પ્રધાનમંત્રીનું કાર્યાલય

થોમસ અને ઉબેર કપ માટે ભારતીય બૅડમિન્ટન ટુકડી સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ

Posted On: 22 MAY 2022 4:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીજી : હા, શ્રીકાંત કહો!

શ્રીકાંત: સર, સૌ પ્રથમ તમારો ખૂબ ખૂબ આભાર સર, તમે અમારી મૅચ પછી તરત અમને ફોન કરીને અમને બધા સાથે વાત કરી, આટલા મહત્વપૂર્ણ સમયમાંથી અમારા માટે સમય કાઢ્યો સર અને હું ખૂબ ગર્વથી કહી શકું છું કે વિશ્વનો કોઈ અન્ય ઍથ્લીટ આ વિશે ગર્વ કરી શકે નહીં. જીત પછી તરત જ આપની સાથે વાત કરવાનો લહાવો માત્ર અમને મળ્યો છે સર.

પ્રધાનમંત્રીજી :  સારું શ્રીકાંત, મને કહો, આમ તો, બૅડમિન્ટન અને કૅપ્ટન લોકોનાં દિલમાં જલદી વસતા નથી, હવે તમને કૅપ્ટન બનાવવામાં આવ્યા છે, હવે આટલી મોટી ટીમ, આટલો મોટો પડકાર, શું લાગ્યું તમને? જવાબદારી જ્યારે આપની સામે આવી અને અને આટલો મોટો લક્ષ્યાંક હતો તો શું લાગ્યું આપને?

શ્રીકાંત: સર, બસ એટલું જ લાગતું હતું કે દરેક જણ પોત-પોતાનું સારું રમી રહ્યું છે, સર. બસ ટીમ ઈવેન્ટમાં બધાને સાથે લઇ આવવાનું છે  અને આપણે બધાએ એક થઈને રમવાનું છે અને અંત સુધી લડવાનું છે સર. સાહેબ બસ આ એક નાની-નાની વાત છે જેની આપણે બધા ખેલાડીઓએ ભેગા થયા પછી ચર્ચા કરીને, બસ સર કરવું પડ્યું હતું, માત્ર કૅપ્ટન બનવા માટે, મારે આટલું મોટું કામ નથી કરવું પડ્યું સાહેબ કારણ કે દરેક જણ તેમની ટીમમાં પહેલેથી જ ખૂબ સારું રમે છે, સર.

પ્રધાનમંત્રીજી : ના, ના! બધા રમ્યા તો છે પરંતુ તે કોઈ મામૂલી કામ નહોતું જી. તમે ભલે સરળતાથી કહેતા હશો કેમ કે એક સ્ટેજ આવ્યા પછી જ્યારે એવું લાગે છે કે મામલો સામે છે, જ્યારે ક્રિકેટમાં છેલ્લી ઓવર કૅપ્ટનશિપની સૌથી મોટી કસોટી બની જાય છે, ત્યારે આપ પર દબાણ તો રહ્યું જ હશે.

શ્રીકાંત : સર મતલબ ફાઇનલમાં મારી પાસે ઘણો વિશેષાધિકાર છે, મારી પાસે તે આખી મેચ છેલ્લી નિર્ણાયક જીતની ક્ષણ છે, મારે ખરેખર સર રમવાનું હતું જે ફાઇનલમાં ભારતીય ટીમ માટે ખૂબ મહત્વપૂર્ણ હતી તેણે ખરેખર મને એક વિશેષાધિકાર આપ્યો મને લાગે છે કે સર અને ભારત માટે મારા માટે એક તક હતી અને મેં માત્ર વિચાર્યું કે હું શ્રેષ્ઠ પ્રયાસો લગાવીને મારું સર્વશ્રેષ્ઠ બૅડમિન્ટન રમવા માગું છું અને હું કૉર્ટમાં બસ, જ્યારે હું કૉર્ટમાં ઉતર્યો ત્યારે એ જ વિચાર્યું કે મારે 100% રમવું છે અને શ્રેષ્ઠ બૅડમિન્ટન રમવું છે સર.

પ્રધાનમંત્રીજી : સારું, તમે વિશ્વ રૅન્કિંગમાં નંબર 1 રહ્યા છો અને તમે અત્યારે થોમસ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, આમ તો પૂછવું ન જોઈએ કારણ કે દરેક સફળતાની પોતાની વિશેષતા હોય છે, તેમ છતાં જેમ પત્રકારોને આદત હોય છે એવો સવાલ જો હું પૂછું કે અત્યારના દિવસોમાં આ બેમાંથી તમે કોને વધુ મહત્ત્વપૂર્ણ માનો છો?

