પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
ઊંડા સમુદ્રમાં માછીમારી માટે પરંપરાગત માછીમારોને ટેકો આપવા સરકાર કટિબદ્ધ: ડો.એલ.મુરુગન
સરકાર પરંપરાગત માછીમારોને તેમના જહાજોને ઊંડા સમુદ્રમાં માછલી પકડવાની બોટમાં રૂપાંતરિત કરવા માટે 60 ટકા સુધીની નાણાકીય સહાય પૂરી પાડી રહી છે: ડો.એલ મુરુગન
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઊંડા સમુદ્રમાં માછીમારીની સંભવિતતાનો સાતત્યપૂર્ણ રીતે અસરકારક રીતે ઉપયોગ કરવા માછીમારી જહાજોને અપગ્રેડ કરવા સંશોધન અને ડિઝાઇનની જરૂર છે
જળચરઉછેરમાં નવીનતાઓ માટે બ્લુ ફાઇનાન્સ વધારવા હાકલ
Posted On:
22 NOV 2023 4:57PM by PIB Ahmedabad
ભારતના મત્સ્યપાલન ઉત્પાદનને વેગ આપવા માટેનાં એક મહત્ત્વપૂર્ણ પગલાંમાં, મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગને આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બ્લુ રિવોલ્યુશન અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (પીએમએમએસવાય) જેવી યોજનાઓ મારફતે ઊંડા સમુદ્રમાં માછીમારી કરવા માટે પરંપરાગત માછીમારોને ટેકો આપવા માટે કેન્દ્ર સરકારની અતૂટ પ્રતિબદ્ધતા છે. મંત્રીશ્રીએ આજે ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આયોજિત ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023માં 'ડીપ સી ફિશિંગઃ ટેકનોલોજી, રિસોર્સીસ એન્ડ ઇકોનોમિક્સ' વિષય પર ટેકનિકલ સેશનમાં આ વાત કહી હતી.
ડો.મુરુગને જણાવ્યું હતું કે સરકાર પરંપરાગત માછીમારોને તેમના જહાજોને ઊંડા સમુદ્રમાં માછીમારી કરતી હોડીઓમાં રૂપાંતરિત કરવા માટે 60 ટકા સુધીની આર્થિક સહાય પૂરી પાડી રહી છે. આ ઉપરાંત, આ પરિવર્તનને સરળ બનાવવા માટે લોનની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. તેમણે ટુના જેવા ઊંડા દરિયાઈ સંસાધનો માટે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણો જાળવવા માટે ઇન-બિલ્ટ પ્રોસેસિંગ સુવિધાઓથી સજ્જ આધુનિક માછીમારી જહાજોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પરંપરાગત માછીમારોમાં હાલમાં આ ક્ષમતાઓનો અભાવ છે તે વાતનો સ્વીકાર કરતાં ડૉ. મુરુગને સુનિશ્ચિત કર્યું હતું કે સરકાર આ અંતરને દૂર કરવા કટિબદ્ધ છે.
ડૉ. મુરુગન વધુમાં જણાવ્યું હતું કે ટુના માછલીઓની વિશ્વભરમાં ઉંચી માંગ છે અને ભારત તેની ટુના ફિશિંગ ક્ષમતામાં વધારો કરવાની સંભાવના ધરાવે છે. તેમણે ઊંડા સમુદ્રમાં માછીમારી ક્ષેત્રમાં વધુ સ્ટાર્ટ-અપ્સ પ્રવેશ કરવા અને ઇંધણનો ખર્ચ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સંશોધન કરવા અને માછલી પકડવાની હોડીઓમાં લીલા ઇંધણના ઉપયોગની શોધ કરવા અપીલ કરી હતી. મત્સ્યપાલક જહાજોને અપગ્રેડ કરવા માટે સંશોધન અને ડિઝાઇનની જરૂર છે, જેથી ટકાઉ રીતે ઊંડા સમુદ્રમાં માછીમારીની સંભવિતતાનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય.
ઊંડા સમુદ્રના સંસાધનોના ઊંચા મૂલ્ય પર પ્રકાશ પાડતા, ભારત સરકારના ડેપ્યુટી કમિશનર ઓફ ફિશરીઝ, ડો. સંજય પાંડેએ જણાવ્યું હતું કે ઇન્ડિયા ઓશન યલોફિન ટુનાનું અંતિમ મૂલ્ય 4 અબજ અમેરિકન ડોલરથી વધુ છે.
