ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં ભારત સરકાર, આસામ સરકાર અને આઠ આદિવાસી જૂથોના પ્રતિનિધિઓ વચ્ચે ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

Posted On: 15 SEP 2022 7:38PM by PIB Ahmedabad

આસામમાં આદિવાસીઓ અને ચાના બગીચાના કામદારોની દાયકાઓ જૂની કટોકટીનો અંત લાવવા માટે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં શાંતિપૂર્ણ અને સમૃદ્ધ પૂર્વોત્તરનાં વિઝનનાં પરિપ્રેક્ષ્યમાં, આ સમજૂતી વર્ષ 2025 સુધીમાં પૂર્વોત્તરને ઉગ્રવાદ મુક્ત કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે

આજની સમજૂતી બાદ આસામના આદિજાતિ જૂથોના 1,182 કેડરો શસ્ત્રો હેઠાં મૂકીને મુખ્ય ધારામાં જોડાયા હતા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરની શાંતિ અને સમૃદ્ધિ માટે લીધેલાં પગલાં પર આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં આશરે 8,000 ઉગ્રવાદીઓ હથિયાર હેઠાં મૂકીને સમાજની મુખ્ય ધારામાં જોડાયા છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે 2024 પહેલા પૂર્વોત્તરનાં રાજ્યો વચ્ચે સીમા વિવાદો અને સશસ્ત્ર જૂથો સંબંધી તમામ વિવાદો ઉકેલાઇ જશે

ગૃહ મંત્રાલયે પૂર્વોત્તરની અદ્ભુત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો અને તેનો વિકાસ કરવાનો, તમામ વિવાદોનું સમાધાન કરીને સ્થાયી શાંતિ સ્થાપિત કરવાનો અને પૂર્વોત્તરમાં વિકાસને વેગ આપવાનું નક્કી કર્યું છે, જેથી તેને દેશના અન્ય ભાગો જેટલા વિકસિત બનાવી શકાય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી સરકાર પાસે એક રેકોર્ડ છે કે તેણે અત્યાર સુધીમાં થયેલ તમામ સમજૂતીઓમાંથી 93 ટકા પૂર્ણ કરી છે, જેનાં પરિણામે આસામ સહિત સમગ્ર પૂર્વોત્તરમાં શાંતિ પુન:સ્થાપિત થઈ છે

આજની સમજૂતીમાં ભારત અને આસામ સરકારની એ જવાબદારી છે કે તે આદિવાસી જૂથોની રાજકીય, આર્થિક અને શૈક્ષણિક આકાંક્ષાઓને પરિપૂર્ણ કરે

આ સમજૂતીમાં આદિવાસી જૂથોની સામાજિક, સાંસ્કૃતિક, વંશીય અને ભાષાકીય ઓળખને સુરક્ષિત રાખવા અને તેને મજબૂત કરવાની જોગવાઈઓ કરવામાં આવી છે

આ સમજૂતીમાં ચાના બગીચાઓનો ઝડપી અને કેન્દ્રિત વિકાસ તથા સશસ્ત્ર કેડરોનાં પુન:સ્થાપન અને પુનર્વસવાટ માટેનાં પગલાં તથા ચાના બગીચાના કામદારોનાં કલ્યાણ માટેનાં પગલાંને સુનિશ્ચિત કરવા માટે આદિવાસી કલ્યાણ અને વિકાસ પરિષદની રચના કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે

આદિવાસીઓની વસતિ ધરાવતાં ગામો/વિસ્તારોમાં માળખાગત વિકાસ માટે પાંચ વર્ષના ગાળામાં રૂ. 1,000 કરોડનું વિશેષ વિકાસ પૅકેજ (ભારત સરકાર અને આસામ સરકાર દ્વારા દરેકના રૂ. 500 કરોડ) પ્રદાન કરવામાં આવશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકાર અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સમગ્ર પૂર્વોત્તર અને તેનાં સૌથી મોટાં રાજ્ય આસામને ડ્રગ્સ, ઉગ્રવાદ અને વિવાદથી મુક્ત કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે

સ્વતંત્રતા પછી પૂર્વોત્તર રાજ્યોમાં વિકાસની ગતિ અટકી ગઈ હતી, જે લાંબા સમય સુધી ઉપેક્ષા અને રાજકારણનો ભોગ બન્યાં હતાં અને હિંસક અલગતાવાદ તેના પગ પ્રસરાવી રહ્યો હતો, શ્રી મોદીએ એક્ટ ઇસ્ટ પોલિસી સાથે વિકાસ અને શાંતિની નવી ગાથા લખી
 

