સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવામાં 'ડાકઘર નિર્યાત કેન્દ્ર' નિભાવશે મહત્ત્વપૂર્ણ ભૂમિકા - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા 'ડાક સેવાઓમાં પ્રગતિ અને નિકાસકારો માટે પ્રદાન કરાતી સેવાઓ' સંબંધિત સત્રને પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે કર્યું સંબોધન
ડાકઘર નિર્યાતકેન્દ્ર દ્વારા સ્થાનિક ઉદ્યોગકારો બનશેસશક્ત, સ્થાનિક ઉત્પાદન ને મળશે વૈશ્વિક બજાર - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ
Posted On:
12 SEP 2024 7:03PM by PIB Ahmedabad
પોસ્ટ વિભાગ નવી ટેકનોલોજી અને નવીનતા સાથે તેની સેવાઓનો વિસ્તાર કરીને સમાજના દરેક વર્ગ સુધી પહોંચી રહ્યો છે. કોર્પોરેટ ગ્રાહકો, નિકાસકારો થી લઈને સ્થાનિક ઉદ્યોગકારો માટે અનેક નવી સેવાઓ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક વ્યવસાયોની નિકાસ ક્ષમતામાં વધારો કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલા રૂપે ડાકઘર નિર્યાતકેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. હવે ઓડીઓપી, જી.આઈ., એમ.એસ.એમ.ઈ. જેવા ઉત્પાદનો પોસ્ટલ નેટવર્ક દ્વારા વૈશ્વિક બજારોમાં ઝડપથી પહોંચી શકશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા 'ડાક સેવાઓમાં પ્રગતિ અને નિકાસકારો માટે પ્રદાન કરાતી સેવાઓ'વિષય પર આયોજિત સત્રને સંબોધતા ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ઉપરોક્ત નિવેદન વ્યક્ત કર્યું હતું.આ પ્રસંગે ડાક સેવાઓ વિશે પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી અને વિવિધ નિકાસકારો સાથે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી. જી.સી.સી.આઇ.ના અધ્યક્ષ શ્રી સંદીપ એન્જિનિયરએ સ્વાગત સંબોધન કર્યું, લોજિસ્ટિક્સ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ શ્રી હિતેન વસંતે થીમ વિશે માહિતી આપી અને મહાજન સંકલન સમિતિના અધ્યક્ષ શ્રી આશીષ ઝવેરીએ આભાર વ્યક્ત કર્યો.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે કહ્યું કે પોસ્ટના વિવિધ માધ્યમોથી વ્યાપારી નિકાસને પ્રોત્સાહન આપવા માટે નિકાસકારો માટે વન-સ્ટોપ ડેસ્ટીનેશન તરીકે ડાકઘર નિર્યાત કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. ડાકઘર નિર્યાત કેન્દ્ર(DNK) પરથી પાર્સલ બુક કરાવવા માટે, ઇ-નિર્યાતકોને ડાકઘર જવાની જરૂર નથી, તેઓ પોતાના ઓફિસ અથવા યુનિટમાંથી જ પાર્સલ બુક કરી શકે છે. અહીં સુધી કે ઓનલાઇન કસ્ટમ ક્લિયરન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. ડાકઘર નિર્યાત કેન્દ્ર નિકાસ સાથે સંબંધિત દસ્તાવેજીકરણ, બારકોડ સાથે લેબલની છપાઈ, પોસ્ટલ બિલની ઓનલાઈન ફાઈલિંગ, દસ્તાવેજ વિના કસ્ટમ કલીરન્સ જેવી સુવિધાઓમાં મદદ કરે છે. નાના શહેરો અને ગામોના નિકાસકારો, કારીગરો, વેપારીઓ, સ્વસહાય જૂથો પોતાના ઉત્પાદનોનું વૈશ્વિક સ્તરે નિકાસ કરવા માટે ડીએનકે નું બખૂબી ઉપયોગ કરી રહ્યા છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે ઉદ્યોગકારોને સ્થાનિક થી વૈશ્વિકબજારો સુધી પહોંચવામાં મદદકરવાપોસ્ટલ નેટવર્કની સરળતા અને કાર્યક્ષમતા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે સ્પીડ પોસ્ટ અને બિઝનેસ પાર્સલનાવર્ગીકરણ અને વિતરણ માટે વિશેષ હબ અને નોડલ ડિલિવરી સેન્ટરોની સ્થાપના કરવામાં આવી છે. ઇ-કોમર્સ ઉત્પાદનો માટે કેશ-ઓન-ડિલિવરીની સુવિધા આપવામાં આવી રહી છે. પોસ્ટલ આર્ટીકલની ડિલિવરી પોસ્ટમેન મોબાઇલ એપ્લિકેશન (પી.એમ.એ.) દ્વારા રિયલ ટાઈમમાં અપડેટ કરવામાં આવી રહી છે. ઓનલાઇન ટ્રેકએન્ડટ્રેસ ની સુવિધા પણ આપવામાં આવી છે. મેઈલ અને પાર્સલના ઝડપી નિકાલ માટે પોસ્ટ વિભાગ દ્વારા નવી ટ્રાન્સપોર્ટ નીતિ બનાવવામાં આવી છે. પોસ્ટ વિભાગ અને ભારતીય રેલવેએ સંયુક્ત પાર્સલ પ્રોડક્ટ રૂપે 'રેલ પોસ્ટ ગતિ શક્તિ એક્સપ્રેસ કાર્ગો સેવા' શરૂ કરી છે. ડાકઘરોમાં ક્લિક એન્ડ બુક સેવા, પાર્સલ પેકેજિંગ યુનિટ, ક્યુઆર કોડથી ડિજિટલ પેમેન્ટ જેવી સુવિધા વિશે પણ તેમણે માહિતી આપી. શ્રી યાદવે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય ડાકના ઝડપી નિકાલ માટે અમદાવાદના શાહીબાગમાં વિદેશ ડાકઘર અને સુરતમાં ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પાર્સલ બુકિંગ માટે ઓન-સ્પોટ કસ્ટમ ક્લિયરન્સની સુવિધા ઉપલબ્ધ છે. વિશ્વભરમાં 200 કરતાં વધુ ગંતવ્ય દેશો અને પ્રદેશો માટે આંતરરાષ્ટ્રીય પાર્સલ સેવા ઉપલબ્ધ છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે ઉદ્યોગકારો સાથે વાતચીત કરતા કહ્યું કે પત્ર, પાર્સલ, લોજિસ્ટિક્સની સાથે મની ટ્રાન્સફર, સેવિંગ્સ બેંક, વિમા, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, આધાર, પાસપોર્ટ, કોમન સર્વિસ સેન્ટર જેવી વિવિધ નાગરિક કેન્દ્રિત સુવિધાઓ પણ ડાકઘરો દ્વારા વિસ્તરી રહી છે. ફિઝિકલ મેઈલથી લઈને ડિજિટલ મેઈલ અને 'ડાકિયા ડાક લાવ્યો'થી 'ડાકિયા બેંક લાવ્યો' સુધીના પ્રવાસમાં ડાક સેવાઓએ અનેક નવીનતાઓ કરી છે.
AP/GP
(Release ID: 2054270)
Visitor Counter : 140