શ્રીકાંત: સર, બંને મારાં સપનાં છે કે વિશ્વ નંબર 1 બનવું છે કારણ કે દરેક ખેલાડીનું એ એક સપનું હોય છે કે સર વિશ્વમાં સર્વશ્રેષ્ઠ બનવું અને થોમસ કપ એક એવી ટુર્નામેન્ટ છે જેમાં ટીમના 10 લોકો એક ટીમની જેમ રમવા માટે ભેગા થાય છે. સર, એક સપનું છે કારણ કે પહેલા અમે ઇન્ડિયા થોમસ કપમાં ક્યારેય મેડલ પણ જીત્યા નથી સર અને વર્ષ અમારા માટે મોટી તક હતી કારણ કે અમે બધા સારું રમી રહ્યા હતા. તો બંને સપનાં છે સર, બંને પૂરાં થયાં સાહેબ, મને બહુ સારું લાગ્યું સાહેબ.

પ્રધાનમંત્રીજી:   વાત સાચી છે કે પહેલા થોમસ કપમાં આપણે એટલા પાછળ રહી જતા હતા કે દેશમાં પ્રકારની ટુર્નામેન્ટની ચર્ચા પણ થતી હતી. લોકોને ખબર પણ હતી કે આટલી મોટી ટુર્નામેન્ટ થઈ રહી છે અને તેથી જ્યારે સમાચાર લોકો સુધી પહોંચ્યા ત્યારે મેં તમને ફોન પર કહ્યું કે તમે લોકોએ શું હાંસલ કર્યું છે તે માટે હિંદુસ્તાનમાં 4-6 કલાક લાગશે. વારું શ્રીકાંત, આખા દેશ વતી હું તમને અને તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે દાયકાઓ પછી તમે ભારતનો ધ્વજ સ્થાપિત કર્યો છે, કોઈ નાની ઘટના નથી જી.

શ્રીકાંત : થેંક યુ સર!

પ્રધાનમંત્રીજી : એક ખેલાડી તરીકે અને એમાંય એક કૅપ્ટન તરીકે, હું ખૂબ સારી રીતે કલ્પના કરી શકું છું કે છેલ્લી ક્ષણે કેટલું દબાણ રહ્યું હશે, પરંતુ તમે ખૂબ ધીરજ સાથે સમગ્ર ટીમને સાથે લઈને દેશનું ગૌરવ વધાર્યું છે. હું તમને ફરી એકવાર ટેલિફોન પર તો અભિનંદન આપ્યા હતા પણ ફરી એક વાર રૂબરૂ અબિનંદન આપીને જાતે આનંદ લઈ રહ્યો છું.

શ્રીકાંત : થેંક યુ સર!

પ્રધાનમંત્રીજી : જરા રમત વિશે કહો. તમારો અનુભવ જણાવો.

સાત્ત્વિક: ચોક્કસ! છેલ્લા 10 દિવસ જીવનના ખૂબ જ યાદગાર રહ્યા સાહેબ. જેમ અમે કૉર્ટ પર રમ્યા હતા, આખી ટીમ કૉર્ટની બહાર પણ ખૂબ જ સારી રીતે સપોર્ટ કરી રહી હતી, ખૂબ જ યાદગાર હતું, ઘણો સપોર્ટ મળ્યો સપોર્ટ સ્ટાફનો અને આ બાજુ ભારત તરફથી પણ ઘણો સપોર્ટ મળ્યો હતો બહુ સારું લાગ્યું વીતેલા દિવસોમાં, સર. હજી પણ અમે થાઈલેન્ડમાં જ છીએ હજુ પણ આપણે ત્યાં છીએ. શરીર તો અહીં છે પણ મન તો ત્યાં જ છે, એ લાસ્ટ પોઇન્ટમાં જેમ શ્રીકાંતભાઇજી હતા, આંખ પર જ છે સર હજી પણ, અમે તો એ ક્ષણ હજીય માણી રહ્યા છીએ, સર.

પ્રધાનમંત્રીજી : રાતના કૅપ્ટન ઠપકારતા દેખાતા હશે.

સાત્વિક: સર, ફાઈનલ પછી બધા મેડલ પહેરીને જ સૂઈ ગયા, સર. કોઈએ ઉતાર્યો નહીં.

પ્રધાનમંત્રીજી :  મેં કોઈનું ટ્વીટ જોયું, કદાચ પ્રણયનું જોયું. પ્રણય એ લઈને બેઠા છે અને કહી રહ્યા છે કે મને ઊંઘ નથી આવતી. સારું રમ્યા પછી, તમે વીડિયો વગેરે જોઈને શું ખૂટતું હતું તેની ચકાસણી કરી લેતા હો છો, બેઉ મળીને.

સાત્વિક: હા સાહેબ, કોચ સાથે બેસીને, કાલે મેચ પહેલાં તમે કોની સાથે રમી રહ્યા છો, તેનું સંપૂર્ણ વિશ્લેષણ કરીને જઈએ છીએ સાહેબ.

