સહકાર મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં સહકારિતા મંત્રાલય અને NAFCUB દ્વારા આયોજિત અનુસૂચિત અને બહુ-રાજ્ય શહેરી સહકારી બૅન્કો અને ક્રેડિટ સોસાયટીઓનાં રાષ્ટ્રીય સંમેલનને સંબોધન કર્યું

Posted On: 23 JUN 2022 6:40PM by PIB Ahmedabad

દેશ આ વર્ષે આઝાદીનો અમૃત ઉત્સવ ઉજવી રહ્યો છે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશ સમક્ષ એક લક્ષ્ય રાખ્યું છે કે 25 વર્ષ પછી જ્યારે રાષ્ટ્ર આઝાદીની શતાબ્દી ઉજવશે, ત્યારે તે સમયે ભારત દુનિયામાં તમામ ક્ષેત્રોમાં સર્વોચ્ચ સ્થાને હોય

આ ત્યારે જ શક્ય બની શકે જ્યારે આ નિર્માણ પ્રક્રિયામાં દરેકની ભાગીદારી અને સહકાર હોય અને જીવનનાં તમામ ક્ષેત્રના લોકો પોતપોતાનાં લક્ષ્યો નક્કી કરે અને 25 વર્ષમાં આ લક્ષ્યોને પ્રાપ્ત કરે

આપણી સામે સૌથી મોટું લક્ષ્ય છે દેશનો વિકાસ, હું વિશ્વાસ સાથે કહેવા માગું છું કે જો આપણે સર્વસ્પર્શીય અને સર્વસમાવેશક વિકાસ કરવો હશે તો વિકાસના મૉડલમાં સહકારિતા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી

સર્વસ્પર્શીય અને સર્વસમાવેશી વિકાસ માટે આર્થિક રીતે સશક્ત ન થયા હોય તેવા લોકોને સશક્ત બનાવવાની જવાબદારી સમાજ એટલે કે સહકાર અને સરકાર બંનેની છે

સમાજના નાનામાં નાના વર્ગને આગળ લાવવાનું, તેને વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બનાવવાનું અને તેને દેશનાં અર્થતંત્રમાં હિતધારક બનાવવાનું કામ માત્ર સહકારિતા જ કરી શકે છે

કેટલાક લોકો સહકારિતાને અલગ દૃષ્ટિથી જુએ છે અને તેને જૂનું, કાલબાહ્ય અને અપ્રસ્તુત માને છે, પરંતુ હું આ બધાને કહેવા માગું છું કે આજે તમે અમૂલ, કૃભકો, ઇફ્કો અને લિજ્જત પાપડનાં મૉડલને જુઓ

આગામી 100 વર્ષની યાત્રા આપણે સહકારિતાનો વ્યાપ અને સ્વીકૃતિ વધારીને દેશના વિકાસમાં યોગદાન આપીને ખૂબ જ ગૌરવ અને સિદ્ધિ સાથે પૂર્ણ કરવાની છે, આપણાં કાર્યોના આધારે જેઓ સહકારિતાને અપ્રસ્તુત ગણે છે, તેઓને સિદ્ધાંત કે થિયરી નહીં, પરંતુ આપણાં પ્રદર્શનના આધારે સમજાવવા પડશે, અને તે આપણા બધાની જવાબદારી છે

સહકારરિતાનો એકસરખો વિસ્તાર (સિસ્ટમેટિક ડેવલપમેન્ટ) કરવો એ આપણા બધાની જવાબદારી છે કારણ કે આવનારા સમયમાં આ જ આપણને સ્પર્ધામાં ટકાવી શકે છે

હું તમને ખાતરી આપું છું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ, ભારત સરકાર તમારી સાથે સમાનતાનો વ્યવહાર કરશે અને તમારી સાથે બીજા દરજ્જાના નાગરિક તરીકેનો વ્યવહાર નહીં થાય

આપણે આગામી 100 વર્ષ વિશે વિચારવું પડશે અને તેના માટે કેટલાક સંસ્થાગત ફેરફારો કરવા પડશે, નવા અને વ્યાવસાયિક લોકો માટે જગ્યા, હરીફ ખાનગી અને રાષ્ટ્રીયકૃત બૅન્કો સાથે માનવ સંસાધનોની સરખામણી, એકાઉન્ટ સિસ્ટમનું સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝેશન અને તમામ ધોરણો માટે એકાઉન્ટ સોફટવેરમાં આપોઆપ એલર્ટ પર આત્મચિંતન કરવું પડશે

