સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે અમદાવાદમાં 'ધી આઈડિયલ એન્ડ ગ્રેટ સ્ટેમ્પ્સ' પેઈન્ટિંગ પ્રદર્શનીનું કર્યું ઉદઘાટન


રવિશંકર રાવલ કલા ભવન, અમદાવાદમાં 21-23 ઑગસ્ટ સુધી યોજાયેલી ત્રણ દિવસીય પેઈન્ટિંગ પ્રદર્શનીનું પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે કર્યું ઉદઘાટન

પેઈન્ટિંગ એક કળાનીસાથે-સાથે આધુનિક સમાજની સંવેદનાનું પ્રતિબિંબ છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ

પેઈન્ટિંગ ફક્ત રંગભરવાની પ્રવુત્તિ નથી, તેમાં સંવેદના અને સામાજિક જાગૃતિ પણ પ્રતિબિંબિત થવી જોઈએ - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ

સભ્યતા, સંસ્કૃતિ અને વારસાનું પ્રતીક છે ડાક ટિકિટ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ

Posted On: 21 AUG 2024 7:29PM by PIB Ahmedabad

'ધી આઈડિયલ એન્ડ ગ્રેટ સ્ટેમ્પ્સ' પેઈન્ટિંગ પ્રદર્શનીનું ઉદઘાટન 21 ઑગસ્ટે ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવના હસ્તે કરવામાં આવ્યું હતું. અમદાવાદના રવિશંકર રાવલ કલા ભવન, એલિસ બ્રિજ ખાતે યોજાયેલ ત્રિ-દિવસીય પ્રદર્શનમાં કલાકાર શ્રી બિપિન ચંદ્ર નાથુરામ ધમેલની મહાત્મા બુદ્ધ વિષયક ચિત્રકલા અને ડાક ટિકિટો પર આધારિત પેઈન્ટિંગ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા પ્રાયોજિત પ્રદર્શની 23 ઑગસ્ટ સુધી સવારે 11 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી જોઈ શકાય છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે દીપ પ્રજ્વલન કરીને પ્રદર્શનનું ઉદઘાટન કર્યું અને ત્યારબાદ વિવિધ કળાકૃતિઓનું અવલોકન કર્યું. પ્રસંગે વિશિષ્ટ મહેમાન તરીકે બૌદ્ધ ગુરુ ધમ્માચારી આનંદ શાક્ય, સેઠ સી.એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના ભૂતપૂર્વ વિભાગાધ્યક્ષ શ્રી જયેન્દ્ર પંચોલી, વોટર કલર આર્ટિસ્ટ શ્રી ભારત ભટ્ટ પણ હાજર રહ્યા.

પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે પોતાના સંબોધનમાં જણાવ્યું કે મહાત્મા બુદ્ધના જીવનના વિવિધ પાસાઓ સાથે સાહિત્ય, કળા, સંસ્કૃતિની સાથે-સાથે શિક્ષણ, આધ્યાત્મ, સ્થાપત્ય કળાના વિવિધ પાસાઓને સાચવતી કળાપ્રદર્શન અનોખુ છે. પેઈન્ટિંગ એક કળાની સાથે સાથે આપણા સમાજ અને પર્યાવરણનું પ્રતિબિંબ પણ છે. કળાકૃતિઓમાં આપણને સમાજની અનોખી ઝલક જોવા મળે છે. માત્ર આડી કે ત્રાંસી લાઇનો દોરીને તેમાં રંગો ભરવા પેઈન્ટિંગ નથી, પરંતુ તેમાં સંવેદના અને સામાજિક જાગૃતિ પણ પ્રતિબિંબિત થવી જોઈએ.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે કલાકાર શ્રી બિપિન ચંદ્ર દ્વારા મહાત્મા બુદ્ધ સાથે  વિવિધ મહાપુરુષો અને વિવિધ વિષયો પર બહાર પાડવામાં આવેલી ડાક ટિકિટોને પેઈન્ટિંગ્સમાં ઢાળી પ્રદર્શિત કરવા બદલ પ્રશંસા કરી. શ્રી યાદવે સૂચિત કર્યું કે ડાક ટિકિટ ખરેખર એક નાનું રાજદૂત છે, જે વિવિધ દેશોમાં પ્રવાસ કરે છે અને તેઓને પોતાની સંસ્કૃતિ, સંસ્કાર અને વારસાનો પરિચિય કરાવે છે. દરેક ડાક ટિકિટની પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે અને વાર્તાની સાથેઆજની યુવા પેઢીને જોડવાની જરૂર છે. ગુજરાતની ધરતી પર જન્મેલા 'રાષ્ટ્રપિતા' મહાત્મા ગાંધીજીએ પોતાના વિચારો અને કાર્યોથી વિશ્વભરમાં પ્રતિષ્ઠા મેળવી છે, એટલેજવિશ્વમાં સૌથી વધુ ટપાલ ટિકિટો મહાત્મા ગાંધી પર બહાર પાડવામાં આવી છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે કળાપ્રદર્શનની પ્રશંસા કરતાં જણાવ્યું  કે પ્રકારના પ્રદર્શનોનું આયોજન થવું જોઈએ, જેથી લોકોને કંઈક નવું જોવા અને શીખવા મળે. તેમણે જણાવ્યું કે શ્રી બિપિન ચંદ્રની કલાકૃતિઓ "અપ્પ દીપો ભવ" સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. આથી વધારેમાં વધારે લોકો પ્રકારની પ્રવૃતિમાં જોડાવા જોઈએ.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે ડાક ટિકિટ સંગ્રહ અને તેના અધ્યયનની કળાફિલેટલીના ક્ષેત્રમાં પોસ્ટ વિભાગ દ્વારા ઘણા નવા પગલા લેવામાં આવી રહ્યા છે. તેનો હેતુ બાળકોમાં સર્જનાત્મકતાના વિકાસ સાથે સાથે તેઓને વિવિધ સમકાલીન વિષયો, ઘટનાઓ, દેશના મહાનુભાવો, જૈવ વૈવિધ્યતા વગેરે સાથે પરિચિત કરાવવાનો છે. ‘ફિલેટલીનો શિક્ષણ પદ્ધતિને મજબૂત બનાવવામાં મહત્વનો ફાળો છે. પોસ્ટ ઓફિસમાં માત્ર ₹.200/-ની પ્રારંભિક જમા રકમથી ફિલેટલી ડિપોઝિટ ખાતું ખોલીને ઘરે બેઠા ડાક ટિકિટ મંગાવી શકાય છે. આથી યુવાનો અને બાળકોને જ્ઞાન સાથે સાથે એક સારો શોખ અપનાવવા માટે પ્રેરણા મળશે.

કલાકાર શ્રી બિપિન ચંદ્રે જણાવ્યું કે 'વન મેન એક્ઝિબિશન ઓફ પેઈન્ટિંગ્સ' હેઠળ મૂકાયેલી તેમની પ્રદર્શનીનો હેતુ મહાત્મા બુદ્ધના જીવનના વિવિધ પ્રસંગો અને ડાક ટિકિટો દ્વારા પ્રતિબિંબિત થયેલા વિવિધ મહાનુભાવો, સાંસ્કૃતિક સગવડ અને અન્ય સમસામયિક વિષયોને ચિત્રોમાં સમાવવું અને તેના માધ્યમથી જનજાગૃતિને વધારવું છે. તેમણે જણાવ્યું કે પછી 19 થી 21 ઑક્ટોબર દરમિયાન ગોવા સ્થિત ઉજ્વલ આર્ટ ગેલેરીમાં પેઈન્ટિંગ્સનું પ્રદર્શન યોજવામાં આવશે.

AP/GP/JD



(Release ID: 2047402) Visitor Counter : 119


Read this release in: English , Urdu , Hindi