પ્રધાનમંત્રીજી : ચાલો સાત્વિક, તમારી સફળતાએ માત્ર એ સાબિત નથી કર્યું કે તમારા કોચ યોગ્ય હતા, પરંતુ એ પણ સાબિત કર્યું છે કે તમે પોતે એક ખૂબ સારા ખેલાડી છો અને એક સારો ખેલાડી એ છે જે રમતની જરૂરિયાત મુજબ પોતાને તૈયાર કરે છે, એમાં ઢાળી દે છે, પરિવર્તન છે તો એ સ્વીકારે છે, તો જ તે પ્રાપ્ત કરી શકે છે અને તમે તે પરિવર્તન સ્વીકાર્યું છે. પોતાને આગળ વધવા માટે જે જરૂરી હતું અને આજે તેનું પરિણામ છે કે દેશને ગર્વ થઈ રહ્યું છે. મારા તરફથી તમને ઘણી શુભેચ્છાઓ. તમારે આગળ ઘણું કરવાનું છે, અટકવાનું નથી. આટલી જ તાકાત સાથે જોડાયેલા રહો, ઘણી બધી શુભેચ્છાઓ!

ઉદઘોષક: ચિરાગ શેટ્ટી

પ્રધાનમંત્રીજી : જુઓ, ચિરાગ સાત્વિકે તમારા ખૂબ વખાણ કર્યા છે.

ચિરાગ શેટ્ટી: નમસ્તે સર પહેલી વાત! મને લાગે છે કે સર મને હજુ પણ યાદ છે કે ગયા વર્ષે અમે અહીં આવ્યા હતા. તમે અમને ઑલિમ્પિક પછી બોલાવ્યા હતા, 120 ઍથ્લીટ્સ હતા અને તમે બધાને તમારાં ઘરે બોલાવ્યા હતા અને જેઓ મેડલ નહોતા જીતી શક્યા તેઓ પણ અહીં આવ્યા હતા, તેથી અમને ત્યારે ખૂબ દુઃખ હતું કે અમે અમારા દેશ માટે મેડલ જીતી શક્યા નહીં, પરંતુ બસ આ વખતે જ્યારે અમે ગયા, થોમસ કપ માટે, અમારી પાસે ઝનૂન હતું, જુસ્સો હતો, ખબર ન હતી કે કંઈક કરીને, એક મેડલ તો નિશ્ચિત કરવાનો છે અને ભાગ્યે જ આપણે વિચાર્યું હશે કે ગોલ્ડ હશે, પરંતુ મેડલ તો વિચાર્યો જ હતો તો પછી મને લાગે છે આનાથી મોટી ખુશી અમે આપણા દેશ માટે કંઇ ન આપી શકીએ, એ જ એક વાત કહેવા માગું છું હું સર.

પ્રધાનમંત્રીજી : જુઓ, તમે લોકો તે સમયે આવ્યા હતા, મેં કેટલાક લોકોના ચહેરા ખૂબ જ લટકેલા જોયા હતા અને તમારા મનમાં હતું કે જુઓ, અમે મેડલ વિના આવ્યા છીએ. પણ તે દિવસે પણ મેં કહ્યું હતું કે આપનું ત્યાં પહોંચવું એ પણ એક મેડલ છે, મેં તે દિવસે કહ્યું હતું અને આજે તમે સાબિત કરી દીધું કે હાર હાર નથી હોતી, જીવનમાં જીતવા માટે માત્ર હિંમત, જુસ્સો જોઇએ, જીત ચરણ સ્પર્શ માટે ક્યારેક ક્યારેક સામે આવીને ઊભી રહી જાય છે અને આપે કરી બતાવ્યું છે. સરસ ચિરાગ, મેં સાથીને તો અગાઉ પૂછ્યું અને તેમણે કહ્યું પણ હતું પણ તમે બંનેની જોડી અને હું જાણું છું કે ટોક્યો ઑલિમ્પિકમાં તમારા મનમાં એક ઉદાસીનતા હતી પણ આજે તમે એ વ્યાજ સાથે ભરપાઇ કરી દીધી. તમે દેશની શાન વધુ વધારી અને એક ટીમ તરીકે તમે લોકોએ જે પ્રયત્નો કર્યા છે અને હું સમજું છું કે જ્યારે ઑલિમ્પિકમાં નિરાશાના દિવસો,  હજી વધારે દિવસો નથી થયા ત્યારે આટલા ઓછા સમયમાં કયો જુસ્સો હતો કે આપ વિજયી બનીને ફરી પાછા આવ્યા છો, તેનું કારણ શું છે?

ચિરાગ શેટ્ટી : સર તે મુખ્યત્વે હતું કે ઑલિમ્પિકમાં જેમ મેં કહ્યું અમને ઘણું દુઃખ થયું હતું કારણ જેણે અમને, અમે જેમને હરાવ્યા એ જ આખરે જઈને ગોલ્ડ મેડલ જીત્યો અને અમારી સામે જ હાર્યા હતા એ એક જ ગેમ, બાકી કોઇથી એ પછી હાર્યા ન હતા. તો આ વખતે કંઇ ઊલટું થયું, અમે એમનાથી હાર્યા પ્રિ ક્વાર્ટર ફાઇનલ ગ્રૂપ સ્ટેજમાં અને અમે જઈને ત્યાં ગોલ્ડ મેડલ જીતી ગયા. તો આ એક બહુ સારી બાબત થઈ. એને નસીબનો ખેલ કહો કે બીજું કંઇ પણ મતલબ અમારામાં રીતસર એક જોશ આવી ગયો કે કંઈક ને કંઇક તો કરવું છે અને આ ફક્ત મારામાં જ નહીં, અમે 10 લોકો જે અહીં બેઠા છે, કેટલું પણ દુ:ખ હોય, કંઇ પણ થાય, અમે એક સાથે હતા અને મને લાગે છે કે આ 10 લોકો આપણા ભારતની જનસંખ્યાને ખરેખર બતાવે છે કે કંઇ પણ થાય, અમે લોકો ફાઇટ બૅક કરીશું.

