ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે જયપુરમાં ઉત્તરીય ક્ષેત્રીય પરિષદની 30મી બેઠકની અધ્યક્ષતા કરી

Posted On: 09 JUL 2022 7:57PM by PIB Ahmedabad

ક્ષેત્રીય પરિષદો, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધિત, વિવાદિત આંતરરાજ્ય મુદ્દાઓમાં સર્વ સંમતિથી ઉકેલ લાવવા, રાજ્યોની વચ્ચે ક્ષેત્રીય સહયોગમાં વધારો કરવા અને સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવનારા સહિયારા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવા માટે એક મહત્વપૂર્ણ પ્રદાન કરે છે

દેશમાં 2014માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બન્યા પછી પ્રધાનમંત્રી મોદીજીએ ક્ષેત્રીય પરિષદની બેઠકો નિયમિત યોજાય, પરિણામલક્ષી હોય અને પડતર રહેલા મુદ્દાઓનો ઉકેલ લાવવામાં તે સફળ હોય તે બાબત પર ખાસ ભાર મૂક્યો છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આંતર-રાજ્ય પરિષદ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ભારત સરકારના તમામ મંત્રાલયો રાજ્ય સરકારો સાથે મળીને આ કાર્યને ઝડપી બનાવવા કામ કરી રહ્યા છે

2006 થી 2013ની વચ્ચે પ્રાદેશિક પરિષદની 6 બેઠકો અને તેની સ્થાયી સમિતિની 8 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે 2014 થી 2022 સુધીમાં પ્રાદેશિક પરિષદની 19 બેઠકો અને સ્થાયી સમિતિની 24 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે અમે પરિષદની બેઠકોની ગતિમાં ઘણો વધારો કર્યો છે અને તેમને પરિણામલક્ષી પણ બનાવી છે, આ ગતિ અને પરિણામો લાવવાનો રેકોર્ડ ચાલુ રાખવો જોઇએ

ઉત્તરીય ક્ષેત્રમાં રાજ્યોના પરસ્પર અને કેન્દ્ર તેમજ રાજ્યો વચ્ચેના મુદ્દાઓનું નિરાકરણ દેશના વિકાસ અને સંઘીય માળખાને મજબૂત બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે

પરિષદની ભૂમિકા સલાહકારી હોવા છતાં, મને એ વાતનો આનંદ છે કે મારાં ત્રણ વર્ષના અનુભવમાં, પરિષદમાં 75 ટકાથી વધુ મુદ્દાઓ સર્વસંમતિથી ઉકેલાઇ ગયા છે

આ પ્રકારે એક ખૂબ જ સારી પ્રક્રિયાની શરૂઆત થઇ છે અને આપણે બધાએ તેને ચાલુ રાખવી જોઇએ, આપણે રાષ્ટ્રીય સહમતિના મુદ્દાઓ પર 100 ટકા પરિણામ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ

ઉત્તરીય ક્ષેત્રીય પરિષદની 30મી બેઠક અને તેની સ્થાયી સમિતિની 19મી બેઠકમાં કુલ 47 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાંથી 4 મુદ્દાઓને રાષ્ટ્રીય મહત્વના વિષયો તરીકે ઓળખવામાં આવ્યા હતા

કુલ 47 મુદ્દામાંથી, 35 કેસોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો, જે સહકારી સંઘવાદની ભાવનાથી રાષ્ટ્રના સર્વાંગી વિકાસ પ્રત્યે મોદી સરકારના સંકલ્પ અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે

બેઠકમાં સાયબર ક્રાઇમનો સામનો કરવા માટે તમામ હિતધારકોને સાથે મળીને  એક અસરકારક વ્યૂહરચના બનાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો, ગૃહ મંત્રીએ કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં આર્થિક છેતરપિંડી અને સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવતા સાયબર અપરાધોને રોકવા માટે એક રણનીતિ ઘડવા માટે એક સમિતિની રચના કરવા માટે કહ્યું

સાયબર ગુનાઓના વધી રહેલા જોખમો અને તેના નિવારણની રણનીતિ અને વિવિધ માધ્યમો દ્વારા સાયબર સાવધાની સંબંધિત અભિયાન ચલાવવા પર વિશેષ ભાર મૂક્યો

સંગઠિત અને સંકલિત સાયબર હુમલાઓ રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા અને આર્થિક ગતિવિધિ પર ઊંડી અસર પડે છે, આ વાતને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સાયબર સ્પેસ અને સમગ્ર નાગરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે

શ્રી અમિત શાહે કેન્દ્ર અને રાજ્યની સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલન દ્વારા સાયબર ગુનાઓની સંખ્યા વધારે હોય તેવા વિવિધ હોટ-સ્પોટ્સમાં સાયબર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે કહ્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ગ્રામીણ વિસ્તારોમાં બેન્કિંગ નેટવર્કના વિસ્તરણની દૂરંદેશીને અનુરૂપ, તમામ ગામોમાં 5 કિમીની અંદર બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ પ્રાપ્ત કરવામાં આવી છે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે જયપુરમાં ઉત્તરીય ક્ષેત્રીય પરિષદની 30મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત, હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુર, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેના, લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી રાધા કૃષ્ણ માથુર, ચંદીગઢના પ્રશાસક શ્રી બનવારીલાલ પુરોહિત, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી શ્રી મનીષ સિસોદિયા, પંજાબના નાણાં મંત્રી શ્રી હરપાલ સિંહ ચીમા અને સભ્ય રાજ્યોના વરિષ્ઠ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, આંતર-રાજ્ય પરિષદ સચિવાલયના સચિવો, ઉત્તરીય ક્ષેત્રમાં સભ્ય રાજ્યોના મુખ્ય સચિવો તેમજ રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થયા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0018VKP.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં ક્ષેત્રીય પરિષદોનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે. આવી ક્ષેત્રીય પરિષદો, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધિત, વિવાદિત આંતરરાજ્ય મુદ્દાઓમાં સર્વ સંમતિથી ઉકેલ લાવવા, રાજ્યોની વચ્ચે ક્ષેત્રીય સહયોગમાં વધારો કરવા અને સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવનારા સહિયારા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવા માટે એક મહત્વપૂર્ણ પ્રદાન કરે છે

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં 2014માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બન્યા પછી પ્રધાનમંત્રી મોદીજીએ ક્ષેત્રીય પરિષદની બેઠકો નિયમિત યોજાય, પરિણામલક્ષી હોય અને પડતર રહેલા મુદ્દાઓનો ઉકેલ લાવવામાં તે સફળ હોય તે બાબત પર ખાસ ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં આંતરરાજ્ય પરિષદ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય ભારત સરકારના તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારો સાથે મળીને તેને ગતિ આપવાનું કામ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું હતુ કે, 2006 થી 2013 ની વચ્ચે પ્રાદેશિક પરિષદની 6 બેઠકો અને તેની સ્થાયી સમિતિની 8 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે 2014 થી 2022 સુધીમાં પ્રાદેશિક પરિષદની 19 બેઠકો અને સ્થાયી સમિતિની 24 બેઠકોનું આજન કરવામાં આવ્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, અમે પરિષદની બેઠકોની ગતિમાં ઘણો વધારો કર્યો છે અને તેમને પરિણામલક્ષી પણ બનાવી છે, આ ગતિ અને પરિણામો લાવવાનો રેકોર્ડ ચાલુ રાખવો જોઇએ.

ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરીય ક્ષેત્રમાં રાજ્યોના પરસ્પર અને કેન્દ્ર તેમજ રાજ્યો વચ્ચેના મુદ્દાઓનું નિરાકરણ દેશના વિકાસ અને સંઘીય માળખાને મજબૂત બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, આનાથી પહેલાં 2019 માં, ચંદીગઢમાં યોજાયેલી ઉત્તરીય ક્ષેત્રીય પરિષદની બેઠકમાં 18 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને તેમાંથી 16 મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002PFA0.jpg

 

ઉત્તરીય ક્ષેત્રીય પરિષદમાં સાયબર ગુનાઓની વધી રહેલી સંખ્યા અને તેના નિરાકરણ પર રણનીતિ ઘડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગૃહ મંત્રીએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા વિવિધ માધ્યમો દ્વારા સાયબર સાવધાની સંબંધિત અભિયાન ચલાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. સાયબર ગુનાઓના કારણે રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા અને આર્થિક પ્રવૃત્તિ પર ઊંડી અસર પડતી હોવાની બાબતને રાખીને, પરિષદે દેશના સાયબર સ્પેસની સુરક્ષા અને સમગ્ર નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રી અમિત શાહે કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા સામાન્ય સૉફ્ટવેરનો ઉપયોગ કરવા, ચિંતાજનક મુદ્દાઓને ઓળખી કાઢવા અને અપરાધીઓને શોધવા તેમજ તેમની સામે કડક કાર્યવાહી કરવા સાથે મળીને કામ કરવાની સલાહ આપી હતી. આ સંદર્ભમાં, એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, સાયબર ગુનાખોરીના વધતા જોખમને પહોંચી વળવા માટે તમામ સંબંધિત વિભાગો અને રાજ્ય સરકારો સાથે કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં એક સમિતિ દ્વારા રણનીતિ ઘડવામાં આવશે.  

કેન્દ્રીય ગૃહમંત્રી પોલીસ અધિકારીઓ, પબ્લિક પ્રોસિક્યૂટરો અને ટેલિકોમ કંપનીઓ, તેમના PoS એજન્ટો સહિત કટિંગ એજ (આધુનિક સમયની) એજન્સીઓને નવી ટેકનોલોજી અને ઉન્નત કૌશલ્યથી તાલીમબદ્ધ કરવાની આવશ્યકતા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે સાયબર ગુનાઓનું પગેરું શોધી કાઢવા માટે આઇટી ટૂલ્સનો વધુમાં વધુ ઉપયોગ કરવા અને તેના પુનરાવર્તનને રોકવા માટે વ્યવસ્થિત ઉપાય કરવા માટે કહ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0033AUF.jpg

 

