પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા, ગુજરાત ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો


યોગની વિશ્વવ્યાપી સ્વીકૃતિ ભારત માટે ગર્વની વાત છેઃ શ્રી પરષોત્તમ રૂપાલા

શ્રી પરષોત્તમ રૂપાલાએ ગુજરાતના 5000થી વધુ ખેડૂતો અને લોકો સાથે યોગ કર્યા

Posted On: 21 JUN 2022 12:22PM by PIB Ahmedabad

ભારત સરકારે 21મી જૂન, 2022ના રોજ 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) ઉજવ્યો. આઝાદી કા અમૃત મહોત્સવ વર્ષમાં 8મો IDY આવી રહ્યો હોવાથી, માનનીય વડા પ્રધાનના નેતૃત્વ હેઠળની ભારત સરકારે ગાર્ડિયન રિંગ કન્સેપ્ટ સાથે વિદેશમાં વિભિન્ન ભારતીય દૂતાવાસો દ્વારા સમગ્ર દેશમાં 75 પ્રતિષ્ઠિત સ્થળો ઉપરાંત વિશ્વભરના 75 સ્થળોએ આ પ્રસંગની ઉજવણી કરી. 8મી IDY ની મુખ્ય થીમ "માનવતા માટે યોગ" છે.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મૈસુર પેલેસ, મૈસુર, કર્ણાટક ખાતે સમૂહ યોગના મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાંથી તેમણે આજે વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમોને સંબોધિત કર્યા હતા.

આ કાર્યક્રમ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાની ખાસ ઉપસ્થિતિમાં આજે મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા, ગુજરાત ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રીમતી શારદાબેન પટેલની હાજરીમાં તથા મુખ્ય અતિથિ તરીકે શ્રી રૂષિકેશ પટેલ, માનનીય સંસદ સભ્ય, મહેસાણા, શ્રી રમણ ભાઈ, ધારાસભ્ય, બીજાપુર અને શ્રી રજનીકાંત પટેલ, ધારાસભ્ય, બેચરાજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ORD8.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002Q7C8.jpg

કેન્દ્રીય મંત્રીએ પાંચ હજારથી વધુ ડેરી ખેડૂતો તેમજ સ્થાનિક મહાનુભાવો, વિદ્યાર્થીઓ વગેરે સાથે કોમન યોગ પ્રોટોકોલ (CYP)માં ભાગ લીધો હતો. મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના સભ્ય ડેરી ખેડૂતોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

યોગોત્સવને સંબોધતા શ્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે યોગની વિશ્વવ્યાપી સ્વીકૃતિ ભારત માટે ગર્વની વાત છે, કારણ કે યોગ આપણા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનો અભિન્ન અંગ છે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલે પણ આ કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યો હતો અને આપણા રોજિંદા જીવનમાં યોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગને ભવ્ય રીતે સફળ બનાવવા માટે ગુજરાત સરકારે ઉત્સાહપૂર્વક તમામ વહીવટી અને લોજિસ્ટિક સહાય પૂરી પાડી હતી.

મોઢેરાનું સૂર્ય મંદિર, જે ગુજરાતના મંદિર સ્થાપત્યના શ્રેષ્ઠ ઉદાહરણોમાંનું એક કોનારકીસના સૂર્ય મંદિરની પાછળનું સ્થાન ધરાવે છે. 11મી સદીમાં બંધાયેલું, આ મંદિર મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં, પાટણ શહેરથી 30 કિલોમીટરના અંતરે આવેલી રૂપેણ નદીની ઉપનદી પુષ્પાવતી નદીના ડાબા કાંઠે આવેલું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003XR53.jpg

                                                             

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0043UP6.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005H343.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006PYEY.jpg

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1835827) Visitor Counter : 212


Read this release in: English , Urdu , Hindi