ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)નાં પ્રાદેશિક કેન્દ્ર અને ગુજરાત સરકારનાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઝાદીની ચળવળ સાથે સંકળાયેલાં અનેક ભુલાઈ ગયેલાં સ્થળો અને શહીદોને યાદ કરીને અમર બનાવી દીધા છે

જ્યારે હું માણસા પાસેનાં એક ગામમાં શહીદ સ્મારકનું ભૂમિપૂજન કરવા ગયો હતો, ત્યારે ગામનાં 90 ટકા લોકોને ખબર જ નહોતી કે 1857નાં આંદોલનમાં આ ગામનાં 5 લોકો શહીદ થયાં છે

આપણે આપણાં બાળકોને એવાં મૂલ્યો આપવાં પડશે કે તેઓ તેમની ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, ગામ, રાજ્ય અને દેશ માટે જીવે
જો આપણે આપણાં બાળકો અને યુવાનોને 15,000 વર્ષથી વધુ જૂની સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે પરિચય નહીં કરાવીએ, તો આપણી સંસ્કૃતિ લુપ્ત થવાની જવાબદારી ફક્ત આપણી રહેશે

શ્રી મોદીનાં "મેરી માટી મેરા દેશ" અભિયાન અંતર્ગત માતૃભૂમિ માટે પોતાનાં જીવનનું બલિદાન આપનારા નાયકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક સ્મારક તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું

આ સ્મૃતિ તકતીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં અવતરણનો ઉલ્લેખ છે કે, "હું મારાં જીવનની દરેક પળ અને મારી જાતને આ દેશની ભલાઈ માટે વિતાવવાનો સંકલ્પ કરું છું." જો દેશના 130 કરોડ નાગરિકો આ સંકલ્પ લેશે તો દેશની ઘણી પ્રગતિ થશે

એનએસજીનાં મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ અને કોલકાતામાં ચાર પ્રાદેશિક કેન્દ્રો છે અને તે ખૂબ જ આનંદની વાત છે કે હવે એનએસજીનું પ્રાદેશિક કેન્દ્ર ગુજરાતમાં પણ ખુલવાં જઈ રહ્યું છે

એનએસજી આતંકવાદનો અસરકારક રીતે સામનો કરવા માટેનું એક અગ્રણી સંગઠન છે, તેની શરૂઆતથી જ એનએસજીએ સેંકડો આતંકવાદીઓનો સફાયો કરીને અને લોકોને બચાવીને 100થી વધુ વિશેષ અભિયાનો હાથ ધર્યાં છે

Posted On: 13 AUG 2023 7:40PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં રિજનલ હબ ઑફ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી) અને ગુજરાત સરકારના વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો. અગાઉ શ્રી અમિત શાહે 450 સોસાયટીઓમાં જીઆઈહેડ-ક્રેડાઈ દ્વારા આયોજિત વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લીધો હતો. તેમણે 40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર માણસા-બલવા 4 લેન રોડનું ખાતમુહૂર્ત કર્યું, બે કરોડના ખર્ચે નિર્માણ પામેલ માણસામાં સબ રજીસ્ટ્રાર કચેરીનું લોકાર્પણ કર્યું હતું, માણસાનાં ચંદ્રસર ગામે વિકસીત થઈ રહેલાં તળાવની મુલાકાત લીધી હતી. શ્રી મોદીનાં "મેરી માટી મેરા દેશ" અભિયાન હેઠળ તેમણે માતૃભૂમિ માટે પોતાનાં જીવનનું બલિદાન આપનારા નાયકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક સ્મારક તકતીનું અનાવરણ પણ કર્યું હતું. આ પ્રસંગે એનએસજીના મહાનિર્દેશક શ્રી એમ.એ.ગણપતિ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001YGLG.jpg