આ બેઠકમાં સભ્ય રાજ્યો વચ્ચે નદીના પાણીની વહેંચણીની જટિલ સમસ્યા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. શ્રી અમિત શાહે સંબંધિત રાજ્યોને આ મુદ્દે સૌહાર્દપૂર્ણ દૃષ્ટિકોણ અપનાવીને સમયબદ્ધ ઉકેલ લાવવા માટે પણ કહ્યું હતું. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તમામ હિતધારકો સાથે મળીને વિકાસ માટે એક મજબૂત સહિયારા તંત્રની સ્થાપના કરે, આ ઉદ્દેશથી જ ક્ષેત્રીય પરિષદની રચના કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આમ તો પરિષદની ભૂમિકા સલાહકારી તરીકેની હોવા છતાં, તેમને એ વાતનો આનંદ છે કે, તેમના ત્રણ વર્ષના અનુભવમાં, પરિષદના 75 ટકાથી વધુ મુદ્દાઓ સર્વસંમતિથી ઉકેલાઇ ગયા છે. આ પ્રકારે, એક ખૂબ જ સારી પ્રક્રિયાની શરૂઆત થઇ છે અને આપણે બધાએ તેને ચાલુ રાખવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, આપણે રાષ્ટ્રીય સર્વસંમતિના મુદ્દાઓ પર 100 ટકા પરિણામ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004EFDD.jpg

 

ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં ક્ષેત્રીય પરિષદોની વિવિધ બેઠકોમાં સમગ્ર દેશ સાથે સંકળાયેલા સંખ્યાબંધ મહત્વપૂર્ણ મુદ્દાઓને સામેલ કરવામાં આવ્યા છે. તેમાં ફોરેન્સિક સાયન્સ લેબ અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, CRPC અને IPCમાં સુધારો, પાંચ કિલોમીટરના પરીઘ વિસ્તારમાં દેશના દરેક ગામમાં બેંકિંગ સેવા, 100 ટકા ગામડાઓમાં મોબાઇલ નેટવર્ક, કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી ગ્રામીણ લોકો સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારની સુવિધાઓ પહોંચાડવી, રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ લાભાર્થી યોજનાઓને સો ટકા DBTના માધ્યમથી લાભાર્થીઓના ખાતામાં સીધી જ પહોંચાડવી તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સંખ્યાબંધ મુદ્દાઓ સામેલ છે.

ઉત્તરીય ક્ષેત્રીય પરિષદની આજે જયપુરમાં યોજાયેલી 30મી બેઠક અને તેની સ્થાયી સમિતિની 19મી બેઠકમાં કુલ 47 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આમાંથી 4 મુદ્દાઓને રાષ્ટ્રીય મહત્વના વિષયો તરીકે ઓળખવામાં આવ્યા હતા અને તેના પર વિવિધ ક્ષેત્રીય પરિષદની બેઠકમાં નિયમિત ધોરણે ચર્ચા કરવામાં આવી રહી છે અને તેના પર મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તેમાં, ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ સેવાઓમાં સુધારો, મહિલાઓ અને બાળકો વિરુદ્ધ દુષ્કર્મ અને જાતીય શોષણના કેસો પર દેખરેખ, આવા કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવી અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)નું અમલીકરણ સામેલ છે. કુલ 47 મુદ્દામાંથી, 35 કેસોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો, જે સહકારી સંઘવાદની ભાવનાથી રાષ્ટ્રના સર્વાંગી વિકાસ પ્રત્યે મોદી સરકારના સંકલ્પ અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005NZ0Z.jpg

 

ક્ષેત્રીય પરિષદની બેઠકમાં એ વાતની પ્રશંસા કરવામાં આવી હતી કે, ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ નેટવર્કનું વિસ્તરણ કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આપવામાં આવેલી દૂરંદેશી અનુસાર તમામ ગામડાઓમાં 5 કિમીના વિસ્તારની અંદર બેંકિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ પ્રાપ્ત કરવામાં આવી છે. આ મામલે ઉત્તરીય ક્ષેત્રીય પરિષદની આજની બેઠક સહિત છેલ્લા 3 વર્ષ દરમિયાનની તમામ ક્ષેત્રીય પરિષદની બેઠકોમાં ચર્ચા કરવામાં આવી છે. આ બેઠકોમાં થયેલી ચર્ચાઓ અને પ્રાપ્ત થયેલા સૂચનોના આધારે, નાણાકીય સેવા વિભાગ, પોસ્ટ વિભાગ અને સહકાર મંત્રાલય દરેક ગામમાં 5 કિમીના વિસ્તારમાં બેંકની શાખાઓ (સહકારી બેંકની શાખા સહિત) અને પોસ્ટ ઓફિસોના IPPB ટચ પોઇન્ટ તબક્કાવાર સ્થાપિત કરવા માટે રૂપરેખા તૈયાર કરી રહ્યા છે. ઉત્તરીય ક્ષેત્રના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવી બેંક શાખાઓ /IPPB ટચ પોઇન્ટના વિસ્તરણ અંગે જયપુરની આ બેઠકમાં વિશેષરૂપે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ આશા વ્યક્ત કરી કે આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે આ કાર્યવાહી ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે.

SD/GP/JD(Release ID: 1840445) Visitor Counter : 277