વિશ્વ બેંકના સલાહકાર, ડો. આર્થર નીલેન્ડે જણાવ્યું હતું કે ભારતના ઇઇઝેડમાં યલોફિન અને સ્કિપજેક ટ્યુનાસની આશાસ્પદ સંભવિતતા હોવા છતાં, 179,000 ટનની અંદાજિત લણણી સાથે, વાસ્તવિક લણણી માત્ર 25,259 ટન છે, જે માત્ર 12% ના ઉપયોગ દરનો સંકેત આપે છે. તેમણે ઊંડા સમુદ્રમાં માછીમારી કરવા માટે જાહેર અને ખાનગી ક્ષેત્રમાંથી રોકાણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જે આર્થિક, સામાજિક અને પર્યાવરણીય લાભો પેદા કરી શકે છે. ડો. નીલેન્ડે જણાવ્યું હતું કે, "મત્સ્યઉદ્યોગ વિજ્ઞાન અને વ્યવસ્થાપન, માછલી પ્રક્રિયા અને માળખાગત સુવિધાઓની કુશળતા સાથે ભારતના મજબૂત સંસ્થાકીય આધારનો ઉપયોગ કરવો એ ઊંડા સમુદ્રમાં માછીમારી વિકાસ યોજનાઓ માટે પણ ફાયદાકારક રહેશે." તેમણે ઉમેર્યું હતું કે, હિતધારકની ભાગીદારી અને રોકાણ, ટેકનોલોજી અને કુશળતા તથા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય જોડાણો અને ભાગીદારીને પ્રોત્સાહન આપવા વાતાવરણ ઊભું કરવું પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે.
આ વિષય પર યોજાયેલી એક પેનલ ડિસ્કશનમાં દરખાસ્ત કરવામાં આવી હતી કે ઊંડા સમુદ્રમાં માછીમારીના વિકાસ માટે વ્યવસ્થિત માળખું વિકસાવવા માટે તમામ હિતધારકોની ચિંતાઓને દૂર કરવા માટે સામૂહિક અને સર્વસમાવેશક પ્રયાસો જરૂરી છે. એનઆઇઓટી, ચેન્નાઇના ડીપ સી કન્સલ્ટન્ટ, ડો.માનેલઝાખરિયા, સાયન્ટિસ્ટ-જી એમઓઇએસ, આઇસીએઆર-સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએમએફઆરઆઈ)ના સિનિયર સાયન્ટિસ્ટ ડો.પ્રશાંતકુમાર શ્રીવાસ્તવ, ડો.પી.શિનોજ અને સીએમએલઆરઇના સાયન્ટિસ્ટ ડી ડો.હાશિમ પેનલિસ્ટ હતા.
ઊંડા સમુદ્રમાં માછીમારી પ્રાદેશિક પાણીની મર્યાદાથી આગળ, જે કિનારાથી 12 નોટિકલ માઇલ દૂર છે, અને કિનારાથી 200 નોટિકલ માઇલના એક્સક્લૂઝિવ ઇકોનોમિક ઝોન (ઇઇઝેડ)ની અંદર હાથ ધરવામાં આવે છે.
જળચરઉછેરમાં નવીનતાઓ માટે બ્લુ ફાઇનાન્સ વધારવા માટે હાકલ
આબોહવામાં પરિવર્તનને કારણે ઊભા થયેલા અનેક ગંભીર જોખમો અને ખાદ્ય અને પોષકતત્વોની સુરક્ષાની વધતી જતી માગને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર (એફએઓ)ના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએઓ)ના સિનિયર ફિશરી ઓફિસર સિમોન ફેઉન્જ-સ્મિથે જળચરઉછેર ક્ષેત્રમાં નવીનતાઓ અને વિકાસ માટે બ્લુ ફાઇનાન્સ વધારવાની હાકલ કરી હતી. તેમના મતે, વૈશ્વિક જળચરઉછેર 2030 સુધીમાં માનવ વપરાશ માટે 59 ટકા માછલીઓ પૂરી પાડશે. સિમોન ફેંગે-સ્મિથે ઉમેર્યું હતું કે એશિયા 8.2 કરોડ ટન સાથે વૈશ્વિક જળચરઉછેરનું 89 ટકા ઉત્પાદન પૂરું પાડે છે. એશિયામાં મોટે ભાગે નાના કદના ઉદ્યોગો કુલ ઉત્પાદનમાં 80 ટકાથી વધુ યોગદાન આપી રહ્યા છે. આ ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્રમાં ૨૦.૫ મિલિયન લોકો માટે રોજગારીનું સર્જન કરે છે. સ્થાયી મત્સ્યપાલન અને જળચરઉછેરને પ્રોત્સાહન આપવાનો ઉલ્લેખ કરીને તેમણે નાના પાયે મત્સ્યપાલન અને એક્વા-ફાર્મર્સ દ્વારા સ્થાયી પદ્ધતિઓને ટેકો આપવાનું સૂચન કર્યું હતું.
CB/GP/JD
(Release ID: 1978842)
Visitor Counter : 160