આયુષ

યોગ મહોત્સવ - પુણે, મહારાષ્ટ્ર ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 માટે 75 દિવસનું કાઉન્ટડાઉન


યોગ મહોત્સવએ હજારો યોગ ઉત્સાહિને આકર્ષિત કર્યાં

Posted On: 07 APR 2024 1:03PM by PIB Ahmedabad

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના 75-દિવસીય કાઉન્ટડાઉનની ઉજવણી અંતર્ગત સરકારના આયુષ મંત્રાલય દ્વારા યોજાયેલા 'યોગ મહોત્સવ'માં ભારે ભીડ જોવા મળી હતી, મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ યોગ અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ નેચરોપથી દ્વારા સંયુક્ત રીતે આયોજિત વાડિયા કૉલેજ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, પુણે (મહારાષ્ટ્ર) ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ભારતના હજારો સહભાગીઓ આ ભવ્ય કાર્યક્રમ માટે એકત્રિત થયા અને સામાન્ય યોગ પ્રોટોકોલ (CYP)ની પ્રેક્ટિસમાં સક્રિયપણે સામેલ થયા. ઉત્સાહ અને સહભાગિતાનું આ નોંધપાત્ર પ્રદર્શન વ્યક્તિગત અને સામાજિક સુધારણામાં યોગના વધતા મહત્વને રેખાંકિત કરે છે.

આ કાર્યક્રમમાં આયુષ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી સત્યજીત પોલ સહિત આદરણીય મહેમાનોની હાજરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું; શ્રી વિશ્વાસ માંડલિક, પ્રમુખ, યોગ વિદ્યા ગુરુકુલ, નાસિક જાણિતા યોગ ગુરુ; શ્રીમતી. વિજયાલક્ષ્મી ભારદ્વાજ, ડાયરેક્ટર, આયુષ મંત્રાલય; ડૉ. સત્ય લક્ષ્મી, ડિરેક્ટર, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ નેચરોપથી, પૂણે અને વૈદ્ય ડૉ. કાશીનાથ સામગાંડી, MDNIYના ડિરેક્ટર. તેમની સહભાગિતાએ આ પ્રસંગને વધુ મહત્વપૂર્ણ બનાવી દીધું, જે યોગને પ્રોત્સાહન આપવા અને વ્યક્તિઓ અને સમુદાયો માટે સમાન રીતે બહેતર કરવાના હેતુને આગળ વધારવા પ્રત્યેની સામૂહિક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

આ કાર્યક્રમમાં આયુષ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, રાજ્ય સરકાર અને ઘણા વધુ પ્રતિષ્ઠિત મહાનુભાવો અને નિષ્ણાતો દ્વારા અને કેટલાક આદરણીય યોગ માસ્ટર્સ અને ગુરુઓના સંદેશાઓ પણ સામેલ થયા હતા.

આ પ્રસંગે બોલતા આયુષ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી સત્યજીત પોલે જણાવ્યું હતું કે, “આ ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે કે પુણે આ પ્રાકૃતિક વાતાવરણમાં આ અદ્ભુત ‘યોગ મહોત્સવ’નું આયોજન કરી રહ્યું છે. યોગ એ સ્વસ્થ અને સારી આવતીકાલ તરફ વૈશ્વિક ચળવળ છે. તેમણે વિશાળ મેળાવડાની પણ પ્રશંસા કરી અને તેમને પણ અભિનંદન પાઠવ્યા.

આ પ્રસંગે નાસિક સ્થિત યોગ વિદ્યા ગુરુકુલના પ્રમુખ શ્રી વિશ્વાસ મંડલિકે જણાવ્યું હતું કે, “યોગ એ ભારતના સમૃદ્ધ વારસાની એક અદ્ભુત ભેટ છે જેણે વિશ્વને તંદુરસ્ત સ્થળ બનાવવા માટે લાભ આપ્યો છે. યોગ મૂળભૂત રીતે એક આધ્યાત્મિક શિસ્ત છે જે અત્યંત સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત છે જે મન અને શરીર વચ્ચે સુમેળ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આજના મેગા શોમાં કોમન યોગા પ્રોટોકોલ (CYP)ને ખૂબ મહત્વ આપવામાં આવ્યું હતું. સંબોધન પછી, મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ યોગના નિષ્ણાંતો દ્વારા ડાયરેક્ટર, MDNIYના નેતૃત્વ હેઠળ કોમન યોગ પ્રોટોકોલનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં 5000થી વધુ યોગ સાધકોએ કોમન યોગ પ્રોટોકોલનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ આયુષ મંત્રાલય, MDNIY અને અન્ય યોગ સંસ્થાઓના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો.

ભારતીય યોગ એસોસિએશને પણ તેમના મહારાષ્ટ્ર રાજ્ય ચેપ્ટર સાથે 75માં દિવસની IDY-2024 ઉજવણીને સમર્થન આપ્યું હતું.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2017397) Visitor Counter : 53