મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

ગ્લોબલ હંગર રિપોર્ટ 2022 - આ સૂચકાંક ભૂખમરાનું એક ભૂલભરેલું માપ છે અને ગંભીર પદ્ધતિસરની સમસ્યાઓથી પીડાય છે


ખોટી માહિતી એ વાર્ષિક ધોરણે જાહેર કરવામાં આવતા ગ્લોબલ હંગર ઇન્ડેક્સની વિશેષતા હોય તેવું લાગે છે

ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલાં શ્રેણીબદ્ધ પગલાં

Posted On: 15 OCT 2022 7:06PM by PIB Ahmedabad

એક સતત પ્રયાસ ફરી એક વખત ભારતની પ્રતિષ્ઠાને એક એવાં રાષ્ટ્ર તરીકે કલંકિત કરવા માટે દૃશ્યમાન થાય છે જે તેની વસ્તીની ખાદ્ય સુરક્ષા અને પોષક તત્વોની જરૂરિયાતોને પૂર્ણ કરતું નથી. ખોટી માહિતી વાર્ષિક ધોરણે જાહેર કરવામાં આવતા ગ્લોબલ હંગર ઇન્ડેક્સની વિશેષતા હોય તેવું લાગે છે. આયર્લેન્ડ અને જર્મનીની બિન-સરકારી સંસ્થાઓ અનુક્રમે કન્સર્ન વર્લ્ડવાઇડ અને વેલ્ટ હંગર હિલ્ફ દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્લોબલ હંગર રિપોર્ટ 2022માં ભારતને 121 દેશોમાં 107મું સ્થાન આપવામાં આવ્યું છે. આ સૂચકાંક ભૂખનું એક ભૂલભરેલું માપ છે અને તે ગંભીર પદ્ધતિસરના મુદ્દાઓથી પીડાય છે. ઈન્ડેક્સની ગણતરી માટે ઉપયોગમાં લેવાતા ચાર સૂચકાંકોમાંથી ત્રણ બાળકોનાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે અને તે સમગ્ર વસ્તીનું પ્રતિનિધિત્વ કરી શકતા નથી. ચોથો અને સૌથી મહત્ત્વનો સૂચકાંક એ કુપોષિતના વસતીનાં પ્રમાણનો અંદાજ (પીઓયુ) છે જે 3000ના ખૂબ જ નાના નમૂનાના કદ પર હાથ ધરવામાં આવેલા ઓપિનિયન પોલ પર આધારિત છે.

આ અહેવાલ માત્ર જમીની વાસ્તવિકતાથી જ અલગ નથી, પરંતુ ખાસ કરીને કોવિડ મહામારી દરમિયાન વસ્તી માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની ઇરાદાપૂર્વક અવગણના કરવાનું પણ પસંદ કરે છે. એક-પરિમાણીય દૃષ્ટિકોણથી જોતાં, અહેવાલમાં ભારત માટે કુપોષિત (પીઓયુ) વસ્તીનાં પ્રમાણના અંદાજના આધારે ભારતનો ક્રમ 16.3% જેટલો નીચો લાવવામાં આવ્યો છે. એફએઓ (FAO) અંદાજ ગેલોપ વર્લ્ડ પોલ દ્વારા હાથ ધરવામાં આવેલા "ફૂડ ઇનસિક્યોરિટી એક્સપિરિયન્સ સ્કેલ (એફઆઇઇએસ)" સર્વેક્ષણ મોડ્યુલ પર આધારિત છે, જે "8 પ્રશ્નો" પર આધારિત "ઓપિનિયન પોલ" છે, જેમાં "3000 ઉત્તરદાતાઓ"ના નમૂનાના કદનો સમાવેશ થાય છે. એફ.આઈ.ઈ.એસ. દ્વારા ભારતના કદના દેશ માટે નાના નમૂનામાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ ભારત માટે પીઓયુ મૂલ્યની ગણતરી કરવા માટે કરવામાં આવ્યો છે જે માત્ર ખોટું અને અનૈતિક જ નથી, પરંતુ તેમાં સ્પષ્ટ પૂર્વગ્રહની પણ ગંધ આવે છે. ગ્લોબલ હંગર રિપોર્ટ, કન્સર્ન વર્લ્ડવાઈડ અને વેલ્ટ હંગર હિલ્ફેની પ્રકાશન એજન્સીઓએ આ અહેવાલ બહાર પાડતાં પહેલાં દેખીતી રીતે જ તેમની યોગ્ય મહેનત કરી નથી.

