ભારે ઉદ્યોગ મંત્રાલય

ઇલેક્ટ્રિક વાહનોના (EVs)ના સલામતી ધોરણો વિશે કેન્દ્ર સતર્ક; 3 મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ ઇલેક્ટ્રિક વાહનોને રિકોલ કર્યા

Posted On: 02 AUG 2022 3:41PM by PIB Ahmedabad

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH) તરફથી મળેલી માહિતી મુજબ,  ઇલેક્ટ્રિક વાહનોની સુરક્ષા સંબંધિત તાજેતરના મુદ્દાઓને ઉકેલવા માટે DRDO, ભારતીય વિજ્ઞાન સંસ્થાન (IISC) બેંગલુરુ અને નેવલ સાયન્સ એન્ડ ટેક્નોલોજીકલ લેબોરેટરી (NSTL) વિશાખાપટ્ટનમના સ્વતંત્ર નિષ્ણાતો સાથે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી.

નીચેના ઉત્પાદકોએ વાહનો પાછા બોલાવ્યા છે:

  1. ઓકિનાવાએ 16મી એપ્રિલ, 2022ના રોજ વાહનોના 3215 યુનિટ પાછા બોલાવ્યા છે.
  2. Pure EV એ 21મી એપ્રિલ, 2022ના રોજ વાહનોના 2000 યુનિટ પાછા બોલાવ્યા છે.
  3. ઓલા ઇલેક્ટ્રિકે 23 એપ્રિલ, 2022ના રોજ વાહનોના 1441 યુનિટ પાછા બોલાવ્યા છે.

અનુપાલન સુનિશ્ચિત કરવા માટે સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમ, 1989ના નિયમ 126માં નિર્દિષ્ટ કર્યા મુજબ, EV માટે ઘટકોનું પરીક્ષણ સંબંધિત ધોરણો અનુસાર કરવામાં આવે છે.

આ માહિતી ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી કૃષ્ણ પાલ ગુર્જરે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1847391) Visitor Counter : 212


Read this release in: English , Urdu , Marathi