માનવ સંસાધન વિકાસ મંત્રાલય

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકોએ રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા અંગે સૂચનો આપવા માટેના મનોમંથનમાં ભાગ લીધો

Posted On: 06 SEP 2022 7:02PM by PIB Ahmedabad

શિક્ષણ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં 5 થી 30 સપ્ટેમ્બર 2022 દરમિયાન શિક્ષક પર્વ, 2022’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વિશેષ અવસરની ઉજવણી કરવા માટે અને આપણા દેશની ગુરુ-શિષ્ય પરંપરાને અનુસરીને આપણા શિક્ષકો પ્રત્યે આદરની ભાવના અભિવ્યક્ત કરવા માટે, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સામેલ કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થા (DIET), તાલુકાઓના સંસાધન કેન્દ્રો અને ક્લસ્ટર સંસાધન કેન્દ્રોને શિક્ષકો સાથે આવિષ્કારી શિક્ષણ શાસ્ત્ર પરની ચર્ચાઓ અને પરિસંવાદો સાથે જોડવામાં આવી રહ્યાં છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની દિશામાં એક ડગલું આગળ વધીને ચાર રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા (NCF) તૈયાર કરવામાં આવી રહી છે. આ માટે નીચેના સ્તરના એકમોથી શરૂઆત કરીને ટોચના એકમો સુધી ચર્ચાના દૃષ્ટિકોણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ NCF માટે સૂચનો પૂરા પાડવામાં સામેલ કરવામાં આવી રહ્યા છે. NCFના ચાર ક્ષેત્રો છે - શાળાકીય શિક્ષણ, પ્રારંભિક બાળપણ સંભાળ અને શિક્ષણ, શિક્ષકોનું શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણ.

પેપરલેસ પદ્ધતિથી અભ્યાસક્રમની રૂપરેખા તૈયાર કરવાની સંપૂર્ણ પ્રક્રિયાને સુવિધાજનક બનાવવા માટે, એક 'ટેક પ્લેટફોર્મ' તૈયાર કરવામાં આવ્યું છે જેના માટે નીચલા સ્તરના એકમોથી શરૂ કરીને ટોચના એકમો સુધી ચર્ચાના દૃષ્ટિકોણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેમાં તમામ સ્તરે પરામર્શ અને અહેવાલો તૈયાર કરવાનું પણ સામેલ છે. પ્લેટફોર્મ પરામર્શ/મંતવ્ય એકત્રીકરણ અને સારાંશ સબમિશન માટે મશીન લર્નિંગ (ML)નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમ માટે ડિજિટલ સર્વેક્ષણ (DISANC): NEP-2020 ની ભલામણના આધારે રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા (NCF) તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે અને તે https://disanc.ncert.gov.in/ પર ઉપલબ્ધ છે.

આમ તો, NCF માટે સૂચનો મેળવવા માટે યુનિવર્સિટીઓ, નાગરિક સમાજ સમૂહો, નિષ્ણાતો, શિક્ષણવિદો, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ વગેરે જેવા વિવિધ હિતધારકો સાથે પરામર્શ ચાલુ છે, પરંતુ શાળાકીય શિક્ષણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપીને ભવ્ય સિદ્ધિ પ્રાપ્ત કરનારા શિક્ષકો સાથે શિક્ષક પર્વ, 2022 નિમિત્તે આ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

NCERT એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની કેટલીક મુખ્ય ભલામણો જેમ કે, નવા અભ્યાસક્રમ અને શિક્ષણની સંરચના 5+3+3+4 ના અમલીકરણ, બહુભાષી શિક્ષણ, સર્વાંગી મૂલ્યાંકન, નવું શિક્ષણ શાસ્ત્ર વગેરે અંગે આ સંવાદમાંમાં નેતૃત્વ કર્યું હતું. શાળાકીય શિક્ષણના ચાર તબક્કામાં મુખ્ય સક્ષમતાઓ, અભ્યાસક્રમમાં સાંસ્કૃતિક મૂળ, બહુભાષી શિક્ષણ, માધ્યમિક સ્તર પર વિષયોની પસંદગીમાં સુગમતા, આવિષ્કારી શિક્ષણ શાસ્ત્ર અને સર્વાંગી મૂલ્યાંકન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

પુરસ્કાર વિજેતા શિક્ષકોએ પોતાના પાયાના સ્તરના અનુભવોના આધારે NCFને અનોખી રૂપરેખા આપવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા. પુરસ્કાર વિજેતા શિક્ષકોએ શિક્ષણ મંત્રાલય અને NCERTના અધિકારીઓ તેમજ ફેકલ્ટી સભ્યોની હાજરીમાં આ પરિસંવાદમાં ભાગ લીધો હતો.

YP/GP/JD



(Release ID: 1857261) Visitor Counter : 308


Read this release in: English , Urdu , Hindi , Kannada