આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

મંત્રીમંડળે HUDA (હુડા) સિટી સેન્ટરથી સાયબર સિટી, ગુરુગ્રામ સુધી અને સાથે સાથે દ્વારકા એક્સપ્રેસવે સાથે જોડાણ માટેની શાખા ધરાવતી મેટ્રો લાઇનને મંજૂરી આપી


સંપૂર્ણ એલીવેટેડ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 5,4,52 કરોડ આવશે

Posted On: 07 JUN 2023 3:05PM by PIB Ahmedabad

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં હુડી સિટી સેન્ટરથી સાયબર સિટીની સાથે દ્વારકા એક્સપ્રેસ વે સાઇડલાઇન, ગુરુગ્રામને જોડતી મેટ્રો લાઇનને મંજૂરી આપવામાં આવી હતી, જે આ રુટ પર કુલ 28.50 કિલોમીટર અંતરને આવરી લેશે અને 27 સ્ટેશન ધરાવશે.

આ પ્રોજેક્ટ પૂર્ણ થવાનો કુલ ખર્ચ રૂ. 5,452 કરોડ આવશે. આ 1435 એમએમ (5 ફીટ 8.5 ઇંચ)ની પ્રમાણભૂત ગેજ લાઇન હશે. સંપૂર્ણ પ્રોજેક્ટ એલીવેટેડ હશે. બસાઈ ગામથી એક શાખા ડેપો સાથે જોડાણ માટે પ્રદાન કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ પ્રોજેક્ટ મંજૂર થયાની તારીખથી ચાર વર્ષની પૂર્ણ કરવાની દરખાસ્ત છે અને પ્રોજેક્ટની નિર્માણલક્ષી કામગીરીનો અમલ હરિયાણા માસ રેપિડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ (HMRTC) દ્વારા થશે, જેની સ્થાપના મંજૂરીનો ઓર્ડર જાહેર થયા પછી ભારત સરકાર અને હરિયાણા સરકારના 50:50 કે એકસમાન ભાગીદારી ધરાવતા સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ (SPV) તરીકે થશે.

 

કોરિડોરનું નામ

લંબાઈ

(કિલોમીટરમાં)

સ્ટેશનની સંખ્યા

એલીવેટેડ/ અંડર ગ્રાઉન્ડ

Huda (હુડા) સટી સેન્ટરથી સાયબર સિટી – મુખ્ય કોરિડોર

26.65

26

એલીવેટેડ

બસઈ ગામથી દ્વારકા એક્સપ્રેસવે - શાખા

1.85

01

એલીવેટેડ

કુલ

28.50

27

 

 

લાભ:

અત્યાર સુધી જૂનાં ગુરુગ્રામમાં કોઈ મેટ્રો લાઇન નથી. આ લાઇનની મુખ્ય ખાસિયત છે – નવા ગુરુગ્રામને જૂનાં ગુરુગ્રામ સાથે જોડવું. આ નેટવર્ક ભારતીય રેલવે સ્ટેશન સાથે જોડશે. આગામી તબક્કામાં આ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ સાથે જોડાણ પ્રદાન કરશે. આ વિસ્તારનો સંપૂર્ણ આર્થિક વિકાસ પણ પ્રદાન કરશે.

મંજૂર થયેલા કોરિડોરની વિગત નીચે મુજબ છે:

વિગત

HUDA (હુડા) સિટી સેન્ટરથી સાયબર સટી, ગુરુગ્રામ

લંબાઈ

28.50 કિલોમીટર

સ્ટેશનોની સંખ્યા

27 સ્ટેશન

(બધા એલીવેટેડ)

સુસંગતતા

નવું ગુરુગ્રામ

જૂનું ગુરુગ્રામ

HUDA (હુડા) સિટી સેન્ટરસેક્ટર 45 – સાયબર પાર્ક સેક્ટર 47 – સુભાષ ચૌકસેક્ટર 48 – સેક્ટર 72A – હીરો હોન્ડા ચૌકઉદ્યોગ વિહાર ફેઝ 6 – સેક્ટર 10 – સેક્ટર 37 – બસઈ ગામસેક્ટર 9 – સેક્ટર 7 – સેક્ટર 4 – સેક્ટર 5 – અશોક વિહારસેક્ટર 3 – બાજગેરા રોડપાલમ વિહામ એક્ષ્ટેન્શનપાલમ વિહારસેક્ટર 23A – સેક્ટર 22 – ઉદ્યોગ વિહાર ફેઝ 4 – ઉદ્યોગ વિહાર ફેઝ 5સાયબર સિટી