અર્બન કોઓપરેટિવ બૅન્કોને લગતા ઘણા મુદ્દાઓ છે અને હું તમને બધાને એ કહેવા માગું છું કે તમે સહકારિતા મંત્રાલયને તમારી કલ્પના કરતા બે ડગલાં આગળ જોશો

ભારત સરકાર સહકારી યુનિવર્સિટીની સ્થાપના માટે માર્ગ મોકળો કરી રહી છે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરકારી સંસ્થાઓ સિવાય JAM પાસેથી માત્ર સહકારી સંસ્થાઓને ખરીદવાની મંજૂરી આપવાનું કામ કર્યું છે, પારદર્શિતા માટે આ ખૂબ જ જરૂરી છે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં સહકારિતા મંત્રાલય અને NAFCUB દ્વારા આયોજિત અનુસૂચિત અને બહુ-રાજ્ય શહેરી સહકારી બૅન્કો અને ક્રેડિટ સોસાયટીઓનાં રાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે સહકારિતા રાજ્યમંત્રી શ્રી બી.એલ. વર્મા, સહકારિતા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, નેશનલ ફેડરેશન ઑફ અર્બન કોઓપરેટિવ બૅન્ક્સ એન્ડ ક્રેડિટ સોસાયટી લિમિટેડ (NAFCUB)ના અધ્યક્ષ શ્રી જ્યોતિન્દ્ર મહેતા અને ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

પોતાનાં સંબોધનમાં શ્રી અમિત શાહે કહ્યું કે દેશ આ વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશ સમક્ષ એ લક્ષ્ય રાખ્યું છે કે જ્યારે રાષ્ટ્ર 25 વર્ષ પછી આઝાદીની શતાબ્દી ઉજવી રહ્યો હશે, ત્યારે તે સમયે ભારત વિશ્વમાં તમામ ક્ષેત્રોમાં સર્વોચ્ચ સ્થાન પર હોવું જોઈએ. આ ત્યારે જ શક્ય બની શકે છે જ્યારે આ નિર્માણ પ્રક્રિયામાં દરેકની ભાગીદારી અને સહકાર હોય અને જીવનનાં દરેક ક્ષેત્રના લોકો પોતપોતાનાં લક્ષ્યો નક્કી કરે અને 25 વર્ષમાં આ લક્ષ્યોને પ્રાપ્ત કરે. આપણી સામે સૌથી મોટું લક્ષ્ય છે દેશનો વિકાસ, દેશની અર્થવ્યવસ્થાને વિશ્વનાં અર્થતંત્રનાં ટેબલમાં ટોચ પર લઈ જવી અને દેશના તમામ નાગરિકો સમાન અધિકાર સાથે પોતાનું જીવન જીવી શકે.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ કહ્યું કે કેટલાક લોકો સહકારિતાને અલગ દૃષ્ટિથી જુએ છે અને તેને અપ્રચલિત, જૂની અને અપ્રસ્તુત માને છે. પરંતુ હું આ બધાંને કહેવા માગું છું કે આજે તમે અમૂલ, કૃભકો, ઇફ્કો અને લિજ્જત પાપડનાં મૉડલ જુઓ. આપણી સો વર્ષોથી વધારે જૂની 195થી વધુ સહકારી બૅન્કોને જુઓ ત્યારે તમને ખબર પડશે કે તે આજે પણ એટલી જ પ્રાસંગિક છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, સો વર્ષ એ ખૂબ જ મોટો સમયગાળો છે અને દેશની સહકારિતાએ આ યાત્રા ખૂબ જ સફળતા સાથે પૂર્ણ કરી છે, પરંતુ આગામી 100 વર્ષની યાત્રા દેશના વિકાસમાં ખૂબ જ ગૌરવ અને સિદ્ધિ સાથે યોગદાન આપીને પૂરી કરવાની છે. આગામી સો વર્ષ સુધી સહકારી સંસ્થાઓનો વ્યાપ અને સ્વીકૃતિ વધારવાની છે અને પોતાની ક્રિયાઓના આધારે જેઓ સહકારને અપ્રસ્તુત માને છે તેમને સિદ્ધાંત-થિયરીના આધારે નહીં પરંતુ પોતાનાં પ્રદર્શનના આધારે સમજાવવા પડશે અને તે આપણા બધાની જવાબદારી છે.