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, 15 ઑગસ્ટ, 2023ના રોજ આઝાદી કા  અમૃત મહોત્સવનું સમાપન થઈ રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવનાં વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1857થી 1947 સુધી દેશની આઝાદીની લડતમાં પોતાનાં જીવનનું સર્વોચ્ચ બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે સમગ્ર દેશનાં લોકોના હૃદયમાં આદર અને શ્રદ્ધાંજલિની ભાવના જગાવી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, માણસા નજીકનાં એક ગામમાં તેઓ શહીદ સ્મારકનું ભૂમિપુજન કરવા ગયા હતા ત્યારે ગામનાં 90 ટકા લોકોને ખબર જ નહોતી કે 1857નાં આંદોલનમાં આ ગામનાં 5 લોકો શહીદ થયાં છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઝાદીની ચળવળ સાથે સંકળાયેલાં અનેક ભુલાઈ ગયેલાં સ્થળો અને શહીદોને યાદ કરીને અમર બનાવી દીધાં છે. પ્રધાનમંત્રી મોદીએ દેશના યુવાનો, ટીનેજર્સ અને બાળકોમાં દેશભક્તિની જ્વાળા પ્રજ્વલિત કરી છે. તેમણે કહ્યું હતું કે, 17 વર્ષના ખુદીરામ બોઝથી લઈને 80 વર્ષનાં કુંવર સિંહ સુધી દરેક વયજૂથનાં સ્વાતંત્ર્ય સેનાનીઓએ સ્વતંત્રતા સંગ્રામ માટે પોતાનાં જીવનનું બલિદાન આપ્યું હતું. આ સ્વતંત્રતા સેનાનીઓનાં બલિદાનને કારણે જ આજે 75 વર્ષ પછી ભારત ગર્વથી વિશ્વનાં સૌથી મોટાં લોકતંત્રનાં રૂપમાં ઉભું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002N29O.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ પૂર્ણ થવાની સાથે જ આઝાદીના અમૃતકાળનો પ્રારંભ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, અમૃતકાળનો 15 ઑગસ્ટ, 2023થી 15 ઑગસ્ટ, 2047 સુધીનો સમયગાળો ભારતને મહાન બનાવવાનો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આપણે 15 ઑગસ્ટ, 2047 સુધી જીવીએ કે ન રહીએ, પરંતુ ભારત માતા અમર છે. તેમણે કહ્યું હતું કે, ભારત યુગોથી દુનિયાને માર્ગદર્શન આપતું આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આગામી 25 વર્ષમાં ભારત અંતરિક્ષ, શિક્ષા અને સુરક્ષા સહિત દરેક ક્ષેત્રમાં નંબર વન બની જશે. તેમણે કહ્યું કે પાછલી સરકારના કાર્યકાળમાં ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં 11મા નંબર પર હતી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતને દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બનાવ્યું છે. પ્રધાનમંત્રીએ આહ્વાન કર્યું છે કે, ભારત 2027 પહેલા દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું કે આપણામાંથી ઘણાને આઝાદીની ચળવળમાં ભાગ લેવાની અને દેશ માટે શહીદ બનવાની તક મળી નથી, પરંતુ દેશ માટે જીવવાથી આપણને કોઈ રોકી શકશે નહીં. તેની શરૂઆત આપણાં ઘરથી થવી જોઈએ. તેમણે કહ્યું કે આપણાં બાળકોને એવાં મૂલ્યો આપવાં પડશે કે તેઓ તેમની ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, ગામ, રાજ્ય અને દેશ માટે જીવે. તેમણે કહ્યું હતું કે, જે પોતાની ભાષા, સંસ્કૃતિ, ગામ અને રાજ્યને જાણતો નથી, તે દેશને પણ ઓળખશે નહીં અને જે દેશને ઓળખતો નથી તે ક્યારેય દેશનું ભલું કરી શકશે નહીં.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003V01T.jpg

કેન્દ્રીય ગૃહમં ત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું કે જો આપણે આપણાં બાળકો અને યુવાનોને 15,000 વર્ષથી વધુ જૂની સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે પરિચય નહીં કરાવીએ તો આપણી સંસ્કૃતિ લુપ્ત થવાની જવાબદારી માત્ર આપણી રહેશે. તેમણે અનુરોધ કર્યો હતો કે, આઝાદી કા અમૃત મહોત્સવમાં આપણે સંકલ્પ લેવો જોઈએ કે આપણે આપણી આવનારી પેઢીઓને આપણા દેશ પ્રત્યે અપાર દેશપ્રેમ અને આપણી ભાષા અને સંસ્કૃતિ માટે ગર્વનો સંકલ્પ લેવા માટે પ્રેરિત કરીશું. શ્રી શાહે જણાવ્યું હતું કે, અહીં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં અવતરણનો ઉલ્લેખ કરતો શિલાલેખનો સ્તંભ છે, જેમાં લખ્યું છે કે, "હું મારાં જીવનની દરેક પળ અને મારી જાતને આ દેશનાં ભલા માટે વિતાવવાનો સંકલ્પ કરું છું." તેમણે કહ્યું કે જો દેશના 130 કરોડ નાગરિકો આ સંકલ્પ લેશે તો દેશની ઘણી પ્રગતિ થશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0046Z30.jpg

ગૃહ મંત્રીએ કહ્યું કે નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી) રિજનલ હબનો પાયો આજે નંખાયો છે. તેમણે કહ્યું કે એનએસજીનાં મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ અને કોલકાતામાં ચાર પ્રાદેશિક કેન્દ્રો છે અને તે ખૂબ જ આનંદની વાત છે કે હવે એનએસજીનું પ્રાદેશિક કેન્દ્ર ગુજરાતમાં પણ ખુલવા જઈ રહ્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, એનએસજી આતંકવાદ સાથે અસરકારક રીતે વ્યવહાર કરવા માટેનું ટોચનું સંગઠન છે. એન.એસ.જી.એ તેની શરૂઆતથી અત્યાર સુધીમાં સેંકડો ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવીને અને જનતાને બચાવીને ૧૦૦થી વધુ વિશેષ ઓપરેશનો હાથ ધર્યા છે. એનએસજીએ મુંબઈ હુમલા સહિત અનેક ઓપરેશનમાં શાનદાર કામ કર્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લેકવાડામાં 60 એકર જમીનમાં નિર્માણ પામનારાં પ્રાદેશિક કેન્દ્ર માટે રૂ. 400 કરોડ મંજૂર કર્યા છે અને આ કેન્દ્રનું નિર્માણ 30 મહિનામાં પૂર્ણ થશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005YTSF.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, માણસાનાં અનેક વિકાસ કાર્યોનો પાયો પણ આજે નંખાયો હતો. તેમણે કહ્યું કે માલવ, માલણ અને ચંદ્રાણુ, આ ત્રણેય તળાવોનો એટલો વિકાસ થશે કે 100 વર્ષ પછી પણ લોકો માણસાને યાદ કરશે. માણસાની આસપાસના તમામ 9 તળાવોમાં પણ વરસાદી પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે માણસાથી ગાંધીનગર સુધીનો ફોર લેન રોડ પણ બનાવવામાં આવશે અને આ રોડ પૂર્ણ થયા બાદ 15 મિનિટમાં ગાંધીનગર અને 30 મિનિટમાં અમદાવાદ સુધી લોકો પહોંચી શકશે.

CB/GP/JD



(Release ID: 1948383) Visitor Counter : 227