દ્વારકા એક્સપ્રેસ વે તરફ શાખા (સેક્ટર 101)

ડિઝાઇન સ્પીડ

80 કિલોમીટર પ્રતિ કલાક (Kmph)

સરેરાશ ઝડપ

34 કિલોમીટર પ્રતિ કલાક (Kmph)

 

 

 

પૂર્ણ થવાનો સૂચિત ખર્ચ

રૂ. 5,452.72 કરોડ

ભારત સરકારનો હિસ્સો

રૂ. 896.19 કરોડ

હરિયાણા સરકારનો હિસ્સો

રૂ. 1,432.49 કરોડ

સ્થાનિક સંસ્થાનું પ્રદાન (HUDA)

રૂ. 300 કરોડ

PTA (પાસ થ્રૂ આસિસ્ટન્સ – લોનનો ઘટક)

રૂ. 2,688.57 કરોડ

PPP (લિફ્ટ અને એસ્કેલટર)

રૂ. 135.47 કરોડ

પૂર્ણ થવાનો સમય

પ્રોજેક્ટ મંજૂર થયાની તારીખથી 4 વર્ષ

અમલીકરણ સંસ્થા

હરિયાણા માસ રેપિડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ (HMRTC)

ફાઇનાન્શિયલ ઇન્ટર્નલ રેટ ઓફ રિટર્ન (FIRR – વળતરનો આંતરિક નાણાકીય દર)

14.07%

ઇકોનોમિક ઇન્ટર્નલ રેટ ઓફ રિટર્ન (EIRR – વળતરનો આર્થિક આંતરિક દર)

21.79%

ગુરુગ્રામની અંદાજિત વસતી

આશરે 25 લાખ

 

અંદાજિત દૈનિક મુસાફરો

5.34 લાખવર્ષ 2026

7.26 લાખવર્ષ 2031

8.81 લાખવર્ષ 2041

10.70 લાખવર્ષ 2051

 

સૂચિત કોરિડોર માટે રુટનો નકશો પરિશિષ્ટ-1 મુજબ છે.

યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (EIB) અને વર્લ્ડ બેંક (WB) સાથે લોન માટે જોડાણ થયું છે.

પૃષ્ઠભૂમિ:

ગુરુગ્રામમાં અન્ય મેટ્રો લાઇનો:

a) DMRCની યેલ્લો લાઇન (લાઇન-2)- પરિશિષ્ટ-1માં યેલ્લો તરીકે દર્શાવ્યા મુજબ

i) રુટની લંબાઈ - 49.019 કિલોમીટર (સમયપુર બદલી - HUDA (હુડા) સિટી સેન્ટર; 37 સ્ટેશન)

ii) દિલ્હીનો ભાગ - 41.969 કિલોમીટર (સમયપુર બદલી - અરજનગઢ; 32 સ્ટેશન)

iii) હરિયાણાનો ભાગ - 7.05 કિલોમીટર (ગુરુ દ્રોણાચાર્ય – HUDA (હુડા) સિટી સેન્ટર; 5 સ્ટેશન)

iv) દરરોજ મુસાફરોની સંખ્યા - 12.56 લાખ

v) HUDA (હુડા) સિટી સેન્ટર ખાતે લાઇન-2 સાથે સૂચિત લાઇનનું જોડાણ

vi) વિવિધ પટ્ટાઓ પર કામગીરી શરૂ થયાની તારીખ

 

વિશ્વવિદ્યાલયથી કાશ્મીરી ગેટ

ડિસેમ્બર 2004

કાશ્મીરી ગેટથી કેન્દ્રીય સચિવાલય

જુલાઈ 2005

વિશ્વવિદ્યાલયથી જહાંગિરપુરી

ફેબ્રુઆરી 2009

કુતબ મિનારથી હુડા સિટી

જૂન 2010

કુતુબ મિનારથી કેન્દ્રીય સચિવાલય

સપ્ટેમ્બર 2010

જહાંગિરપુરીથી સમયપુર બદલી

નવેમ્બર 2015

 

આ લાઇન 1676 એમએમ (5 ફીટ 6 ઇંચ ગેજ)ની બ્રોડ ગેજ છે.

b) રેપિડ મેટ્રો ગુરુગ્રામ (પરિશિષ્ટ-1માં ગ્રીન તરીકે દર્શાવેલ છે)

i) રુટની લંબાઈ - 11.6 કિલોમીટર

ii) પ્રમાણભૂત ગેજ - 1435 એમએમ (4 ફીટ 8.5 ઇંચ)

ii) બે તબક્કાઓમાં લાઇનનું નિર્માણ થયું હતું.