 

 

 

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે માત્ર અને માત્ર અર્બન સ્ટેટ કોઓપરેટિવ બૅન્ક જ સમાજના નાનામાં નાના વર્ગને લોન આપી શકે છે અને તે વર્ગને ઉપર લાવવાનો છે, વિકાસની પ્રક્રિયામાં સહભાગી બનાવવા અને દેશની અર્થવ્યવસ્થામાં હિતધારક બનાવવાનું કામ કો-ઓપરેટિવ જ કરી શકે છે. તેમણે કહ્યું કે આજે જ્યારે સામાન્ય લોકો રોજિંદાં જીવનની નાની નાની બાબતો માટે જ્યારે લોન જોઇએ ત્યારે તેઓ સહકારી બૅન્કો તરફ જુએ છે. તેમણે કહ્યું હતું કે સર્વસ્પર્શીય, સર્વસમાવેશક વિકાસ માટે આ ખૂબ જ જરૂરી છે અને તે સમાજ એટલે કે સહકાર અને સરકાર બંનેની જવાબદારી છે કે તેઓ આર્થિક રીતે સશક્ત ન થયા હોય તેવા લોકોને સશક્ત બનાવે. સશક્તીકરણ માટે અર્બન કોઓપરેટિવ બૅન્ક અને અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી સિવાય બીજો કોઈ સારો રસ્તો હોઈ શકે નહીં. તેમણે કહ્યું કે 10,000 શાખાઓ, રૂ. 5 લાખ કરોડની થાપણો, રૂ. 3 લાખ કરોડની એડવાન્સ એ જોવામાં બહું સારું લાગે પરંતુ બૅન્કિંગ ક્ષેત્રમાં આપણી ભાગીદારી પર પણ આત્મચિંતન કરવાની જરૂર છે. બૅન્કિંગ ક્ષેત્રમાં, થાપણોના મામલે અર્બન કોઓપરેટિવ બૅન્કનો હિસ્સો માત્ર 3.25%  અને એડવાન્સમાં 2.69% છે. આપણે તેનાથી સંતુષ્ટ ન થવું જોઈએ પરંતુ તેનો વિસ્તાર કરવાનો સંકલ્પ લેવો જોઈએ. શ્રી શાહે કહ્યું કે હું તમને ખાતરી આપું છું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકાર તમારી સાથે સમાનતાનો વ્યવહાર કરશે અને તમારી સાથે બીજા દરજ્જાના નાગરિક તરીકેનો  વ્યવહાર નહીં થાય.

 

સહકારિતા મંત્રીએ કહ્યું કે જો આપણે વિસ્તરણ કરવું હોય તો આપણા સમયગાળો અને ક્ષેત્ર વિશે ન વિચારો, હવે આપણે આગામી 100 વર્ષ વિશે વિચારવું પડશે અને તેના માટે આપણી અંદર પણ કેટલાક સંસ્થાગત ફેરફારો કરવા પડશે. આપણે નવા અને વ્યાવસાયિક લોકો માટે જગ્યા બનાવવાની છે અને તેમને સહકારી ક્ષેત્રમાં લાવવા પડશે. તેઓ કો-ઑપરેટિવને આગળ લઈ જશે, જે નવાં આવ્યાં  છે તે તમારા અનુભવમાંથી શીખશે અને જે જૂનાં છે તે નવાંને શીખવશે, આ જ અભિગમ આપણે અપનાવવો જોઈએ. આપણે આપણા માનવ સંસાધનોની સરખામણી આપણી હરીફ ખાનગી બૅન્કો અને રાષ્ટ્રીયકૃત બૅન્કો સાથે પણ કરવી જોઈએ. ભરતીની વ્યાવસાયિક પ્રક્રિયા, એકાઉન્ટ સિસ્ટમનું સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝેશન અને તમામ ધોરણો માટે એકાઉન્ટ સોફ્ટવેરમાં આપોઆપ ચેતવણીઓ જેવી ઘણી બાબતો પર પણ આત્મચિંતન કરવું જોઈએ. જો આપણે પણ હરીફાઈમાં ટકી રહેવું હોય તો સમયની સાથે પોતાની જાતને બદલવી પડશે અને તે પ્રમાણે ખરા ઉતરવું પડશે. આપણે આત્મચિંતન કરવું પડશે અને નવા સુધારાઓને સ્વીકારવા પડશે. તેમણે કહ્યું કે દેશમાં 40 ટકા શહેરીકરણ છે પરંતુ સહકારી સંસ્થાઓની ભાગીદારી આમાં ઘણી ઓછી છે, જો આપણે તેમાં આપણો હિસ્સો વધારવો છે તો આપણે સ્પર્ધાત્મક રહેવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. NAFCUBએ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી સેક્ટરને પણ વધુ જોર આપવાની જરૂર છે. આજે સહકારિતાની ભાવના અને સંસ્કૃતિ બંનેને આગળ લઈ જવા જોઈએ. દેશના ગરીબ વર્ગના વિકાસ માટે આ ક્ષેત્ર ખૂબ જ જરૂરી છે કે આપણે ભાવનાને તો આગળ લઈ જઈએ પરંતુ સાથે સાથે આધુનિક બૅન્કિંગ સિસ્ટમને પણ સ્વીકારીએ તો જ આપણે સ્પર્ધામાં ટકી શકીશું.

