વિદ્યુત મંત્રાલય

પીએફસીએ ગુજરાત સરકાર સાથે રૂ. 25,000 કરોડનાં મૂલ્યનાં પાવર પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

Posted On: 03 JAN 2024 5:03PM by PIB Ahmedabad

પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (પી.એફ.સી.), મહારત્ન સીપીએસઈ અને વીજ ક્ષેત્રની અગ્રણી એનબીએફસીએ 3 જાન્યુઆરી, 2024ના રોજ ગાંધીનગરમાં ગુજરાત સરકાર (જીઓજી) સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ પ્રોજેક્ટ્સ માટે વિસ્તૃત નાણાકીય ટેકો પૂરો પાડવાનો છે.

આ એમઓયુ પર પીએફસીનાં સીએમડી શ્રીમતી પરમિન્દર ચોપરા અને એમડી (જીયુવીએનએલ) શ્રી જયપ્રકાશ શિવહરેએ ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, શ્રી રુષિકેશ પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાય મંત્રી, ગુજરાત સરકાર; શ્રી રાજ કુમાર મુખ્ય સચિવ, ગુજરાત સરકાર; શ્રી એસ. જે. હૈદર, અધિક મુખ્ય સચિવ, ગુજરાત સરકાર; શ્રીમતી મમતા વર્મા, અગ્ર સચિવ (ઊર્જા અને પેટ્રોરસાયણ વિભાગ) શ્રી આર. કે. ચતુર્વેદી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (પ્રોજેક્ટ્સ), પીએફસી અને પીએફસી, જીયુવીએનએલ અને અન્ય પાવર યુટિલિટીઝના અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કર્યા હતાં.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001AJGW.jpg

ગુજરાતનાં ગાંધીનગરમાં સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર સમારંભ દરમિયાન પીએફસીનાં સીએમડી શ્રીમતી પરમિન્દર ચોપરા અને જીયુવીએનએલનાં એમડી શ્રી જયપ્રકાશ શિવહરે.

ગાંધીનગરમાં થયેલા આ એમઓયુ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ), ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (જીએસઇસીએલ), ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (ગેટકો), દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ (ડીજીવીસીએલ), મધ્યપ્રદેશ ગુજરાત વિજ કંપની લિમિટેડ (એમજીવીસીએલ), પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) અને ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (યુજીવીસીએલ) દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સને વેગ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ જોડાણ લાંબા ગાળાના ઋણ અને આ વિવિધ પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે આવશ્યક અન્ય મહત્વપૂર્ણ ભંડોળ આવશ્યકતાઓને સરળ બનાવવા માટે સુયોજિત કરવામાં આવ્યું છે.

આ એમઓયુની શરતો હેઠળ, કલ્પના કરવામાં આવેલી નાણાકીય સહાય રૂ. 25,000 કરોડ જેટલી પ્રભાવશાળી છે, જે સમગ્ર ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટ્સને પાવર આપવા માટે સમર્પિત છે. આ નોંધપાત્ર નાણાકીય પ્રતિબદ્ધતા પીએફસીની આ ક્ષેત્રમાં પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની અને વીજ ક્ષેત્રમાં રાજ્યની મહત્વાકાંક્ષી પહેલને ટેકો આપવાની દ્રઢ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ એમઓયુ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણને સરળ બનાવવા ઉપરાંત ગુજરાત રાજ્યમાં 10,000 જેટલી રોજગારીનું સર્જન કરવામાં પણ મદદરૂપ થશે.

આ વ્યૂહાત્મક જોડાણ ગુજરાતમાં ઊર્જા ટકાઉપણા અને કાર્યક્ષમતાના નવા યુગની શરૂઆત કરશે તેવી ધારણા છે, જે પરિવર્તનકારી ફેરફારો માટેનો તખ્તો તૈયાર કરશે અને એક મજબૂત અને વિશ્વસનીય પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રાજ્યની દ્રષ્ટિને ઉત્પ્રેરિત કરશે.

આ એમઓયુ પર હસ્તાક્ષર થવાથી ગુજરાતની પાવર લેન્ડસ્કેપને વધારવાની દિશામાંની સફરમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે, જે રાજ્યના લોકો માટે વિશ્વસનીય, ટકાઉ અને સુલભ શક્તિના ભવિષ્ય પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

YP/GP/JD



(Release ID: 1992813) Visitor Counter : 126


Read this release in: English , Urdu , Hindi