યુવા બાબતો અને રમત મંત્રાલય
12મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસ-2024ની ઉજવણી કરાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાસિક ખાતે વિશાળ યુવા મહોત્સવને સંબોધન કરી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે
ગુજરાતમાં અમદાવાદ સહિત 31 જિલ્લાઓમાં યુવા દિવસ નિમિત્તે કાર્યક્રમોનું આયોજન
Posted On:
11 JAN 2024 4:47PM by PIB Ahmedabad
રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી:
12મી જાન્યુઆરી 2024ના રોજ સ્વામી વિવેકાનંદની જન્મજયંતી છે, અને તેને રાષ્ટ્રીય યુવા દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. યુવા બાબતોનો વિભાગ રાષ્ટ્રીય યુવા દિવસ માટે કમર કસી રહ્યું છે, જેમાં દેશની યુવા જનસંખ્યાના દરેક ખૂણાને જોડવા અને સશક્ત બનાવવા માટે એક અનોખો અને વિસ્તૃત અભિગમ અપનાવવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય યુવા દિવસ પર 763 જિલ્લાઓમાં એકીકૃત પ્લેટફોર્મ દ્વારા ભારત માટે સ્વયંસેવક:
આ વર્ષે, યુવા બાબતોના વિભાગની તમામ ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા વિવિધ સરકારી વિભાગોના સહયોગથી ભારતભરના જિલ્લાઓમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવશે. એનએસએસ એકમો, એનવાયકેએસ અને ઘણી શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી સમગ્ર દેશમાં માય ભારતના સ્વયંસેવકો તેમની ઊર્જાનું સંકલન કરશે, જેથી તેઓ ભારત માટે સ્વયંસેવક તરીકેની પ્રવૃત્તિઓ હાથ ધરી શકે. યુથ ક્લબ્સ પણ ઉજવણીમાં તેમની જીવંત ઊર્જા લાવશે, જે ખરા અર્થમાં સર્વસમાવેશક વાતાવરણ સુનિશ્ચિત કરશે.
રાષ્ટ્રીય યુવા દિવસની પ્રવૃત્તિઓ:
12મી જાન્યુઆરીના રોજ દેશના મુખ્ય શહેરો અને 750 જિલ્લાના મુખ્ય મથકો પર માર્ગ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. સ્વયંસેવકો આ કાર્યક્રમો માટે માય ભારત ડિજિટલ પ્લેટફોર્મ (https://mybharat.gov.in) દ્વારા નોંધાયેલા છે. પ્રશિક્ષિત માર્ગ સલામતી સ્વયંસેવકોને કેન્દ્ર/રાજ્ય મંત્રીઓ, સ્થાનિક સાંસદો અથવા ધારાસભ્યો દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવશે, જે સઘન ઝુંબેશ દ્વારા આવતીકાલને વધુ સુરક્ષિત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સ્વયંસેવકોને ટ્રાફિક ચોક પોઈન્ટ પર ટ્રાફિકને નિયંત્રિત કરવામાં મદદ કરવા અને માર્ગ સલામતી જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે તૈનાત કરવામાં આવશે. આ અભિયાનમાં 88,000થી વધુ સ્વયંસેવકો ભાગ લેશે.
ઘણા સ્થળોએ (વિગત સાથે જોડાયેલ), સ્વયંસેવકો બાળકો માટે વાર્તા કહેવાના સત્રો માટે આંગણવાડી કેન્દ્રોની મુલાકાત પણ લેશે, સરકારી યોજનાઓ વિશે માહિતી પ્રસારણ કરશે.
કેટલાક જિલ્લાઓમાં, યુવાન સ્વયંસેવકોને અકસ્માતોમાં પ્રથમ પ્રતિસાદકર્તા તરીકે તાલીમ આપવામાં આવશે.
સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણીને અનુલક્ષીને 12મી જાન્યુઆરીએ મેગા પ્રોગ્રામ
આદરણીય પ્રધાનમંત્રી 12મી જાન્યુઆરીના રોજ નાસિક મહારાષ્ટ્ર ખાતે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કરશે અને દેશના યુવાનોને સંબોધિત કરશે. દેશના 763 જિલ્લામાં, રાષ્ટ્રીય યુવા દિવસ 2024 પર જિલ્લા સ્તરના મેગા પ્રોગ્રામની શરૂઆત સ્વામી વિવેકાનંદને આદરપૂર્વક પુષ્પાંજલિ સાથે કરવામાં આવશે, ત્યારબાદ પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
"માય ભારત- વિકસિત ભારત@2047- યુવાનો માટે, યુવાનો દ્વારા" એ થીમ પર જિલ્લા કક્ષાની ડિક્લેમેશન સ્પર્ધાઓના વિજેતાઓ આ કાર્યક્રમ દરમિયાન સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશ પર યુવા દિવસનું સંબોધન કરશે.
કાર્યક્રમના અંતમાં યુવા ઉત્સવના ટીમ અને વ્યક્તિગત વિજેતાઓ તેમજ યજમાન સંસ્થાઓની ભાગીદારીથી જિલ્લાના વિવિધ સાંસ્કૃતિક વારસા અને યુવાનોની પ્રતિભાને દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ પ્રસ્તુત કરવામાં આવશે.
ભાગીદાર મંત્રાલયો અને તેમની જિલ્લા કક્ષાની કચેરીઓ 12મી જાન્યુઆરી 2024ના રોજ સ્થળ પર મેગા પ્રોગ્રામ વગેરેની સાથે વિવિધ પ્રદર્શનો/પ્રવૃત્તિઓ/નોંધણી/જાગૃતિ અભિયાનો સાથે સ્ટોલ સ્થાપિત કરશે, જેમાં ટ્રાફિક જાગૃતિ, પોષણ અને આહાર, KVIC સ્ટાર્ટ અપ્સના ઉત્પાદનો, PMEGP લાભાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
દેશના યુવાનોને જોડતું ડિજિટલ પ્લેટફોર્મ
ઉપરોક્ત તમામ કાર્યક્રમો ડિજિટલ એમવાય ભારત પ્લેટફોર્મ પર જિલ્લા સ્તરે બનાવવામાં આવી રહ્યા છે જેથી યુવાનોની પહોંચમાં સુધારો થાય. આવી ઇવેન્ટ જનરેશન એ સુનિશ્ચિત કરે છે કે દરેક જિલ્લાનું અનન્ય પાત્ર અને યુવાનોની આકાંક્ષાઓ બાહ્ય પ્રવૃત્તિઓમાં પ્રતિબિંબિત થાય છે.
ભારતભરના યુવાનો તેમની નજીકની પ્રવૃત્તિઓમાં ભાગ લેવામાં રસ સૂચવી શકે છે. તેઓ માય ભારત પ્લેટફોર્મ પર તેમની ભાગીદારીના ફોટા અને મીડિયા પણ અપલોડ કરી શકે છે.
રાષ્ટ્રીય યુવા દિવસ 2024 માત્ર એક ઉજવણી કરતાં વિશેષ હોવાનું વચન આપે છે; તે ભારતની યુવા પેઢીમાં શ્રદ્ધાની ઘોષણા છે, તેમના વિચારોને ખીલવા માટેનું એક મંચ છે, અને આપણા રાષ્ટ્રને એક તેજસ્વી, વધુ સારા, વિકસિત ભારત@2047 તરફ આગળ ધપાવવા માટેનું એક હરણફાળ મંચ છે.
આ વર્ષના રાષ્ટ્રીય યુવા મહોત્સવ માટેના આ હેશટેગ્સ છે:
#NationalYouthFestival2024
#NYF2024
YP/GP/JD
(Release ID: 1995210)
Visitor Counter : 141