યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે દિલ્હીમાં આયોજિત ‘હર ઘર તિરંગા’ બાઇક રેલીમાં ભાગ લીધો


તિરંગાની તાકાત 130 કરોડ ભારતીયોને એક કરવાની છેઃ શ્રી અનુરાગ સિંહ ઠાકુર

Posted On: 03 AUG 2022 4:47PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિએ આજે ​​નવી દિલ્હીમાં લાલ કિલ્લાથી ઇન્ડિયા ગેટ સુધી સાંસદોની ‘હર ઘર તિરંગા’ બાઇક રેલીને લીલી ઝંડી બતાવી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે પણ આ કાર્યક્રમમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ રેલીનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ‘હર ઘર તિરંગા’ની જાગૃતિ વધારવા માટે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ, સંસદીય બાબતોના મંત્રી શ્રી પ્રહલાદ જોશી, સાંસ્કૃતિક મંત્રી શ્રી કિશન રેડ્ડી, ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની, સંસદીય બાબતો અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ, વિદેશ રાજ્ય મંત્રીઓ, શ્રીમતી મીનાક્ષી લેખી અને શ્રી વી. મુરલીધરન સહિત મોટી સંખ્યામાં સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. 

ઇવેન્ટના ભાગરૂપે શ્રી અનુરાગ સિંહ ઠાકુર બાઇક પર સવાર હતા. શ્રી ઠાકુરે કહ્યું કે વિવિધ કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને યુવા નેતાઓ આવનારી પેઢીઓને સંદેશ આપવા માટે એકઠા થયા કે આપણે બધા દેશને એક રાખીશું, ભારતને આગળ લઈ જઈશું અને ભારતને મજબૂત બનાવીશું. તિરંગાની તાકાત 130 કરોડ ભારતીયોને એક કરવાની છે. આજે આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને તેમને યાદ કરીએ છીએ અને એ પણ ખાતરી આપીએ છીએ કે આ આઝાદી કા અમૃત મહોત્સવમાં આપણે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવા અને ભારતનું ગૌરવ વધારવા માટે કામ કરીશું.

 

‘હર ઘર તિરંગા’ ઝુંબેશ એ ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકો અને રાષ્ટ્રધ્વજ વચ્ચે વ્યક્તિગત જોડાણ કેળવવાની પહેલ છે. જનભાગીદારીની ભાવના સાથે આઝાદી કા અમૃત મહોત્સવમાં ભાગ લેવા લોકોમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ઉત્સાહની ભાવનાને મજબૂત કરવાનો તેનો હેતુ છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1847933) Visitor Counter : 192