કૃષિ મંત્રાલય
કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર: ખેડૂત આઇડી જનરેટ કરવામાં ગુજરાત આગળ
Posted On:
06 DEC 2024 6:10PM by PIB Ahmedabad
ભારત સરકારે 2 સપ્ટેમ્બર, 2024ના રોજ જાહેર થયેલા ડિજિટલ કૃષિ મિશન અંતર્ગત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઈ)ની રચનામાં આગળનો માર્ગ દર્શાવવામાં સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. 5 ડિસેમ્બર 2024ના રોજ, રાજ્યમાં લક્ષ્યાંકિત સંખ્યાના 25% ખેડૂતો માટે ખેડૂત આઈડી ઉત્પન્ન કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. આ સફળતા ભારત સરકારની 'એગ્રી સ્ટેક પહેલ'ના ભાગરૂપે એક વ્યાપક ધોરણો-સંચાલિત ડિજિટલ કૃષિ ઇકોસિસ્ટમ ઊભી કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું રજૂ કરે છે.
ફાર્મર આઈડી એ આધાર પર આધારિત ખેડૂતોની એક વિશિષ્ટ ડિજિટલ ઓળખ છે, જે રાજ્યની જમીન રેકોર્ડ સિસ્ટમ સાથે ગતિશીલ રીતે જોડાયેલી છે, જેનો અર્થ એ છે કે ખેડૂત આઈડી વ્યક્તિગત ખેડૂતની જમીન રેકોર્ડની વિગતોમાં ફેરફાર સાથે આપમેળે અપડેટ થઈ જાય છે. ખેડૂત આઈડી, પાકના વાવણી કરેલા ડેટાને ડિજિટલ કૃષિ મિશન હેઠળ ડિજિટલ રીતે કેપ્ચર કરવામાં આવે છે, જેનો હેતુ નીચે મુજબના ખેડૂત-કેન્દ્રિત લાભો પ્રદાન કરવાનો છે:
- સરકારી યોજનાઓની સરળીકૃત અને અવિરત સુલભતા
- સુવ્યવસ્થિત પેપરલેસ અને કોન્ટેક્ટલેસ પાક લોન અને ક્રેડિટ કે જેના પર એક કલાકની અંદર પ્રક્રિયા કરી શકાય છે
- ખેડૂતની જરૂરિયાતને અનુરૂપ વ્યક્તિગતકૃત કૃષિ વિસ્તરણ સેવાઓ
- પ્રત્યક્ષ અને પારદર્શક લાભ હસ્તાંતરણ
- સુધારેલ બજાર કનેક્ટિવિટી
- સુધારેલ નાણાકીય સર્વસમાવેશકતા
ડિજિટલ ઓળખ ખેડૂત-કેન્દ્રિત નવીન સમાધાનો વિકસાવવા, કાર્યક્ષમ કૃષિ સેવા પ્રદાન કરવાની ખાતરી આપવા અને કૃષિ પરિવર્તન માટે ડિજિટલ ઇકોસિસ્ટમ ઊભી કરવા, સ્થાયી કૃષિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે-સાથે ખેડૂતોની આવકમાં સુધારો કરવાનાં ઉદ્દેશ સાથે કાર્ય કરી શકાય તેવી આંતરદૃષ્ટિ અને માહિતગાર નીતિ-નિર્માણ માટે પરિવર્તનકારી સાધન તરીકે પણ કામ કરશે.
ખેડૂત આઈડીના સર્જનને વ્યાપક કવરેજ સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારનાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે રાજ્યો માટે બહુ-આધુનિક વ્યૂહરચના વિકસાવી છે. આ માધ્યમોમાં ખેડૂત ઓળખનાં માધ્યમ (મોબાઇલનો ઉપયોગ કરીને ખેડૂતો દ્વારા સ્વ-નોંધણી), સહાયક મોડ (પ્રશિક્ષિત ફિલ્ડ વર્કર્સ/સ્વયંસેવકો દ્વારા આસિસ્ટેડ રજિસ્ટ્રેશન), કેમ્પ મોડ (ગ્રામીણ વિસ્તારોમાં સમર્પિત નોંધણી શિબિર), સીએસસી મોડ (સામાન્ય સેવા કેન્દ્રો મારફતે નોંધણી) જેવી ચેનલો સામેલ છે.