પ્રધાનમંત્રીજી : વાહ! જુઓ, ચિરાગ, હું તમને અને આખી ટીમને કહીશ કે હજી ઘણા મેડલ લાવવાના છે. અને બહુત ખેલના હૈ, બહુત ખિલના ભી હૈ અને દેશને રમતગમતની દુનિયામાં ખેંચી પણ લાવવાનો છે કારણ કે હવે ભારત પાછળ રહી શકે તેમ નથી અને હું ઇચ્છીશ કે આપ લોકો એક પછી એક વિજય મેળવતા રહ્યા છો, દેશની આગામી પેઢીને રમતગમત માટે પ્રેરિત કરી રહ્યા છો આપ અને આ પોતે જ, હું સમજું છું કે એક મોટી વાત છે, તેથી મારા તરફથી આપને ઘણી શુભકામનાઓ છે દોસ્ત.

ચિરાગ શેટ્ટી : થેંક યુ સો મચ સર.

ઉદઘોષક : લક્ષ્ય સેન

પ્રધાનમંત્રીજી : ચાલો, લક્ષ્યનો હું સૌ પ્રથમ તો આભાર માનું કારણ કે મેં તેમને ટેલિફોન પર તેમને અભિનંદન આપતાં કહ્યું હતું કે ભાઈ, હું તમારી પાસેથી બાલ મીઠાઈ ખાઈશ અને તેઓ આજે તે લઈને આવ્યા, એટલે તેમણે યાદ રાખ્યું. હા, લક્ષ્ય જણાવો.

લક્ષ્ય સેન : જી નમસ્તે સર! જેમ કે હું તમને જ્યારે યુથ ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે મળ્યો હતો અને આજે હું તમને બીજી વખત મળી રહ્યો છું તેથી હું કહેવા માગું છું કે મારો મતલબ એવો છે કે જ્યારે તમે મળો ત્યારે અમે લોકો પ્રોત્સાહિત અનુભવીએ છીએ. એ ફોન કૉલ પછી પણ અને જ્યારે પણ તમે મળો છો ત્યારે હું એ જ ઇચ્છીશ કે આ રીતે ભારત માટે મેડલ જીતતો રહું અને તમને મળતો રહું અને બાલ મીઠાઈઓ લાવતો રહું.

પ્રધાનમંત્રીજી : સારું લક્ષ્ય, મને કહેવામાં આવ્યું કે તમને ત્યાં ફૂડ પૉઈઝનિંગ થયું હતું?

લક્ષ્ય સેન: હા સર! જ્યારે અમે પહોંચ્યા એ જ દિવસે મને ફૂડ પૉઈઝનિંગ થયું હતું એટલે હું બે દિવસ રમી શક્યો ન હતો પરંતુ ત્યાર બાદ હું ધીમે ધીમે ગ્રૂપ સ્ટેજની મેચો શરૂ થઈ ત્યાં સુધીમાં થોડું સારું અનુભવી રહ્યો હતો. પછી એક મેચ રમી હતી અને પછી એક મેચમાં ફરી આરામ કર્યો હતો, ફૂડ પૉઇઝનિંગને કારણે.

પ્રધાનમંત્રીજી :  આ કંઈ પણ ખાઈ લેવાની આદત છે કે?

લક્ષ્ય સેન: ના સર! તે દિવસે એરપોર્ટ પર કંઇક ખોટું ખાઈ લીધું હતું, કદાચ તેના કારણે એ દિવસે તો થોડું પેટ ખરાબ થઈ ગયું હતું પરંતુ જેમ જેમ ટુર્નામેન્ટ બાકીના દિવસોમાં આગળ વધતી ગઈ તેમ તેમ હું દિવસેને દિવસે સારું અનુભવી રહ્યો હતો.

પ્રધાનમંત્રીજી : તો આજે દેશનાં નાનાં બાળકોને પણ મન થાય છે કે આપણે જવું છે. તો 8-10 વર્ષનાં બાળકોને તમારો સંદેશ શું હશે?

લક્ષ્ય સેન: જી, જેમ વિમલ સાહેબે કહ્યું કે હું ખૂબ તોફાની હતો અને ઘણી મસ્તી કરતો હતો, તો હું મારી જાતને તો કહેવા માગું છું કે જો હું થોડું ઓછું તોફાન કરતે અને રમવા પર ધ્યાન કેન્દ્રિત કરત તો વધુ સારું થાત. પરંતુ બાકીના લોકોને હું એટલું કહેવા માગું છું કે તમે જે પણ કામ કરો તે દિલથી કરો અને સંપૂર્ણ ધ્યાન લગાવીને કામ કરો.

પ્રધાનમંત્રીજી  - ફૂડ પૉઈઝનિંગ પછી શારીરિક તકલીફ તો થઈ જ હશે પણ તમને ઘણી માનસિક તકલીફો થઈ હશે. કારણ કે રમત ચાલતી હોય, શરીર સાથ ન આપતું હોય, તે સમયે તમે જે સંતુલન રાખ્યું હશે, તે ક્યારેય નિરાંતે વિચારશો  કે તે કંઇ તાકાત હતી, તે શું તાલીમ હતી કે ફૂડ પૉઇઝનિંગને કારણે, શારીરિક નબળાઇ હોવા છતાં પણ, રમત તમને ચેનથી બેસવા ન દેતી હતી. અને તમે ફૂડ પૉઈઝનિંગની સ્થિતિ પણ પાર કરી આવ્યા. તે ક્ષણને ફરી એકવાર યાદ કરજો, એ તમારી સૌથી મોટી તાકાત હશે જે તમે કર્યું હશે. દસ લોકોએ કહ્યું હશે, ચિંતા ન કરો, બધું થયું હશે, પરંતુ તમારામાં પણ એક તાકાત હશે. અને હું સમજું છું કે, અને બીજું, આ તમારામાં જે નટખટપણું છે, તેને છોડશો નહીં, તે તમારાં જીવનમાં એક તાકાત પણ છે. એને જીવો, મસ્તીથી જીવો. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન.

હા પ્રણય, મને કહો મેં સાચું કીધું ને, તે તમારું ટ્વીટ હતું ને?

પ્રણય - હા સર, એ મારું જ ટ્વીટ હતું, સર. સર, આપણા બધા માટે આ ખૂબ જ ખુશીની ક્ષણ છે કારણ કે આપણે 73 વર્ષ પછી થોમસ કપ જીત્યો છે અને મને લાગે છે કે તેનાથી પણ વધુ ગર્વની ક્ષણ છે કારણ કે આપણે આપણી આઝાદીનાં 75 વર્ષ પર તે આપણા દેશ માટે જીતી શક્યા છીએ. તેથી મને લાગે છે કે તે દેશ માટે એક મહાન ભેટ છે અને હું ખૂબ ખુશ છું.

પ્રધાનમંત્રીજી – સારું પ્રણય, મલેશિયા, ડેન્માર્ક આવી આવી ટીમો છે. અને તેની ખરાબ ક્વાર્ટર-ફાઇનલ અને સેમિફાઇનલમાં નિર્ણાયક મેચોમાં જીતનો દારોમદાર અને મને લાગે છે કે તે સમયે બધાની નજર પ્રણય પર હશે, શું થયું હશે. તે દબાણમાં તમે તમારી જાતને કેવી રીતે સંભાળી અને કેવી રીતે આક્રમક પરિણામ આપ્યું.

પ્રણય - સર, તે દિવસે બહુ વધારે દબાણ હતું સર. ખાસ કરીને ક્વાર્ટર ફાઇનલના દિવસે. કારણ કે હું જાણતો હતો કે જો હું આ મેચ હારી ગયો તો અમને મેડલ નહીં મળે અને લોકોએ મેડલ વિના પરત આવવું પડશે. પરંતુ સાહેબ જે આખી ટુર્નામેન્ટમાં ટીમનો સ્પિરિટ હતો અને દરેકનો ઉત્સાહ હતો કે કંઇ પણ કરીને આપણે મેડલ લઈને જ જવાનું છે, તે શરૂઆતના દિવસથી જ સમગ્ર ટીમને ઘણી ઊર્જા આપી રહ્યો હતો. સમગ્ર ટુકડીને અને ખાસ કરીને કૉર્ટની અંદર ગયા પછી દસ મિનિટ પછી મને લાગ્યું કે આજે તો મારે કંઈ પણ કરીને જીતવું જ છે. અને મને લાગે છે કે સેમિ ફાઈનલમાં પણ આવી જ સ્થિતિ હતી, સર. ત્યાં ઘણું જ વધારે દબાણ હતું કારણ કે હું જાણતો હતો કે જો અમે ફાઇનલમાં પહોંચીશું તો એક ગોલ્ડ લઇને આવી શકીએ છીએ. તેથી મારે તે સાહેબ જીતવાનો જ હતો. અને સાહેબ આખી ટીમ માટે આભાર. કારણ કે તે લોકો સપોર્ટ માટે ત્યાં હતા અને તે લોકોએ ઘણી ઊર્જા આપી હતી.

પ્રધાનમંત્રી - જુઓ પ્રણય, હું જોઉં છું કે તમે યોદ્ધા છો. રમત કરતા પણ વધારે, તમારી અંદર રહેલો જે જીતનો મિજાજ છે એ જ તમારી સૌથી મોટી તાકાત છે. અને કદાચ શરીરની પરવા કર્યા વિના, ઇજા થાય તો થઈ જાય, ગમે તે થાય, હું કરીશ, તેનું જ પરિણામ છે કે અંદર એક બહુ મોટી ઊર્જા પણ છે અને જુસ્સો પણ છે. મારી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન.

પ્રણય – થેંક યુ વેરી મચ સર!

પ્રધાનમંત્રી – શું ઉન્નતિ, સૌથી નાનાં છે.

ઉન્નતિ – ગુડ ઈવનિંગ સર.

પ્રધાનમંત્રી – કહો ઉન્નતિ

ઉન્નતિ – સર, સૌ પ્રથમ કારણ કે હું અહીંનો ભાગ છું અને આજે ખૂબ જ ખુશ છું. અને સર એક વાત મને ખૂબ પ્રોત્સાહિત કરે છે કે તમે ક્યારેય મેડલ વિજેતા અને બિન-પદક વિજેતા વચ્ચે ભેદભાવ કરતા નથી.

પ્રધાનમંત્રી – વાહ જી વાહ! આટલી નાની ઉંમરમાં આટલા મોટા સિનિયર લોકોની ટીમમાં જવું અને તમારી ટીમમાં તો ઑલિમ્પિક વિજેતાઓ પણ છે. તો તમને મનમાં શું લાગ્યું? આમ જ દબાઇ જતાં હતાં, ના-ના, હું પણ સમકક્ષ છું, શું લાગતું હતું.

ઉન્નતિ - સર, આ ટૂર્નામેન્ટમાંથી ઘણો અનુભવ મળ્યો અને ઘણું શીખવા પણ મળ્યું. અને બોયઝની ટીમ જીતી અને સારું પણ લાગ્યું અને એ પણ વિચાર્યું કે નેક્સ્ટ ટાઈમ ગર્લ્સની ટીમે પણ જીતવાનું છે અને મેડલ લાવવાનો છે.

પ્રધાનમંત્રી - સારું મને એ કહો કે હરિયાણાની માટીમાં એવું શું છે કે એક એકથી ચઢિયાતા ખેલાડીઓ બહાર આવી રહ્યા છે.

ઉન્નતિ - સર, પહેલી વાત તો દૂધ અને દહીં ખાવાની છે.

પ્રધાનમંત્રી - ઉન્નતિ, મારો અને સમગ્ર દેશનો વિશ્વાસ છે કે તમે ચોક્કસ તમારું નામ સાર્થક કરશો. તમને આટલી નાની ઉંમરમાં તક મળી છે, તમે તેને શરૂઆત જ ગણશો. ઘણું કરવાનું બાકી છે. ક્યારેય પણ, ચાલો અહીં થઈ જાય, એ જીતીને આવીએ, વિજયને ક્યારેય તમારાં મગજમાં ઘૂસવા જ ન દેશો. ઘણું કરવાનું બાકી છે કારણ કે તમે, તમારી પાસે લાંબો સમય છે. અને બહુ નાની ઉંમરે તમને અનુભવ મળ્યો છે. અને તેથી આ સફળતાને પચાવવામાં અને આગળ પહોંચવામાં આ બંને બાબતો તમને ખૂબ મદદરૂપ થશે. અને મને ખાતરી છે કે તમે આમ કરતા જ રહેશો. મારી તમને શુભેચ્છાઓ. ખૂબ ખૂબ અભિનંદન.

ઉન્નતિ – થેંક યુ, સર.

જે જજા- ગૂડ ઈવનિંગ સર.

પ્રધાનમંત્રી – જે જજા

જે જજા - એક યુવા ખેલાડી તરીકે ભારત માટે રમવું એ સન્માનની વાત છે. આવનારાં વર્ષોમાં હું ભારતને ગૌરવ અપાવીશ અને આપણા દેશ માટે વધુ મેડલ મેળવીશ.

પ્રધાનમંત્રી – ફેમિલી સપોર્ટ કેવો રહે છે.

જે જજા – સર, પપ્પા પ્રથમ શારીરિક શિક્ષણ શિક્ષક હતા તેથી તેઓ પહેલેથી જ રમતગમતમાં છે. તેથી તે બૅડમિન્ટન સારી રીતે રમવા માટે સપોર્ટ કરશે, પહેલા ઘરે કૉર્ટ, તેમણે ત્યાં કૉર્ટ બનાવ્યું, પછી ઘરે જ રમાડ્યો. આ પછી રાષ્ટ્રીય ટુર્નામેન્ટ સ્ટેટ વગેરેમાં મેડલ આવ્યો. ત્યારે એક આશા થઈ ગઈ કે આપણે ભારતીય ટીમમાં આવી શકીશું, એવું છે.

પ્રધાનમંત્રી – તો આપના ફેમિલીમાં શું સૌને સંતોષ છે.

જે જજા – હા સર, બહુ છે સર.

