પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
azadi ka amrit mahotsav

આવતીકાલે બેંગલુરુમાં પ્રાયોગિક ધોરણે 'વન હેલ્થ' લોન્ચ કરવામાં આવશે


મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય કર્ણાટક અને ઉત્તરાખંડમાં વન-હેલ્થ મોડલ લાગુ કરી રહ્યું છે

Posted On: 27 JUN 2022 11:01AM by PIB Ahmedabad

મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળના પશુપાલન અને ડેરી વિભાગ (DAHD) એ 'વન-હેલ્થ' દ્વારા પ્રાણીઓ, મનુષ્યો અને પર્યાવરણના સ્વાસ્થ્યના પડકારોને પહોંચી વળવા હિતધારકોને એક મંચ પર લાવવાની પહેલ કરી છે. ' DAHD અને Confederation of Indian Industry (CII) બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (BMGF) સાથે મળીને કર્ણાટક અને ઉત્તરાખંડ રાજ્યોમાં અમલીકરણ ભાગીદારો તરીકે 'વન-હેલ્થ' મોડલનું અમલીકરણ હાથ ધરે છે.

DAHD આવતીકાલે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પ્રાયોગિક ધોરણે 'વન હેલ્થ' લોન્ચ કરશે. અતુલ ચતુર્વેદી, સચિવ, પશુપાલન અને ડેરી વિભાગ કર્ણાટકમાં આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. આ પ્રસંગે કેન્દ્ર અને રાજ્યના તમામ અગ્રણી મહાનુભાવો અને પશુધન, માનવ સંસાધન, વન્યજીવન અને પર્યાવરણ ક્ષેત્રના હિતધારકો ઉપસ્થિત રહેશે.

DAHD આ પહેલના અનુભવોના આધારે રાષ્ટ્રીય 'વન-હેલ્થ' રોડમેપ વિકસાવશે. આના દ્વારા ભવિષ્યમાં પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાતા ચેપી રોગોને રોકવામાં મદદ મળશે. આ પહેલથી રોગોનો વધુ સારી રીતે સામનો કરવા માટેની સિસ્ટમ તૈયાર થશે અને તેનું સંચાલન શક્ય બનશે. આ સાથે વિશ્વભરમાં અપનાવવામાં આવતી શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન કર્ણાટક માટે ક્ષમતા નિર્માણ યોજના અને 'વન-હેલ્થ' પુસ્તિકા (કન્નડ) પણ લોન્ચ કરવામાં આવશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1837291) Visitor Counter : 309