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં ભારત સરકાર, આસામ સરકાર અને આઠ આદિવાસી જૂથોના પ્રતિનિધિઓ વચ્ચે ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. આસામમાં આદિવાસીઓ અને ચાના બગીચાના કામદારોની દાયકાઓ જૂની કટોકટીને સમાપ્ત કરવા માટે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે જૂથોએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા તેમાં બીસીએફ, એસીએમએ, એએએનએલએ, એપીએ, એસટીએફ, એએએનએલએ (એફજી), બીસીએફ (બીટી) અને એસીએમએ (એફજી)નો સમાવેશ થાય છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0013A87.jpg

આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી શ્રી હિમંત બિસ્વા સરમા અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી શ્રી રામેશ્વર તેલી, સંસદ સભ્ય (લોકસભા) શ્રી પલ્લબ લોચન દાસ, સાંસદ (રાજ્યસભા)  શ્રી કામાખ્યા પ્રસાદ તાસા, આસામ સરકારના મંત્રી શ્રી સંજોય કિશન, આઠ આદિવાસી જૂથોના પ્રતિનિધિઓ સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને આસામ સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002GMFJ.jpg

આજે ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર કરાયા એ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં શાંતિપૂર્ણ અને સમૃદ્ધ પૂર્વોત્તરનાં વિઝન અનુસાર આ સમજૂતી વર્ષ 2025 સુધીમાં પૂર્વોત્તરના ઉગ્રવાદને મુક્ત કરવાની દિશામાં વધુ એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમણે કહ્યું હતું કે, શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી પૂર્વોત્તરને શાંતિપૂર્ણ અને વિકસિત બનાવવાની દિશામાં અનેક પ્રયાસો થયા છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ પૂર્વોત્તરમાં શાંતિ સ્થાપિત કરવાનો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આસામના આદિવાસી જૂથોનાં 1182 કેડર્સ શસ્ત્રો હેઠાં મૂકીને મુખ્ય ધારામાં સામેલ થયા છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયે પૂર્વોત્તરને પ્રોત્સાહન આપીને અને સમૃદ્ધ સંસ્કૃતિનો વિકાસ કરીને, તમામ વિવાદોનું સમાધાન કરીને, શાંતિ સ્થાપિત કરીને અને ઉત્તર-પૂર્વને શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બનાવવા માટે વિકાસને વેગ આપવાનાં પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે, વાતચીતના અભાવ અને હિતોના ટકરાવના કારણે અલગ અલગ સમૂહોએ હથિયાર ઉઠાવ્યાં જેનાં કારણે આ જૂથો અને રાજ્ય સરકારો અને કેન્દ્રીય સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં હજારો લોકોનાં જીવ ગયાં. ગૃહ મંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે, વર્ષ 2024 પહેલા પૂર્વોત્તરના રાજ્યો વચ્ચે તમામ સીમા વિવાદો અને સશસ્ત્ર સમૂહો સાથે જોડાયેલા તમામ વિવાદોનું સમાધાન થઈ જશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003KYQI.jpg

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે છેલ્લાં ત્રણ વર્ષમાં ભારત સરકાર, આસામ સરકાર અને પૂર્વોત્તરની અન્ય સરકારોએ પોતાની વચ્ચે અને વિવિધ ઉગ્રવાદી જૂથો સાથે અનેક સમજૂતીઓ કરી છે. વર્ષ 2019માં એનએલએફટી સમજૂતી, 2020માં બ્રુ-રેઆંગ અને બોડો સમજૂતી, 2021માં કાર્બી આંગલોંગ સમજૂતી અને વર્ષ 2022માં આસામ-મેઘાલય આંતર-રાજ્ય સરહદ સમજૂતી, જેણે બંને રાજ્યો વચ્ચે આશરે 65 ટકા સરહદી વિવાદોનું સમાધાન કર્યું હતું. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભારત સરકાર અને આસામ સરકાર એ સુનિશ્ચિત કરશે કે આજે આસામનાં આદિવાસી જૂથો સાથે થયેલી સમજૂતીની શરતોનું સંપૂર્ણ પાલન થાય. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારનો રેકોર્ડ છે કે અત્યાર સુધીમાં થયેલી તમામ સમજૂતીઓ હેઠળ કરવામાં આવેલાં વચનોમાંથી 93 ટકા વચનોને પૂર્ણ કર્યાં છે અને તેનાં પરિણામે આસામ સહિત સમગ્ર પૂર્વોત્તરમાં શાંતિ સ્થાપિત થઈ છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજની સમજૂતી મુજબ ભારત અને આસામ સરકારની એ જવાબદારી છે કે, તેઓ આદિવાસી જૂથોની રાજકીય, આર્થિક અને શૈક્ષણિક આકાંક્ષાઓ પૂર્ણ કરે. તેમણે જણાવ્યું હતું કે, આ સમજૂતીમાં આદિવાસી જૂથોની સામાજિક, સાંસ્કૃતિક, વંશીય અને ભાષાકીય ઓળખનું રક્ષણ કરવા તેમજ તેમને વધારે મજબૂત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ કરારમાં ચાના બગીચાઓનો ઝડપી અને કેન્દ્રિત વિકાસ સુનિશ્ચિત કરવા માટે ટ્રાઇબલ વેલ્ફેર એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલની સ્થાપના કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ સમજૂતીમાં સશસ્ત્ર કેડરનાં પુન:સ્થાપન અને પુનર્વસવાટ માટે તથા ચાના બગીચાના કામદારોનાં કલ્યાણ માટેનાં પગલાંની જોગવાઈ પણ કરવામાં આવી છે. 1000 કરોડ રૂપિયા (ભારત સરકાર અને આસામ સરકાર પ્રત્યેક દ્વારા 500 કરોડ રૂપિયા)નું વિશેષ વિકાસ પૅકેજ પાંચ વર્ષનાં ગાળામાં પ્રદાન કરવામાં આવશે, જેથી આદિવાસીઓની વસતિ ધરાવતાં ગામો/વિસ્તારોમાં માળખાગત વિકાસ શક્ય બને.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004HUNN.jpg

