પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 17 ઓક્ટોબરે પ્રધાનમંત્રી કિસાન સન્માન સંમેલન 2022નું ઉદ્ઘાટન કરશે
પ્રધાનમંત્રી 600 પ્રધાન મંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું ઉદ્ઘાટન કરશે
ખેડૂતોની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે ખાતરની છૂટક દુકાનોને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રોમાં તબક્કાવાર રૂપાંતરિત કરવામાં આવશે
ખેડૂતોના કલ્યાણ પ્રત્યે પ્રધાનમંત્રીની સતત પ્રતિબદ્ધતાના પ્રતિબિંબમાં, પ્રધાનમંત્રી 16,000 કરોડ રૂપિયાના PM-KISAN ફંડ રિલીઝ કરશે
PM-KISAN હેઠળ અત્યાર સુધીમાં રૂ. 2 લાખ કરોડથી વધુના કુલ લાભો જાહેર કરવામાં આવ્યા છે
પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વારક પરિયોજના શરૂ કરશે - એક રાષ્ટ્ર એક ખાતર; યોજના હેઠળ, પ્રધાનમંત્રી ભારત યુરિયા બેગ લોન્ચ કરશે
કૃષિમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે, પીએમ એગ્રી સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે
Posted On:
15 OCT 2022 12:56PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17મી ઓક્ટોબરે ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન, નવી દિલ્હી ખાતે સવારે 11:30 વાગ્યે બે દિવસીય કાર્યક્રમ “PM કિસાન સન્માન સંમેલન 2022”નું ઉદ્ઘાટન કરશે.
આ ઈવેન્ટ દેશભરમાંથી 13,500થી વધુ ખેડૂતો અને લગભગ 1500 એગ્રી સ્ટાર્ટઅપ્સને એકસાથે લાવશે. વિવિધ સંસ્થાઓના 1 કરોડથી વધુ ખેડૂતો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપે તેવી અપેક્ષા છે. સંમેલનમાં સંશોધકો, નીતિ નિર્માતાઓ અને અન્ય હિસ્સેદારોની ભાગીદારી પણ જોવા મળશે.
પ્રધાનમંત્રી રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળ 600 પ્રધાન મંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (PMKSK)નું ઉદ્ઘાટન કરશે. આ યોજના હેઠળ, દેશમાં ખાતરની છૂટક દુકાનોને તબક્કાવાર PMKSK માં રૂપાંતરિત કરવામાં આવશે. PMKSK ખેડૂતોની વિવિધ જરૂરિયાતો પૂરી કરશે અને કૃષિ-ઇનપુટ્સ (ખાતર, બિયારણ, ઓજારો) આપશે; માટી, બીજ, ખાતરો માટે પરીક્ષણ સુવિધાઓ; ખેડૂતોમાં જાગૃતિ પેદા કરવી; વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી પ્રદાન કરવી અને બ્લોક/જિલ્લા સ્તરના આઉટલેટ્સ પર રિટેલર્સની નિયમિત ક્ષમતા નિર્માણની ખાતરી કરાશે. 3.3 લાખથી વધુ છૂટક ખાતરની દુકાનોને PMKSKમાં રૂપાંતરિત કરવાની યોજના છે.
આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વારક પરિયોજના - વન નેશન વન ફર્ટિલાઇઝર લોન્ચ કરશે. આ યોજના હેઠળ, પ્રધાનમંત્રી ભારત યુરિયા બેગ્સ લોન્ચ કરશે, જે કંપનીઓને "ભારત" નામના સિંગલ બ્રાન્ડ નામ હેઠળ ખાતરનું માર્કેટિંગ કરવામાં મદદ કરશે.
ખેડૂતોના કલ્યાણ પ્રત્યે પ્રધાનમંત્રીની સતત પ્રતિબદ્ધતાના પ્રતિબિંબમાં, આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) હેઠળ 16,000 કરોડ રૂ.ની 12મા હપ્તાની રકમ જાહેર કરશે. યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને રૂ. 6000 પ્રતિ વર્ષ ત્રણ સમાન હપ્તામાં રૂ. 2000 નો દરેક લાભ આપવામાં આવે છે.અત્યાર સુધીમાં પાત્ર ખેડૂત પરિવારોને PM-KISAN હેઠળ 2 લાખ કરોડ રૂ.થી વધુના લાભો મળ્યા છે.
પ્રધાનમંત્રી એગ્રી સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે. લગભગ 300 સ્ટાર્ટઅપ્સ પ્રિસિઝન ફાર્મિંગ, પોસ્ટ-હાર્વેસ્ટ અને વેલ્યુ એડ સોલ્યુશન્સ, સંલગ્ન કૃષિ, વેસ્ટ ટુ વેલ્થ, નાના ખેડૂતો માટે મિકેનાઇઝેશન, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, આર્ગી-લોજિસ્ટિક વગેરેને લગતી તેમની નવીનતા પ્રદર્શિત કરશે. આ પ્લેટફોર્મ સ્ટાર્ટઅપ્સને ખેડૂતો, એફપીઓ, કૃષિ-નિષ્ણાતો, કોર્પોરેટ વગેરે સાથે વાર્તાલાપ કરવા માટે સુવિધા આપશે. સ્ટાર્ટઅપ્સ તેમનો અનુભવ પણ શેર કરશે અને તકનીકી સત્રોમાં અન્ય હિતધારકો સાથે વાર્તાલાપ કરશે.
આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ખાતર પરનું ઈ-મેગેઝિન ‘ઈન્ડિયન એજ’ પણ લોન્ચ કરશે. તે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખાતરના દૃશ્યો પર માહિતી પ્રદાન કરશે, જેમાં તાજેતરના વિકાસ, ભાવ વલણોનું વિશ્લેષણ, ઉપલબ્ધતા અને વપરાશ, ખેડૂતોની સફળતાની વાર્તાઓ વગેરેનો સમાવેશ થાય છે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1868015)
Visitor Counter : 505
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam