નાગરિક ઉડ્ડયન મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રીમંડળે અરુણાચલ પ્રદેશની રાજધાની હોલોંગી, ઇટાનગર ખાતેના ગ્રીનફિલ્ડ એરપોર્ટનું "ડોની પોલો એરપોર્ટ, ઇટાનગર" નામકરણને મંજૂરી આપી


નામ અરુણાચલના લોકોનો સૂર્ય (ડોની) અને ચંદ્ર (પોલો) પ્રત્યેનો આદર દર્શાવે છે

Posted On: 02 NOV 2022 3:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે હોલોંગી, ઇટાનગર ખાતેના ગ્રીનફિલ્ડ એરપોર્ટનું "ડોની પોલો એરપોર્ટ, ઇટાનગર" નામકરણ કરવાની મંજૂરી આપી છે.

અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકાર દ્વારા એરપોર્ટનું નામ 'ડોની પોલો એરપોર્ટ, ઇટાનગર' રાખવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જે લોકોની પરંપરાઓ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પ્રતીક તરીકે સૂર્ય (ડોની) અને ચંદ્ર (પોલો) પ્રત્યેના રાજ્ય લોકોના આદરને પ્રતિબિંબિત કરે છે.

ભારત સરકારે જાન્યુઆરી, 2019માં હોલોંગી ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ માટે 'સૈદ્ધાંતિક' મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર અને અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકારની સહાયથી રૂ. 646 કરોડના ખર્ચે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે.

YP/GP/JD


(Release ID: 1873036)