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2014થી અત્યાર સુધીમાં આશરે 8,000 વિદ્રોહીઓ પોતાનાં શસ્ત્રો હેઠાં મૂકીને સમાજની મુખ્ય ધારામાં સામેલ થયાં છે અને તેમણે પૂર્વોત્તરની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લીધેલાં કેટલાંક પગલાંમાં આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. વર્ષ ૨૦૨૦માં છેલ્લા બે દાયકામાં સૌથી ઓછી સંખ્યામાં બંડખોરીની ઘટનાઓ નોંધાઈ છે. 2014ની સરખામણીમાં 2021માં બંડખોરીની ઘટનાઓમાં 74 ટકાનો ઘટાડો થયો છે. આ જ સમયગાળામાં, સુરક્ષા દળોની જાનહાનિમાં 60 ટકા અને નાગરિક જાનહાનિની સંખ્યામાં 89 ટકાનો ઘટાડો થયો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં શાંતિપૂર્ણ અને સમૃદ્ધ પૂર્વોત્તરનાં વિઝન અનુસાર, આ સમજૂતી વર્ષ 2025 સુધીમાં પૂર્વોત્તરને બંડખોરી મુક્ત કરવાની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે. આ સમજૂતી અંતર્ગત આસામ સરકાર દ્વારા આદિવાસી કલ્યાણ અને વિકાસ પરિષદની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ રાજકીય, આર્થિક અને શૈક્ષણિક આકાંક્ષાઓ પૂર્ણ કરવાનો;  સામાજિક, સાંસ્કૃતિક, ભાષાકીય અને વંશીય ઓળખોનું સંરક્ષણ, જતન અને પ્રોત્સાહન આપવું; અને સમગ્ર રાજ્યમાં આદિવાસી વસ્તી ધરાવતાં ગામો/વિસ્તારો તેમજ ચાના બગીચાઓનો ઝડપી અને કેન્દ્રિત વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. આ સમજૂતીમાં સશસ્ત્ર કેડરોના પુન:સ્થાપન અને પુનર્વસવાટ અને ચાના બગીચાના કામદારોનાં કલ્યાણ માટેનાં પગલાંની પણ જોગવાઈ છે. આદિવાસીઓની વસતિ ધરાવતાં ગામડાઓ/વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે પાંચ વર્ષના ગાળામાં રૂ. 1000 કરોડનું વિશેષ વિકાસ પેકેજ (ભારત સરકાર અને આસામ સરકાર પ્રત્યેક દ્વારા રૂ. 500 કરોડ) પ્રદાન કરવામાં આવશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકાર પૂર્વોત્તરને ઉગ્રવાદથી મુક્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. સ્વતંત્રતા પછી પૂર્વોત્તર રાજ્યોમાં વિકાસની ગતિ અટકી ગઈ હતી, જે લાંબા સમય સુધી ઉપેક્ષા અને રાજકારણનો ભોગ બન્યાં હતાં અને હિંસક અલગતાવાદ તેના પગ પ્રસરાવી રહ્યો હતો, શ્રી મોદીએ એક્ટ ઇસ્ટ પોલિસી સાથે વિકાસ અને શાંતિની નવી ગાથા લખી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં પૂર્વોત્તરમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલા પગલાં

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1859692) Visitor Counter : 299