ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રએ લોટના ભાવમાં ઘટાડો થઇ શકે તે માટે ઘઉંના અનામત ભાવમાં ઘટાડો કર્યો


NCCF/નાફેડ/કેન્દ્રીય ભંડાર/રાજ્ય સરકારની સહકારી મંડળીઓ/સંઘોને વેચાણ માટે ઘઉંનો ભાવ ઘટાડીને રૂ. 21.50/કિલો કરાયો

NCCF/નાફેડ/કેન્દ્રીય ભંડાર/રાજ્ય સરકારની સહકારી મંડળીઓ/સંઘો વગેરે માટે રાહતનો ભાવ માત્ર ત્યારે જ લાગુ પડે છે, જો તેઓ ઘઉંને લોટમાં રૂપાંતરિત કરે અને ₹ 27.50/કિલો કરતાં વધુ ન હોય તેવા MRP પર જાહેર જનતાને વેચે

OMSS હેઠળ ઘઉંના વેચાણ માટે અનામત ભાવ કોઇપણ પરિવહન ખર્ચના ઘટક વગર FAQ માટે રૂ. 2350/ક્વિન્ટલ (સમગ્ર ભારતમાં) અને URS ઘઉં માટે રૂ. 2300/ક્વિન્ટલ (સમગ્ર ભારતમાં) રહેશે

Posted On: 10 FEB 2023 7:48PM by PIB Ahmedabad

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે ઘઉં અને લોટના ભાવમાં ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે, નાણાં મંત્રાલય સાથે પરામર્શ કરીને નિર્ણય લીધો છે કે, RMS 2023-24 સહિત OMSS હેઠળ ઘઉંના વેચાણ માટે અનામત ભાવ કોઇપણ પરિવહન ખર્ચના ઘટક વગર FAQ રૂ. 2350/ક્વિન્ટલ (સમગ્ર ભારતમાં) અને URS ઘઉં માટે રૂ. 2300/ક્વિન્ટલ (સમગ્ર ભારતમાં) રહેશે. આનાથી દેશના વિવિધ ભાગોમાં સામાન્ય લોકોને વાજબી ભાવે ઘઉંનો પુરવઠો પહોંચાડવામાં મદદ મળી રહેશે.

આ ઉપરાંત, રાજ્યોને ઇ-હરાજીમાં ભાગ લીધા વગર FCI પાસેથી તેમની પોતાની યોજનાઓ માટે ઉપર ઉલ્લેખિત અનામત ભાવોએ ઘઉં ખરીદવાની મંજૂરી આપવામાં આવી શકે છે.

તેમજ, NCCF/નાફેડ/કેન્દ્રીય ભંડાર/રાજ્ય સરકારની સહકારી મંડળીઓ/સંઘો વગેરે તેમજ સામુદાયિક રસોડું/ચેરિટેબલ સંસ્થાઓ/NGO વગેરે કે જેઓ સ્થળાંતરિત મજૂરો/સંવેદનશીલ સમૂહો માટે રાહત કામગીરી/તેમના માટે ચાલી રહેલી રાહત શિબિરોમાં જોડાયેલા હોય તેમને વેચાણ કરવા માટે ઘઉંનો દર ઘટાડીને રૂ. 21.50/કિલો કરવામાં આવ્યો છે.

NCCF/નાફેડ/કેન્દ્રીય ભંડાર/રાજ્ય સરકારની સહકારી મંડલીઓ/સંઘો વગેરે માટે રાહતનો આ ભાવ ફક્ત એ શરત સાથે લાગુ થશે કે, તેઓ ઘઉંને લોટમાં રૂપાંતરિત કરશે અને તેને ₹27.50/કિલો કરતાં વધુ હોય એટલી MRP પર જાહેર જનતા વેચાણ કરશે.

આદરણીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં 25.01.2023ના રોજ આવશ્યક ચીજવસ્તુઓના ભાવની સમીક્ષા કરવા માટે મંત્રીઓની સમિતિની બેઠક યોજવામાં આવી હતી. સમિતિએ નીચે પ્રમાણે ખુલ્લા બજારમાં વેચાણ યોજના (OMSS) દ્વારા FCI સ્ટોકમાંથી 30 LMT ઘઉં છુટા કરવાનો નિર્ણય કર્યો છે:

  1. FCI દ્વારા અનુસરવામાં આવતી સામાન્ય પ્રક્રિયા મુજબ વેપારીઓ, લોટ ઉત્પાદન મિલો વગેરેને ઇ-હરાજી માર્ગ દ્વારા 25 LMT જથ્થો આપવામાં આવશે. બોલી લગાવનારાઓ દરેક હરાજી દીઠ પ્રદેશ દીઠ મહત્તમ 3000 MTના જથ્થા માટે ઇ-હરાજીમાં ભાગ લઇ શકે છે.
  2. 2 LMT જથ્થો રાજ્ય સરકારોને તેમની યોજનાઓ માટે 10,000 MT/રાજ્યના હિસાબે ઇ-હરાજી વગર આપવામાં આવશે.
  3. 3 LMT જથ્થો કેન્દ્રીય ભંડાર/NCCF/નાફેડ વગેરે જેવા સરકારી PSU/સહકારી મંડળીઓ/સંઘોને ઇ-હરાજી વગર આપવામાં આવશે. જો કે, આ વેચાણ માટે તેમણે શરતનું પાલન કરવાનું રહેશે કે, તેઓ ઘઉંને લોટમાં રૂપાંતરિત કરે છે અને તેને રૂ. 29.50/કિલોથી વધુ ન હોય એટલી MRP પર જાહેર જનતાને વેચાણ કરે છે.

ત્યારબાદ, આ વિભાગે કેન્દ્રીય ભંડાર/નાફેડ/NCCFને તેમની જરૂરિયાતો અનુસાર 3 LMT ઘઉંની ફાળવણી કરી છે. કેન્દ્રીય ભંડાર, નાફેડ અને NCCFને અનુક્રમે 1.32 LMT, 1 LMT અને 0.68 LMT જથ્થો ફાળવવામાં આવ્યો છે.

FCI1 અને 2 ફેબ્રુઆરી, 2023ના રોજ યોજાયેલી પ્રથમ ઇ-હરાજી દરમિયાન ઘઉંના 25 LMT જથ્થામાંથી 9.26 LMT જથ્થો વેપારીઓ, લોટ ઉત્પાદન કરતી મિલો વગેરેને વેચ્યો છે.

OMSS નીતિની જાહેરાત કર્યા પછી, ભારત સરકારના ધ્યાનમાં આવ્યું છે કે, ઘઉંના બજાર ભાવ હજુ પણ ખૂબ ઊંચા છે. એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે, OMSS હેઠળ હરાજી માટે મૂળ કિંમતોમાં નૂર ચાર્જનો સમાવેશ કરવાના કારણે, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશથી દૂર આવેલા રાજ્યોમાં હરાજીના દરો ખૂબ ઊંચા છે, જેમાં ખાસ કરીને પૂર્વોત્તર ક્ષેત્ર, પૂર્વીય પ્રદેશ અને દક્ષિણ પ્રદેશમાં ભાવ ઘણો વધુ છે.

YP/GP/JD


(Release ID: 1898135) Visitor Counter : 227


Read this release in: English , Urdu , Telugu