શ્રી અમિત શાહે કહ્યું કે આપણે સૌએ અહીંથી સંકલ્પ લેવો જોઈએ કે આપણે આપણી અનિવાર્યતા પણ ઊભી કરીશું અને સાથે સાથે, આપણાં યોગદાનથી, આપણે સ્પર્ધાના યુગમાં આપણી માગને ઊભી કરીશું જેથી કોઓપરેટિવમાં લોકોનો વિશ્વાસ વધી શકે. તેમણે કહ્યું કે શહેરી સહકારી ધિરાણ ક્ષેત્રની ભાવિ ભૂમિકા પર આયોજિત આ સેમિનારમાં ઘણા ટેકનિકલ સત્રો છે, જેમાં શહેરી સહકારી બૅન્કોની ભાવિ ભૂમિકા, આરબીઆઈ નિષ્ણાત સમિતિના અહેવાલની ભલામણો, મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઓ અને કરવેરા વગેરે વિશે ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચામાં આપણે આત્મનિરીક્ષણ પણ કરીએ. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આપણો વ્યાપ ઘણો વિશાળ છે, લગભગ 1534 શહેરી સહકારી બૅન્કો, 10,000થી વધુ શાખાઓ, 54 શિડ્યુલ બૅન્કો, 35 મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બૅન્કો, 580 મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઓ અને 22 રાજ્ય એસોસિએશન છે. આપણો વ્યાપ તો વિશાળ છે પણ તે અસમાન છે. દરેક શહેરમાં એક સારી અર્બન કોઓપરેટિવ બૅન્ક હોવી એ સમય અને દેશની જરૂરિયાત છે. NAFCUB એ સહકારી બૅન્કોની સમસ્યાઓ જ ઉઠાવવી જોઇએ અને તેનો ઉકેલ લાવવો જોઈએ એટલું જ નહીં પરંતુ તે જ સમયે સપ્રમાણ વિકાસ (Symmetric Development) માટે પણ વધુ સારી રીતે કામ કરવું જોઈએ. સહકારનો સમાન વિસ્તાર કરવો એ આપણા બધાની જવાબદારી છે કારણ કે આ આવનારા સમયમાં એ જ આપણને સ્પર્ધામાં રાખી શકે છે. આ માટે સફળ બૅન્કોએ પણ સમય કાઢીને આગળ આવવું પડશે.

 

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે અર્બન કો-ઓપરેટિવ બૅન્કોને લગતા ઘણા મુદ્દાઓ છે અને હું તમને બધાને કહેવા માગું છું કે એના ઉકેલ માટે તમે સહકારિતા મંત્રાલયને તમારી કલ્પના કરતા બે ડગલું આગળ જોશો. સહકારિતા મંત્રાલય બન્યાં બાદ કરવેરાના મુદ્દાઓ અને ખાંડ મિલોની આકારણી અને ટેક્સેશન સહિતના ફેરફારો થયા છે. સમગ્ર સહકારી સંસ્થાઓની ડેટા બૅન્ક બનાવાઇ રહી છે,  ભારત સરકાર સહકારી યુનિવર્સિટીની સ્થાપના માટે માર્ગ મોકળો કરી રહી છે અને આ દેશની કેબિનેટે GeM (GeM)થી મોટી સહકારી સંસ્થાઓને ખરીદીની મંજૂરી પણ આપી છે. જો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરકારી સંસ્થાઓ સિવાય જો કોઇને જેમથી ખરીદીની અનુમતિ આપવાનું કામ માત્ર કો-ઓપરેટિવ માટે કર્યું છે, તે પારદર્શિતા માટે ખૂબ જ જરૂરી છે. ઘણું બધું થઈ રહ્યું છે અને આગળ પણ થશે, પરંતુ હું તમને બધાને આગ્રહ કરું છું કે આત્મચિંતન કરીને સ્પર્ધામાં ટકી રહેવા માટે પોતાની સંસ્થામાં બીજું શું કરવાની જરૂર છે તે વિશે વિચારો.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1836625) Visitor Counter : 211