જુલાઈ 2022માં એફઆઈએસ સર્વે મોડ્યુલ ડેટાના આધારે આવા અંદાજોનો ઉપયોગ ન કરવા માટે એફએઓ સાથે આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો કારણ કે તેનું આંકડાકીય આઉટપુટ યોગ્યતા પર આધારિત રહેશે નહીં. જો કે એવી ખાતરી આપવામાં આવી રહી હતી કે આ મુદ્દા પર વધુ વાતચીત કરવામાં આવશે, પરંતુ આવી તથ્યપૂર્ણ વિચારણાઓને ધ્યાનમાં લીધા વિના ગ્લોબલ હંગર ઇન્ડેક્સ રિપોર્ટનું પ્રકાશન ખેદજનક છે.

ઉત્તરદાતાને પૂછવામાં આવેલા કેટલાક પ્રશ્નો આ પ્રમાણે છે:

"છેલ્લા 12 મહિના દરમિયાન, શું કોઈ સમય એવો હતો કે જ્યારે નાણાં અથવા અન્ય સંસાધનોના અભાવને કારણે: તમને ચિંતા હતી કે તમારી પાસે ખાવા માટે પૂરતો ખોરાક નહીં હોય? તમે વિચાર્યું હતું તેના કરતા ઓછું ખાધું છે?

એ સ્પષ્ટ છે કે આવા પ્રશ્નો પોષણક્ષમ ટેકો પૂરો પાડવા અને સરકાર દ્વારા ખાદ્ય સુરક્ષાની ખાતરી વિશેની પ્રસ્તુત માહિતીના આધારે તથ્યોની શોધ કરતા નથી.

ફૂડ બેલેન્સશીટ્સમાંથી એફએઓ દ્વારા અંદાજવામાં આવ્યા મુજબ, ભારતમાં માથાદીઠ આહાર ઊર્જાનો પુરવઠો વર્ષોથી દેશમાં મુખ્ય કૃષિ ચીજવસ્તુઓનાં ઉત્પાદનમાં વધારો થવાને કારણે વર્ષ-દર-વર્ષ વધી રહ્યો છે અને દેશનું કુપોષણનું સ્તર વધવાનું કોઈ કારણ નથી.

આ સમયગાળા દરમિયાન સરકારે ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે શ્રેણીબદ્ધ પગલાં લીધાં હતાં. આ સંબંધમાં હાથ ધરવામાં આવેલી કેટલીક કામગીરીમાં અન્ય સહિત સામેલ છેઃ

 