પ્રધાનમંત્રી – પિતાજી આપના માટે જે મહેનત કરતા હતા, તેઓ હવે સંતુષ્ટ છે.

જે જજા – હા.

પ્રધાનમંત્રી - વાહ, જુઓ જજા, તમે લોકો જે રીતે ઉબેર કપમાં રમ્યા, મને ખાતરી છે કે દેશ તેના પર ખૂબ ગર્વ અનુભવે છે. અને તમે લોકો લક્ષ્ય માટે ટકી રહ્યા. ઠીક છે, આજે તમને ઇચ્છિત પરિણામ ન મળ્યું હોય, પરંતુ મને પાક્કો વિશ્વાસ છે કે આજે તમે ઇચ્છો છો તે પરિણામ મળવાનાં છે અને તમારી ટીમ તે મેળવવાની છે. કોઈપણ અન્ય ટીમ આવશે તો પરિણામ લાવશે, એવું નથી કેમ કે તમે એક સારી શરૂઆત કરી છે. તમે દેશની યુવા પેઢીને નવા ઉત્સાહ, નવી ઉર્જાથી ભરી દીધી છે અને સવા સો કરોડના આ દેશને છેલ્લા સાત દાયકામાં આટલી રાહ જોવી પડી હતી.

સાત દાયકામાં આપણા ખેલાડીઓની કોણ જાણે કેટલી પેઢીઓ. જે કોઈ બૅડમિન્ટનને સમજે છે તેણે તેનું સપનું જોયું જ હશે. તેં સપનું આપે પૂરું કર્યું છે, તેને નાનું ન કહીશું. અને જ્યારે મેં ત્યાં ફાઈનલ મેચમાં જજા સાથે વાત કરી અને મને લાગ્યું કે તમને અંદાજો નથી કે તમે કેટલું મોટું કામ કર્યું છે. અને તેથી જ હું વારંવાર કહું છું કે તમે ખરેખર ખૂબ મોટું કામ કર્યું છે. અને હવે તમને પણ લાગતું હશે કે હા યાર, તમે કંઈક કરીને આવ્યા છો.

જ્યારે તમે જે સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છો તેમાં તમને આટલી મોટી સફળતા મળે છે, ત્યારે ભારતની સ્પોર્ટ્સની ઇકો-સિસ્ટમ છે, સ્પોર્ટ્સ માટે જે કલ્ચરમાં એક નવા ઉત્સાહની આવશ્યકતા છે, જે એક આત્મવિશ્વાસની આવશ્યકતા છે, જે સારા-સારા કોચ નથી કરી શકતા, મોટા-મોટા નેતાઓનાં જાનદાર ભાષણો પણ નથી કરી શકતા, એ કામ આપના આ વિજયે કરી બતાવ્યું છે.

તે ઠીક છે, ઉબેર કપમાં હજુ થોડું ઘણું કરવાનું બાકી છે, રાહ જોઈશું, પરંતુ અમે જીતવા માટેની વ્યવસ્થા પણ કરીશું. અને હું માનું છું કે આપણે લાંબો સમય રાહ જોવી પડશે નહીં કારણ કે હું તમારી આંખોમાં મને એ જુસ્સો દેખાઇ રહ્યો છે. અને આપણી મહિલા ટીમે વારંવાર બતાવ્યું છે કે તેઓ કેવા અવ્વલ દરજ્જાનાં ખેલાડી છે, તેઓ કેવા ટોપ ક્લાસ ઍથ્લીટ્સ છે. અને હું આ ખૂબ જ સ્પષ્ટ રીતે જોઈ રહ્યો છું, મિત્રો, આ માત્ર સમયની વાત છે, જો આ વખતે નહીં તો આગલી વખતે સહી. તમે જ લોકો વિજયી થઈ આવવાનાં છો.

અને જેમ તમે બધાએ કહ્યું હતું કે આઝાદીનો અમૃત ઉત્સવ ચાલી રહ્યો છે, આઝાદીનાં 75 વર્ષ થઈ રહ્યા છે અને રમતગમતની દુનિયામાં ભારતનો આ ઉદય આપણી નજર સમક્ષ છે, રમતનાં મેદાનમાંથી બહાર નીકળતા યુવાનો વિશ્વને તાકાત બતાવી રહ્યા છે ત્યારે ભારત ગૌરવથી ભરાઇ જાય  છે. સફળતાની એ ઊંચાઈને સ્પર્શવાથી દરેક ભારતીયને ગર્વ થાય છે. અને તેથી એક નવા આત્મવિશ્વાસ સાથે, ભારતનો મિજાજ છે – યસ આઇ કેન ડુ ઇટ, હા હું કરી શકું છું – આ મિજાજ છે. અને જેમ પ્રણયે કહ્યું હતું, તો મેં મનમાં નક્કી કર્યું હતું કે, આ વખતે હારવું નથી, પીછેહઠ ન કરવી.

