પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી


તેઓએ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી

G20 સમિટમાં રશિયાનું પ્રતિનિધિત્વ તેના વિદેશ મંત્રી કરશે

પ્રધાનમંત્રીએ ભારતના G20 પ્રેસિડન્સી માટે રશિયાના સતત સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો

Posted On: 28 AUG 2023 7:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયન ફેડરેશનના પ્રમુખ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના સંખ્યાબંધ મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી અને જોહાનિસબર્ગમાં તાજેતરમાં પૂર્ણ થયેલ BRICS સમિટ સહિત પરસ્પર ચિંતાના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું.

રાષ્ટ્રપતિ પુતિને 9-10 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં G20 સમિટમાં હાજરી આપવા માટે તેમની અસમર્થતા વ્યક્ત કરી અને જાણ કરી કે રશિયાનું પ્રતિનિધિત્વ રશિયન ફેડરેશનના વિદેશ પ્રધાન મહામહિમ શ્રી સેર્ગેઈ લવરોવ કરશે.

રશિયાના નિર્ણય માટે સંમતિ વ્યક્ત કરતી વખતે, પ્રધાનમંત્રીએ ભારતના G20 પ્રેસિડન્સી હેઠળની તમામ પહેલોને રશિયાના સતત સમર્થન માટે રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો.

બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

CB/GP/JD


(Release ID: 1953031) Visitor Counter : 205