  • પ્રથમ તબક્કો સિકંદરપુરથી સાયબર હબ વચ્ચે લૂપ છે, જેમાં રુટની કુલ લંબાઈ 5.1 કિલોમીટર છે. શરૂઆતમાં તેનું નિર્માણ DLF અને IL&FS ગ્રૂપની બે કંપનીઓ એટલે કે IERS (IL&FS એન્સો રેલ સિસ્ટમ) અને  ITNL (IL&FS ટ્રાન્સપોર્ટ નેટવર્ક લિમિટેડ)નાં કોન્સોર્ટિયમ દ્વારા થયું હતું. પ્રથમ તબક્કો 14.11.2013થી રેપિડો મેટ્રો ગુરગાંવ લિમિટેડ નામનાં SPV દ્વારા સંચાલિત હતો.
  • બીજો તબક્કો સિકંદરપુરથી સેક્ટર-56 વચ્ચે છે આ રુટની લંબાઈ 6.5 કિલોમીટર છે. તેનું નિર્માણ શરૂઆતમાં IL&FSની બે કંપનીઓ એટલે કે ITNL (IL&FS ટ્રાન્સપોર્ટ નેટવર્ક લિમિટેડ) અને IRL (IL&FS રેલ લિમિટેડ)ના કોન્સોર્ટિયમ દ્વારા થયું હતું. આ તબક્કો 31.03.2017થી અત્યાર સુધી રેપિડ મેટ્રો ગુરગાંવ સાઉથ લિમિટેડ નામનાં SPV દ્વારા સંચાલિત હતો.
  • જ્યારે છૂટછાટ ધરાવતી કોન્ટ્રાક્ટર કંપની આ સિસ્ટમમાંથી બહાર નીકળી ગઈ હતી, ત્યારે હાઈ કોર્ટના આદેશ અનુસાર 22.10.2019થી અત્યાર સુધી હરિયાણા માસ રેપિડ ટ્રાન્ઝિટ કંપની (HMRTC) દ્વારા આ કામગીરીની જવાબદારી લેવામાં આવી હતી.
  • HMRTC દ્વારા આ લાઇનની કામગીરીની જવાબદારી DMRCને સુપરત કરવામાં આવી છે. આ અગાઉ DMRCએ 16.09.2019 સુધી રેપિડ મેટ્રો લાઇન દોડાવવાની જાળવી રાખી હતી
  • રેપિડ મેટ્રો ગુરુગ્રામની સરેરાશ રાઇડરશિપ (મુસાફરો) આશરે 30,000 છે. સોમવારથી શુક્રવાર સુધીના દિવસોમાં કુલ રોજિંદા મુસાફરોની સંખ્યા આશરે 48,000 છે
  • રેપિડ મેટ્રો લાઇન સાથે સૂચિત લાઇનની કનેક્ટિવિટી સાયબર હબ ખાતે છે

મલ્ટિ મોડલ કનેક્ટિવટી કે જોડાણ:

  • સેક્ટર-5ની નજીક રેલવે સ્ટેશન સાથે- 900 મીટર
  • Sector-22 ખાતે RRTS સાથે
  • HUDA (હુડા) સિટી સેન્ટર ખાતે યેલ્લો લાઇન સ્ટેશન સાથે

પરિશિષ્ટ-2 મુજબ ગુરુગ્રામનો સેક્ટર મુજબ નકશો સંલગ્ન કરેલો છે.

પ્રોજેક્ટની સજ્જતા:

  • 90% જમીન સરકારી માલિકીની છે અને 10% ખાનગી માલિકીની છે
  • સુવિધાઓનું સ્થળાંતરણ શરૂ થઈ ગયું છે
  • વર્લ્ડ બેંક અને યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંકનો સંપર્ક કરવામાં આવ્યો હતો
  • GC ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે

 

પરિશિષ્ટ-1

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0013LQ1.png

 

 

પરિશિષ્ટ-2

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002YEI1.png

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1930488) Visitor Counter : 106