ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
azadi ka amrit mahotsav

મંત્રી રાજીવ ચંદ્રશેખર આવતીકાલે 'ટાઈકોન વડોદરા'માં ભાગ લેશે

Posted On: 20 OCT 2023 3:33PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા તથા ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી રાજ્યમંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર આવતીકાલે યોજાનારા ટિકોન વડોદરામાં સહભાગી થવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમ ગુજરાત સ્થિત ઉદ્યોગસાહસિકો માટે એક સીમાચિહ્નરૂપ છે, કારણ કે તેઓ રાજ્યમાં સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા, તેમના વિકાસ અને નવીનતાને પ્રોત્સાહન આપવાના હેતુથી 100 કરોડના જંગી ભંડોળની પહેલની જાહેરાત કરવા માટે એકત્રિત થશે.

આ નાણાકીય સહાય ઓક્ટોબર, 2022માં મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રયાસોનું અનુસરણ છે, જ્યાં તેમણે સફળતાપૂર્વક ગુજરાતનાં ઉદ્યોગસાહસિકો અને હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ (એચએનઆઈ)નો ટેકો મેળવ્યો હતો. આ અગ્રણી વ્યક્તિઓએ ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ઉત્પ્રેરિત કરવા અને તેને પોષવાના હેતુથી રૂ. 1,500 કરોડની રકમનું વચન આપ્યું હતું. આ મહત્ત્વપૂર્ણ પ્રતિબદ્ધતા ગયા વર્ષે ગાંધીનગરમાં આયોજિત સેમિકોનઇન્ડિયા ફ્યુચરડિઝાઇન રોડ શો દરમિયાન સાકાર થઈ હતી.

મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર પોતાની વાતચીત દરમિયાન ગુજરાતની અંદર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં સરકાર અને ઉદ્યોગ જગત દ્વારા ભજવવામાં આવેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકશે.

CB/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1969388) Visitor Counter : 137