આ જે- યસ, વી કેન ડુ ઇટ- હા, અમે કરી શકીએ છીએ છે ને, તે ભારતમાં એક નવી તાકાત બની ગઈ છે. અને તમે તેનું પ્રતિનિધિત્વ કરતા રહો છો. ખેર, સામે હરીફ ગમે તેટલો શક્તિશાળી હોય, આપણો હરીફ ગમે એટલો મજબૂત હોય, તે કોણ છે, તેનો રેકોર્ડ શું છે, આના કરતાં પણ મહત્વનું આજના ભારત માટે તેનું પોતાનું પ્રદર્શન છે, હું આ માનું છું. આપણે ક્યાં પહોંચવાનું છે, બસ આ જુસ્સા સાથે જ આપણે આગળ વધતા રહેવાનું છે. પણ મિત્રો, તમે બધાએ એક બીજી વાત યાદ રાખવાની છે. હવે તમારા બધા પાસેથી દેશની અપેક્ષા સ્વાભાવિક રીતે જ વધી ગઈ છે. દેશ તમારી તરફ થોડી વધુ અપેક્ષા સાથે જોશે, દબાણ વધશે. અને દબાણ વધવું ખરાબ નથી. પરંતુ આ દબાણ હેઠળ દટાઈ જવું ખરાબ છે. આપણે દબાણને ઊર્જામાં રૂપાંતરિત કરવું પડશે, આપણે તેને શક્તિમાં રૂપાંતરિત કરવું પડશે. તેને આપણું પ્રોત્સાહન માનવું જોઈએ. કોઈ કહે છે કે બક અપ, બક અપ, બક અપ, તેનો અર્થ એ નથી કે તે તમારા પર દબાણ કરી રહ્યો છે. તે બક અપ, બક અપ કહે છે એનો અર્થ એ કે યાર, જો તમે વધુ ઝડપી કરી શકો, તો તમે કરો. આપણે તેને આપણી શક્તિનો એક સ્ત્રોત માનવો જોઈએ. અને મને ખાતરી છે કે તમે તે કરીને બતાવશો.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતના યુવાનો લગભગ દરેક રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. અને કંઈક નવું, કંઈક ને કંઇક સારું, કંઈક ને કંઇક વધુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં પણ છેલ્લાં સાત-આઠ વર્ષમાં ભારતે ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. આપણા નવયુવાનોએ પરિણામો દર્શાવ્યા છે. રેકોર્ડ પ્રદર્શન, પછી તે ઑલિમ્પિક હોય, પેરાલિમ્પિક્સ હોય. રેકોર્ડ પ્રદર્શન કર્યા બાદ આજે સવારે હું ડેફ-ઑલિમ્પિકના લોકોને મળ્યો. આપણાં બાળકો આટલું શાનદાર પ્રદર્શન કરીને આવ્યા છે. એટલે કે એકદમ મન સંતુષ્ટ થાય છે, આનંદ થાય છે.

આજે સ્પોર્ટ્સ વિશેની જૂની માન્યતાઓ પણ બદલાઈ રહી છે, જેમ તમે બધાએ કહ્યું હશે. માતા-પિતા પણ આપણને પ્રોત્સાહિત કરી રહ્યા છે, મદદ કરી રહ્યા છે. માતા-પિતાની પણ મહત્વાકાંક્ષા બની રહી છે કે હા, બાળકો આ ક્ષેત્રમાં આગળ વધે. તેથી અહીં એક નવી સંસ્કૃતિ, એક નવું વાતાવરણ આપણે ત્યાં ઊભું થયું છે અને તે ભારતના રમતગમતના ઈતિહાસમાં હું માનું છું કે એક સુવર્ણ અધ્યાય સમાન છે અને જેના રચયિતા તમે બધા છો, તમારી પેઢીના ખેલાડીઓ છે જે આજે હિંદુસ્તાનને એક નવાં નવાં સ્થાને વિજય ધ્વજ લઈને સાથે આગળ વધવા માટે કારણ બન્યા છે.

આપણે ફક્ત આ ગતિ ચાલુ રાખવાની છે બસ, તેમાં કોઈ નીરસતા આવવા દેવાની નથી. હું તમને ખાતરી આપું છું કે સરકાર તમારી સાથે ખભે ખભા મિલાવીને ચાલશે, તમને દરેક શક્ય મદદ કરશે, જ્યાં જરૂર હશે ત્યાં પ્રોત્સાહન આપશે. બાકીની વ્યવસ્થાની જે પણ જરૂરિયાત હશે તે પણ પૂરી કરશે. અને હું માત્ર તમે લોકો જે મારી સામે બેઠા છે, પરંતુ હું દેશભરના ખેલાડીઓને વિશ્વાસ આપવા માગું છું. હવે આપણે અટકવાનું નથી, હવે પાછું વળીને જોવાનું નથી. આપણે આગળ જ જોવાનું છે. લક્ષ્ય નક્કી કરીને આગળ જવાનું છે અને વિજયી બનીને આવવાનું છે. હું તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ!

SD/GP/JD

 



(Release ID: 1827459) Visitor Counter : 355