  • સરકાર દુનિયામાં સૌથી મોટો ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ ચલાવી રહી છે. દેશમાં કોવિડ-19ના અભૂતપૂર્વ પ્રકોપને કારણે સર્જાયેલા આર્થિક વિક્ષેપોને પગલે સરકારે માર્ચ, 2020માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમ-જીકેએવાય) હેઠળ દર મહિને વ્યક્તિદીઠ 5 કિલોગ્રામના દરે આશરે 80 કરોડ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા (એનએફએસએ)ના લાભાર્થીઓને નિયમિત માસિક એનએફએસએ અનાજ એટલે કે, તેમના રેશનકાર્ડના નિયમિત અધિકારો ઉપરાંત વધારાના નિઃશુલ્ક અનાજ (ચોખા/ઘઉં)નું વિતરણ કરવાની જાહેરાત કરી હતી. આ રીતે એનએફએસએ કુટુંબોને સામાન્ય રીતે માસિક અનાજનો જથ્થો અસરકારક રીતે બમણો થયો છે, જેથી આર્થિક કટોકટીના સમયમાં પર્યાપ્ત અનાજ ન મળવાને કારણે ગરીબ, જરૂરિયાતમંદ અને વંચિત પરિવારો/લાભાર્થીઓને વેઠવું ન પડે. અત્યાર સુધી પીએમ-જીકેએવાય યોજના હેઠળ સરકારે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને ખાદ્ય સબસિડી સ્વરૂપે આશરે રૂ. 3.91 લાખ કરોડ જેટલું કુલ 1121 લાખ એમટી અનાજની ફાળવણી કરી છે. આ યોજના ડિસેમ્બર 2022 સુધી લંબાવવામાં આવી છે.
  • આ વિતરણ રાજ્ય સરકારો મારફતે કરવામાં આવ્યું છે, જેમણે લાભાર્થીઓને કઠોળ, ખાદ્યતેલો અને મસાલા વગેરે પ્રદાન કરીને કેન્દ્ર સરકારના પ્રયાસોમાં પોતાની રીતે વધારો કર્યો હતો.
  • આંગણવાડી સેવાઓ હેઠળ, કોવિડ -19 મહામારી પછી, 6 વર્ષ સુધીની વયનાં આશરે 7.71 કરોડ બાળકોને અને 1.78 કરોડ ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓને પૂરક પોષણ પ્રદાન કરવામાં આવ્યું હતું. 5.3 મિલિયન મેટ્રિક ટન અનાજ (જેમાં 2.5 મિલિયન મેટ્રિક ટન ઘઉં, 1.1 મિલિયન મેટ્રિક ટન ચોખા, 1.6 મિલિયન મેટ્રિક ટન ફોર્ટિફાઇડ ચોખા અને 12,037 મેટ્રિક ટન જુવાર અને બાજરાનો સમાવેશ થાય છે)નો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો.
  • ભારતની 1.4 મિલિયન આંગણવાડીઓમાં આંગણવાડી કાર્યકર્તાઓ અને મદદનીશો દ્વારા પૂરક પોષણનું વિતરણ હાથ ધરવામાં આવ્યું હતું. દર પખવાડિયે લાભાર્થીઓને તેમના ઘરે ટેક હોમ રાશન પહોંચાડવામાં આવતું હતું.
  • પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ 1.5 કરોડથી વધારે રજિસ્ટર્ડ મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછીના સમયગાળા દરમિયાન વેતન સહાય અને પોષણયુક્ત આહાર માટે તેમનાં પ્રથમ બાળકનાં જન્મ પર રૂ. 5,000/- પ્રદાન કરવામાં આવ્યા હતા.

 

 

ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં સમાવિષ્ટ પીઓયુ સિવાયના અન્ય ત્રણ સૂચકાંકો મુખ્યત્વે બાળકો સાથે સંબંધિત છે, જેમાં સ્ટંટિંગ (કુંઠતા), વેસ્ટિંગ (અવયવો નબળાં પડવા) અને 5 વર્ષથી ઓછી વયનાં બાળકોનો મૃત્યુદરનો સમાવેશ થાય છે. આ સૂચકાંકો પીવાનાં પાણી, સ્વચ્છતા, આનુવંશિકતા, પર્યાવરણ અને ભૂખ ઉપરાંત ખોરાકના સેવનના ઉપયોગ જેવા અન્ય વિવિધ પરિબળોની જટિલ ક્રિયાપ્રતિક્રિયાઓનાં પરિણામો છે, જેને જીએચઆઇમાં સ્ટંટિંગ અને વેસ્ટિંગ માટે કારક/પરિણામ પરિબળ તરીકે લેવામાં આવે છે. બાળકોનાં આરોગ્ય સૂચકાંકોને લગતા મુખ્યત્વે સૂચકાંકોના આધારે ભૂખની ગણતરી કરવી એ ન તો વૈજ્ઞાનિક છે અને ન તો તર્કસંગત છે.

YP/GP/JD

 



(Release ID: 1868147) Visitor Counter : 371


Read this release in: English , Urdu , Hindi , Punjabi