ડિજિટલ કૃષિ મિશને રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે કૃષિ ક્ષેત્ર માટે ડીપીઆઈનું નિર્માણ કરવા સંયુક્ત પ્રયાસને સક્ષમ બનાવ્યો છે, જે માટે કૃષિ ક્ષેત્ર માટે ડીપીઆઈનું નિર્માણ કરવામાં આવશે તથા ખેડૂત રજિસ્ટ્રી બનાવવા માટે પ્રોત્સાહન સ્વરૂપે મૂડીગત યોજનાઓ માટે વિશેષ કેન્દ્રીય સહાયતા સામેલ છે.
ઉપરાંત, ડિજિટલ કૃષિ મિશન હેઠળ, કેન્દ્ર તકનીકી માર્ગદર્શિકાઓ, સંદર્ભ એપ્લિકેશન્સ અને કમ્પ્યુટિંગ ક્ષમતા પ્રદાન કરીને, રાજ્યની ક્ષમતામાં વધારો કરીને અને તાલીમ પ્રદાન કરીને રાજ્યોને સક્ષમ બનાવે છે. ભારત સરકાર નોંધણી શિબિરોના આયોજન માટે નાણાકીય પ્રોત્સાહનો પણ પ્રદાન કરે છે અને ખેડૂત આઈડી જનરેટ કરવામાં સંકળાયેલા સરકારી અધિકારીઓને કામગીરી-આધારિત પ્રોત્સાહનો પણ પ્રદાન કરે છે.
રાજ્ય સ્તરે, આંતર-વિભાગીય સંકલન અને સહયોગ, ખાસ કરીને મહેસૂલ અને કૃષિ વિભાગો વચ્ચે, આ પહેલની મુખ્ય બાબતો છે. રાજ્યોએ કૃષિ ક્ષેત્ર માટે ડીપીઆઈ વિકસાવવા માટે પ્રક્રિયા સુધારણા સહિત વહીવટી અને તકનીકી ફેરફારોને સક્ષમ બનાવ્યા છે. રાજ્યોએ પ્રગતિ પર નજર રાખવા, સ્થાનિક ટેકો પૂરો પાડવા અને જનરેટ કરેલા ડેટાની ગુણવત્તા અને સચોટતા સુનિશ્ચિત કરવા પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ્સ (પીએમયુ) અને સંકલન ટીમોની પણ સ્થાપના કરી છે.
જ્યારે ગુજરાત 25 ટકા ખેડૂત આઈડી (પીએમ કિસાનમાં રાજ્યના કુલ ખેડૂતોમાંથી) સાથે મોખરે છે, ત્યારે અન્ય રાજ્યો પણ સારી પ્રગતિ કરી રહ્યા છે. મધ્ય પ્રદેશે ટૂંકા ગાળામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે, જે 9 ટકા સુધી પહોંચી છે, મહારાષ્ટ્ર 2 ટકા પર પહોંચ્યું છે, અને ઉત્તર પ્રદેશ, આસામ, છત્તીસગઢ, ઓડિશા અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોએ પણ ખેડૂત આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે.
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આ પરિવર્તનકારી યાત્રામાં રાજ્યોને સાથસહકાર આપવા કટિબદ્ધ છે, જેથી દરેક ખેડૂતને ડિજિટલ કૃષિ ક્રાંતિનો લાભ મળે એ સુનિશ્ચિત કરી શકાય.
AP/IJ/GP/JD
(Release ID: 2081651)
Visitor Counter : 83