દેબકીનંદન સાહુએ એર ઓફિસર કમાન્ડિંગ, બેઝ રિપેર ડેપો, તુગલકાબાદનો કાર્યભાર સંભાળ્યો
Posted On:
06 JAN 2025 1:51PM by PIB Ahmedabad
એર કોમોડોર દેબકીનંદન સાહુએ તા. 6 જાન્યુઆરી 2025ના રોજ એર કોમોડોર ઋષિ સેઠ પાસેથી બેઝ રિપેર ડેપો, તુગલકાબાદની કમાન સંભાળી હતી. તેમણે ડેપોના કર્મચારીઓ દ્વારા પ્રભાવશાળી ઔપચારિક પરેડ સાથે ચાર્જ સંભાળ્યો હતો.
એર કોમોડોર દેબકીનંદન સાહુને 30 મે 1994ના રોજ ભારતીય વાયુસેનાના એરોનોટિકલ એન્જિનિયરિંગમાં કમિશન આપવામાં આવ્યું હતું. આ ક્ષેત્રમાં તેમનો અનુભવ અને કુશળતા પ્રશંસનીય છે. તેઓ એરફોર્સ ટેકનિકલ કોલેજ (AFTC), ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ (DSSC) અને કોલેજ ઓફ એર વોરફેર, સિકંદરાબાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમની પાસે ઉડ્ડયન અને માર્ગદર્શિત શસ્ત્ર મિસાઇલ પ્રણાલીના ક્ષેત્રમાં વ્યાપક તકનીકી કુશળતા છે.
એર ઓફિસર દેબકીનંદન સાહુએ તેમની શાનદાર કારકિર્દી દરમિયાન ઘણા મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. તેમાં મુખ્ય એરફોર્સ બેઝના ચીફ એન્જિનિયરિંગ ઓફિસર્સ, ઓપરેશનલ કમાન્ડ હેડક્વાર્ટર અને એર હેડક્વાર્ટર ખાતે સ્ટાફની નિમણૂકોનો સમાવેશ થાય છે. તેમની વિશિષ્ટ સેવાની માન્યતામાં, એર કોમોડોર દેબકીનંદન સાહુને 26 જાન્યુઆરી 2023 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ઠ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
AP/IJ/GP/JD
(Release ID: 2090598)
Visitor Counter : 53